Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: અલી મોહમ્મદે પૌત્રીની ઉંમરની દલિત સગીરા સાથે દુષ્કર્મ કર્યું, ફરિયાદ બાદ...

    યુપી: અલી મોહમ્મદે પૌત્રીની ઉંમરની દલિત સગીરા સાથે દુષ્કર્મ કર્યું, ફરિયાદ બાદ પોલીસના હાથે ઝડપાયો

    આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને અશ્લીલ ફિલ્મો જોવાનો અને પુસ્તકો વાંચવાની આદત છે અને તેની નજર પીડિતા પર પડતાં ઘણા દિવસોથી તે મોકાની શોધમાં હતો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક મુસ્લિમ આધેડની 13 વર્ષની દલિત સગીરાના દુષ્કર્મ મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ અલી મોહમ્મદ તરીકે થઇ છે. ધરપકડ બાદ તેણે પોર્ન વિડીયો જોઈને કિશોરીનો બળાત્કાર કર્યાની કબૂલાત કરી હતી. 

    આ મામલો શાહજહાંપુર જિલ્લાના પુવાયાં વિસ્તારનો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. દૈનિક જાગરણના રિપોર્ટ અનુસાર, પીડિતા પશુઓ માટે ઘાસચારો લેવા માટે ગઈ હતી ત્યાં આરોપીએ તેની સાથે આ દુષ્કૃત્ય આચર્યું હતું. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. પોલીસના હાથે ધરપકડ થયા બાદ આરોપીએ આ બાબતની કબૂલાત પણ કરી લીધી હતી. 

    ઘટના ગત 17 જાન્યુઆરી 2023 (મંગળવારે) બની હતી. અહીં 13 વર્ષીય પીડિતા પશુઓ માટે ઘાસચારો લેવા માટે ખેતરે ગઈ હતી. ત્યારે પાછળથી જઈને અલી મોહમ્મદે તેને પકડી લઈને શેરડીના ખેતરમાં લઇ જઈને બળાત્કાર કર્યો હતો. 

    - Advertisement -

    હિંદુ સંગઠનો વચ્ચે પડ્યા બાદ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી 

    ઘરે પહોંચ્યા બાદ કિશોરીએ આ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યા બાદ પરિજનો તેને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ આપી હતી. જોકે, અહેવાલ અનુસાર, પોલીસે ત્યારે મામલાને ગંભીરતાથી લીધો ન હતો. પછીથી આ બાબતની જાણ હિંદુ સંગઠનોને પણ થતાં તેમણે કાર્યવાહીની માંગ કરી હતી. 

    વિશ્વ હિંદુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કે. કે ગુપ્તા અન્ય કાર્યકર્તાઓ સાથે મળીને પોલીસ મથકે ગયા હતા અને ઇન્સ્પેક્ટર સમક્ષ કાર્યવાહી કરવા માટેઈ માંગ કરી હતી. ત્યારબાદ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ કરીને આરોપી અલી મોહમ્મદની ધરપકડ પણ કરી લીધી હતી.

    પોલીસની પૂછપરછમાં આરોપી અલી મોહમ્મદે કબૂલાત કરી હતી 

    પોલીસ અનુસાર, આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેને અશ્લીલ ફિલ્મો જોવાનો અને પુસ્તકો વાંચવાની આદત છે અને તેની નજર પીડિતા પર પડતાં ઘણા દિવસોથી તે મોકાની શોધમાં હતો. આખરે 17 જાન્યુઆરીએ તે પશુઓ માટે ઘાસચારો લેવા માટે ગઈ તો તેણે પકડીને ખેતરમાં લઇ જઈને બળજબરીથી મોં દબાવીને દુષ્કર્મ આચર્યું હતું. 

    દલિત સગીરાના દુષ્કર્મ મામલે પોલીસે આરોપી અલી મોહમ્મદ વિરુદ્ધ આઇપીસી અને પોક્સો એક્ટની વિવિધ કલમો તેમજ SC-ST એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં