પંજાબમાં ‘ચંગાઇ સભા’ ચલાવનારા ખ્રિસ્તી પાદરી બજિન્દર સિંઘને (Christian pastor Bajinder Singh) મોહાલીની POCSO કોર્ટે આજીવન કેદની સજા (life imprisonment) ફટકારી છે. મંગળવાર 1 એપ્રિલ, 2025ના રોજ, તેને 2018ના ઝીરકપુર બળાત્કાર કેસમાં (Zirakpur rape case) સજા ફટકારવામાં આવી. આ કેસમાં કોર્ટે 28 માર્ચે તેને દોષિત ઠેરવ્યો હતો.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે બજિન્દરે તેને મદદ કરવાનું અને વિદેશ મોકલવાનું વચન આપીને છેતરપિંડી કરી હતી. આ પછી, એક દિવસ તે તેને મોહાલીના એક રૂમમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બજિન્દર સિંઘે આને કેમેરામાં રેકોર્ડ કર્યું. પીડિતાએ આરોપ લગાવ્યો કે બજિન્દરે તેને ધમકી પણ આપી હતી.
Punjab | Mohali Court awards life imprisonment to Pastor Bajinder Singh in a 2018 sexual harassment case. pic.twitter.com/Jz81Nn87Mq
— ANI (@ANI) April 1, 2025
પીડિતાની ફરિયાદ પર, ઝીરકપુર પોલીસે બજિન્દર સહિત 7 લોકો સામે કેસ નોંધ્યો હતો. આમાં બજિન્દર ઉપરાંત અકબર ભટ્ટી, રાજેશ ચૌધરી, સુચા સિંઘ, જતિન્દર કુમાર, સિતાર અલી અને સંદીપ પહેલવાનનો સમાવેશ થાય છે. જોકે, આ કેસમાં અન્ય તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
ફેબ્રુઆરી 2025માં પણ, એક પીડિતાએ બજિન્દર સિંઘ વિરુદ્ધ જાતીય શોષણનો આરોપ લગાવીને FIR નોંધાવી હતી. આ કેસમાં પણ તેમની સામે તપાસ ચાલી રહી છે. તેની સામે હુમલાનો કેસ પણ નોંધાયેલો છે.