Thursday, December 26, 2024
More
    હોમપેજદુનિયાઅંડરવેર-ચપ્પલ પર ભગવાન ગણેશની તસવીર લગાવીને કર્યું સેલિંગ: અમેરિકી કંપની વૉલમાર્ટ ઘેરાઈ...

    અંડરવેર-ચપ્પલ પર ભગવાન ગણેશની તસવીર લગાવીને કર્યું સેલિંગ: અમેરિકી કંપની વૉલમાર્ટ ઘેરાઈ વિવાદોમાં, હિંદુઓના આક્રોશ બાદ હટાવ્યું વાંધાજનક કલેક્શન

    હિંદુ દેવી-દેવતાઓની તસવીરને જૂતાં અને અંડરવેરમાં લગાવીને વેચવાના કારણે વિશ્વભરના હિંદુ સમુદાયમાં રોષ ફેલાઈ ગયો છે. હિંદુ ભાવનાઓની મજાક ઉડાવવાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે કોર્પોરેશન કંપનીની ભારે ટીકા પણ કરી છે.

    - Advertisement -

    અમેરિકાની (USA) ઈ-કોમર્સ કંપની વૉલમાર્ટે (Walmart) ભગવાન ગણેશની તસવીર (Lord Ganesha Photos) લગાવીને અંડરવેર (Underwear) અને ચપ્પલ (Slippers) વેચ્યા હોવાને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. શુક્રવારે (6 ડિસેમ્બર) આ સમાચાર સામે આવ્યા બાદ વૉલમાર્ટનો વિરોધ થઈ રહ્યો છે. દુનિયાભરમાં હિંદુઓ (HIndus) અમેરિકી કંપનીની આ હરકતને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. જોકે, વિવાદ વધતાની સાથે જ વૉલમાર્ટે તે તમામ પ્રોડક્ટ્સના કલેક્શનને પોતાની વેબસાઇટ પરથી હટાવી દીધું છે.

    જાણીતા X યુઝર ‘Tathvam-asi’એ પોસ્ટ કરીને આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પોસ્ટ કરીને જણાવ્યું છે કે, અમેરિકન મલ્ટિનેશનલ રિટેલ કોર્પોરેશન હિંદુ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. તેમણે કહ્યું કે, “આવી હરકત અસ્વીકાર્ય છે. તમે અમારા હિંદુ દેવી-દેવતાઓનું અપમાન ના કરી શકો.”

    આ સાથે જ X યુઝરે ફોટા પણ શેર કર્યા છે. જેમાં જોઈ શકાય છે કે, અમેરિકી કંપની વૉલમાર્ટ પોતાના ‘સેલેસ્ટિયલ ગણેશ બ્લેસિંગ કલેક્શન’ હેઠળ ભગવાન ગણેશની તસવીર લગાવેલા ટોપ, પેન્ટ, શોર્ટ્સ, બિકિની, ફ્લિપ-ફ્લોપ અને મોજા પણ વેચી રહી છે. અહેવાલો અનુસાર, વૉલમાર્ટ ભગવાન ગણેશની તસવીર લગાવીને બૉક્સર્સ, થૉન્ગ્સ, બ્રીફ્સ અને પેન્ટીના લગભગ 70 વેરિયન્ટ વેચી રહી છે.

    - Advertisement -

    હિંદુ દેવી-દેવતાઓની તસવીરને જૂતાં અને અંડરવેરમાં લગાવીને વેચવાના કારણે વિશ્વભરના હિંદુ સમુદાયમાં રોષ ફેલાઈ ગયો છે. હિંદુ ભાવનાઓની મજાક ઉડાવવાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે કોર્પોરેશન કંપનીની ભારે ટીકા પણ કરી છે.

    ઉપરાંત હિંદુ કાર્યકર્તા રાજમ જેડે અમેરિકી મલ્ટિનેશનલ કોર્પોરેશનનો સંપર્ક કરીને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને અંડરવેર તથા ચપ્પલ જેવી વસ્તુઓ પરથી હિંદુ દેવી-દેવતાઓની તસવીરો હટાવવાની માંગણી પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કોઈપણ ધર્મના પ્રતિકનો ખોટી રીતે ઉપયોગ ના કરી શકાય.”

    હિંદુ આઉટલેટ ‘INSIGHT UK’એ પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે. તેણે પોતાના આધિકારિક X હેન્ડલ પરથી પોસ્ટ કરીને લખ્યું છે કે, “હિંદુ સમુદાય આ બાબતથી ખૂબ ચિંતિત છે. આ ઘોર બેદરકારી છે અને હિંદુ દેવતાઓ, હિંદુ ભાવનાઓ અને સંવેદનાઓ પ્રત્યેના સન્માનની ઉણપને દર્શાવે છે.”

    તે સિવાય હિંદુ જાગૃતિ ઓર્ગેનાઇઝેશને પણ આ ઘટનાનો વિરોધ કર્યો છે. સંગઠને X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, “અંડરવેર, બૉક્સર, મોજા, ચપ્પલ જેવી વસ્તુઓ પર હિંદુ દેવતા શ્રી ગણેશનું ચિત્રણ કરવું દુનિયાભરના હિંદુઓ માટે ખૂબ અપમાનજનક છે.” આ ઉપરાંત હિંદુ સંગઠને વૉલમાર્ટ પાસેથી ઔપચારિક માફી માટેની માંગણી પણ કરી હતી.

    અમેરિકા સ્થિત હિંદુ સંગઠન ‘હિંદુ અમેરિકન ફાઉન્ડેશને’ પણ ચપ્પલો અને સ્વિમિંગ સૂટ્સ પર હિંદુ ભગવાનના ચિત્રણને લઈને વૉલમાર્ટ મેનેજમેન્ટને સીધો પત્ર લખ્યો હતો. હિંદુ નેટિઝન્સ અને વિવિધ હિંદુ સંગઠનોના વિરોધ બાદ વૉલમાર્ટે પોતાના ‘સેલેસ્ટિયલ ગણેશ બ્લેસિંગ કલેક્શન’ને હટાવી દીધું હતું. જોકે, હિંદુ દેવતાઓની છબી ધરાવતા સ્વિમસૂટ હજુ પણ ઉપલબ્ધ છે.

    ભૂતકાળમાં પણ ઘણી કંપનીઓએ કરી હતી આવી હરકતો

    નોંધવા જેવું છે કે, આ કોઈ પહેલી ઘટના નથી કે કોઈ બ્રાન્ડે હિંદુફોબિયાનું ખુલ્લુ પ્રદર્શન કર્યું હોય. એપ્રિલ 2022માં ‘Sahara Ray Swim’ નામની એક કપડાંની કંપનીએ પોતાના સ્લિમવિયર કલેક્શન પર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો લગાવી હતી. તે પહેલાં મે, 2019માં પવિત્ર હિંદુ દેવી-દેવતાઓની તસવીરો ધરાવતા ફર્શ મેટ અને ટોયલેટ કવર એમેઝોન પર વેચવામાં આવી રહ્યા હતા.

    એટલું જ નહીં, પરંતુ ઑક્ટોબર 2018માં અંકિતા મિશ્રા નામની એક NRI યુવતીએ ન્યૂયોર્કના બુશવિક સ્થિત ‘હાઉસ ઑફ યસ’ નાઈટ ક્લબને પત્ર લખવો પડ્યો હતો. કારણ કે, તેણે દીવાલો પર હિંદુ દેવી-દેવતાઓના ચિત્રણ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં