પંજાબના બે પાદરીઓ રેપ કેસમાં સંડોવાયા બાદ હવે તમિલનાડુના (Tamil Nadu) એક પાદરી (Pastor) પર પણ યૌન ઉત્પીડનના (sexual harassment) આરોપ લાગ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કોયંબત્તૂરના કિંગ્સ જેનરેશન ચર્ચના ઈસાઈ પ્રચારક પાદરી જ્હોન જેબરાજ (John Jebaraj) પર બે સગીરાઓનું (Two Minor Girl) યૌન શોષણ કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. પાદરી વિરુદ્ધ POCSO હેઠળ કેસ પણ નોંધાયો છે. કોયંબત્તૂર સેન્ટ્રલ ઑલ વિમેન પોલીસ સ્ટેશનમાં (AWSP) પાદરી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. હાલ આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. તેને પકડવા માટે સ્પેશ્યલ ટીમનું ગઠન પણ કરવામાં આવ્યું છે.
A pastor, John Jebaraj, in Coimbatore, Tamil Nadu, was charged under Protection of Children from Sexual Offences (Pocso) Act after two girls complained of sexual assault.@PramodMadhav6 #TamilNadu #News https://t.co/SXq1WoGiuE
— IndiaToday (@IndiaToday) April 9, 2025
માહિતી અનુસાર, 21 મે, 2024ના રોજ પાદરી જ્હોન જેબરાજે કોયંબત્તૂરના જીએન મિલ્સ વિસ્તારમાં પોતાના ઘર પર 17 વર્ષની અને 14 વર્ષની સગીરાઓનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ છે. વધુમાં સગીરાઓ સાથે મારપીટ કરી હોવાનું પણ કહેવાયું છે. ફરિયાદ અનુસાર, 17 વર્ષીય સગીરા અનાથ હતી, જેને પાદરીના સસરાએ દત્તક લીધી હતી. જ્યારે 14 વર્ષીય સગીરા તેની પાડોશી હતી. ફરિયાદ અનુસાર, ગયા વર્ષે બંને સગીરાઓ પાદરીના ઘર પર એક પાર્ટી માટે ગઈ હતી.
આરોપ છે કે, આ દરમિયાન પાદરીએ તેમના પર હુમલો કરી દીધો હતો અને તેમનું યૌન શોષણ કર્યું હતું. વધુમાં એવો પણ આરોપ છે કે, પાદરીએ બંને સગીરાઓને આ વાત કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. પીડિતાઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાદરીએ આ વાત કોઈને ન કહેવાનું કહીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 14 વર્ષીય પીડિતાએ તેના માતા-પિતાને ફરિયાદ કરી હતી.
પીડિતાના માતા-પિતાએ AWSPણો સંપર્ક કર્યો હતો અને ઘટના વિશેની તમામ માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે POCSO સહિતની વિવિધ કલમો હેઠળ પાદરી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસનો દાવો છે કે, ઈસાઈ પાદરી 21 માર્ચથી ફરાર થઈ ગયો છે. પરંતુ, 31 માર્ચના રોજ તેના આધિકારિક ઇન્સ્ટાગ્રામ પર પ્રેયર સભાની એક પોસ્ટ કરવામાં આવી હતી. પોલીસ અનુસાર, હાલ સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે અને આરોપીને શોધવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વધુમાં પાદરી ઈસાઈ ગાયક હોવાનું પણ કહેવાય રહ્યું છે, તે અલગ-અલગ સોંગ બનાવીને પોતાની યુટ્યુબ ચેનલ પર મૂકતો હતો.