Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટબે દાયકા બાદ આવ્યો નરોડા પાટીયા કેસનો ચુકાદો: અમદાવાદની સ્પેશિયલ કોર્ટે માયા...

  બે દાયકા બાદ આવ્યો નરોડા પાટીયા કેસનો ચુકાદો: અમદાવાદની સ્પેશિયલ કોર્ટે માયા કોડનાની અને બાબુ બજરંગી તેમજ અન્ય તમામને નિર્દોષ ઠેરવ્યા

  21 વર્ષ બાદ નરોડા પાટીયા કેસનો ચુકાદો આવ્યો છે જેમાં અમદાવાદની સ્પેશિયલ કોર્ટે માયાબેન કોડનાની સહીત તમામ લોકોને નિર્દોષ/ ઠેરવ્યા છે.

  - Advertisement -

  21 વર્ષ બાદ આજે અમદાવાદની સ્પેશિયલ કોર્ટે નરોડા પાટીયા કેસમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની તેમજ બજરંગ દળના આગેવાનો બાબુ બજરંગી અને જયદીપ પટેલ તેમજ અન્ય તમામને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. ઉપરોક્ત ત્રણ ઉપરાંત કુલ 86 આરોપીઓ આ કેસમાં સામેલ હતાં, જોકે તેમાંથી આ 21 વર્ષમાં 18 આરોપીઓના અવસાન થયા છે.

  આ કેસ છેલ્લાં 14 વર્ષથી અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જુલાઈ 2009માં કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અનેક તબક્કાઓમાં સુનાવણી ચાલ્યા બાદ સપ્ટેમ્બર 2017થી અંતિમ દલીલો સાંભળવાની શરૂઆત કરવામાં આવી હતી. જે છેક 2023 સુધી ચાલ્યા બાદ ગત 15 એપ્રિલે કોર્ટે દલીલો પૂર્ણ કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આજે બે આરોપીઓ ગેરહાજર હતાં.

  આ ચુકાદો આવે તે અગાઉ સમગ્ર નરોડા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી કોઈ હિંસક ઘટના ન બને.

  - Advertisement -

  27 ફેબ્રુઆરી 2002ના દિવસે જેહાદી તત્વો દ્વારા ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસના ડબ્બા S-6ને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ડબ્બામાં અયોધ્યાથી કારસેવા કરીને પરત આવી રહેલા રામભક્તો હતા, જેમાંથી મહિલાઓ અને બાળકો સહિત 59 વ્યક્તિઓ જીવતા સળગી ગયા હતા. બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી 2002ના દિવસે આ ઘટનાનાં વિરોધમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

  બંધના દિવસે ગુજરાતના વિવિધ શહેરોમાં અને અમદાવાદમાં ખાસકરીને પ્રતિકારક હિંસા ભડકી ઉઠી હતી. આ તમામ હિંસાત્મક ઘટનાઓમાં નરોડા પાટીયાની હિંસા પ્રમુખ હતી. નરોડા પાટીયા કેસમાં ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની પર આરોપ હતો કે તેમણે આ વિસ્તારમાં હિંસા ભડકાવવાનું કાર્ય કર્યું હતું. આ કેસમાં હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માયા કોડનાનીની તરફેણમાં જુબાની આપી હતી.

  નરોડા પાટીયા કેસ અને તેનાં ચોંકાવનારા આંકડાઓ

  જેમ ઉપર આપણે જાણ્યું તેમ 21 વર્ષથી ચાલી રહેલા આ કેસમાં 18 આરોપીઓના તો અવસાન પણ થઇ ચૂક્યા છે. આવા તો અનેક ચોંકાવનારા આંકડાઓ અને હકીકતો આ કેસ સાથે જોડાયેલી છે. 2010માં આ ટ્રાયલ શરૂ થઇ હતી આથી આ કેસ કુલ 13 વર્ષ ચાલ્યો છે. પ્રોસીક્યુશન અને ડિફેન્સ તરફથી અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

  જ્યારે આ કેસની સુનાવણી શરૂ થઇ ત્યારે તે ન્યાયાધીશ એસએચ વોરા હેઠળ શરૂ થઇ હતી, ત્યારબાદ તેઓ ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે નિમણુંક પામ્યા હતા. આટલું જ નહીં ફરિયાદ પક્ષની દલીલો જ્યારે પૂર્ણ થઇ ત્યારે ચાર વર્ષ અગાઉ વિશેષ ન્યાયાધીશ પીબી દેસાઈ પણ નિવૃત્ત થઇ ગયા હતા અને ત્યારબાદ જસ્ટીસ દવે અને જસ્ટીસ બક્ષી સમક્ષ ફરીથી દલીલો કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સમગ્ર ટ્રાયલ દરમ્યાન જ્યોત્સનાબેન યાજ્ઞિક, કેકે ભટ્ટ અને પીબી દેસાઈ નિવૃત્ત થઇ ગયા હતા.

  પોતાના બચાવમાં માયાબેન કોડનાનીએ કોર્ટને જણાવ્યું હતું કે એ સમયે તેઓ પહેલાં ગુજરાત વિધાનસભામાં હતાં અને ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતાં, આથી આ રમખાણો દરમ્યાન તેઓ નરોડા પાટીયા ખાતે હાજર જ ન હતાં.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં