Thursday, May 22, 2025
More
    હોમપેજક્રાઈમબજિન્દર સિંઘ કરતો બહેનને અશ્લીલ ઈશારા, ભાઈ સમજાવવા ગયો તો ખિજાયેલા પાદરીએ...

    બજિન્દર સિંઘ કરતો બહેનને અશ્લીલ ઈશારા, ભાઈ સમજાવવા ગયો તો ખિજાયેલા પાદરીએ માર્યો માર; કોઈ વિરોધ કરે તો આપતો જાનથી મારી નાખવાની ધમકી: વાયરલ વિડીયોનું સત્ય આવ્યું સામે, નોંધાઈ FIR

    આ વિડીયો માજરી સ્થિત ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમનો છે જે પાદરી બજિન્દર દ્વારા સંચાલિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની ઓફિસના CCTV ફૂટેજનો આ વિડીયો 13 ફેબ્રુઆરી, 2025નો છે. મોહાલી પોલીસે સોમવારે પીડિતોના નિવેદનો નોંધ્યા, જેઓ બજિન્દરના નેતૃત્વમાં ચર્ચમાં પાદરી તરીકે પણ કામ કરતા હતા.

    - Advertisement -

    યૌન શોષણના આરોપી અને ‘બોલને લગી’ ફેમ પાદરી બજિન્દર સિંઘ (Pastor Bajinder Singh) વિવાદોનો સામનો કરી રહ્યો છે. તાજેતરમાં જ તેનો એક વિડીયો વાયરલ (Viral Video) થયો હતો, જેમાં તે એક સ્ત્રી અને એક યુવાનને લાફા ઝીંકતો (Woman Assaulted) દેખાઈ રહ્યો હતો. ત્યારે હવે એ ખુલાસો થયો છે કે તે યુવાન અને મહિલા કોણ હતા. આ અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી દીધી છે. નોંધવા જેવું છે કે પાદરીનું નામ યૌનશોષણ, ધર્માંતરણ અને મની લોન્ડરિંગ જેવા કેસોમાં પણ આવી ચૂક્યું છે.

    અહેવાલ અનુસાર બજિન્દર સિંઘે જે મહિલા પર હાથ ઉપાડ્યો હતો તે તે મોહાલીની રહેવાસી છે અને પાદરી બજિન્દર સિંઘથી અલગ થઈને કામ કરવા માંગતી હતી. કથિત ચોરીના આરોપમાં આ બંનેને માર મારવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જે યુવકને માર મારવામાં આવ્યો હતો તેણે તેની બહેનને પાદરી બજિન્દરના ચર્ચમાં જતા અટકાવી હતી. જેના કારણે તેને માર મારવામાં આવ્યો હતો.

    ન્યુઝ નેશન સાથેની વાતચીતમાં અન્ય એક યુવતીએ પણ દાવો કર્યો હતો કે, બજિન્દર સિંઘ આ યુવકની બહેનને અશ્લીલ ઈશારા કરતો હતો, તેથી યુવક બજિન્દરને કહેવા આવ્યો હતો કે તેની બહેન સાથે આવી હરકતો ન કરે. યુવતીએ દાવો કર્યો હતો કે જો કોઈ બજિન્દરનો વિરોધ કરવાનો પ્રયાસ કરે ઓ તેના બોડીગાર્ડ જે-તે વ્યક્તિને મારપીટ કરતા હતા. યુવતીએ એવો પણ દાવો કર્યો છે કે પાદરી બજિન્દર તેની વિરુદ્ધ જતા લોકોને ધમકી આપતો હતો કે તેને અને તેના પરિવારને મારી નાખવામાં આવશે.

    - Advertisement -

    હિન્દુસ્તાન ટાઇમ્સ અહેવાલ મુજબ આ વિડીયો માજરી સ્થિત ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમનો છે જે પાદરી બજિન્દર દ્વારા સંચાલિત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની ઓફિસના CCTV ફૂટેજનો આ વિડીયો 13 ફેબ્રુઆરી, 2025નો છે. મોહાલી પોલીસે સોમવારે પીડિતોના નિવેદનો નોંધ્યા, જેઓ બજિન્દરના નેતૃત્વમાં ચર્ચમાં પાદરી તરીકે પણ કામ કરતા હતા.

    એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “કુરાલી અને નજીકના વિસ્તારોના કુલ ચાર પાદરીઓએ અમારી પાસે તેમની ફરિયાદો નોંધાવી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બજિન્દર હેઠળ કામ કરતા હતા અને હવે સ્વતંત્ર રીતે કામ કરવા માંગતા હતા, જેના કારણે વિવાદ થયો હતો. મહિલા પાદરીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે બજિન્દર દ્વારા તેની ઓફિસમાં તેનું અપમાન કર્યા પછી તેણે તેને વારંવાર થપ્પડ મારી હતી અને બીજી પીડિતાએ પણ આ જ વાત કહી હતી.”

    અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે, જે પછી બજિન્દર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે વર્ષ 2018ના યૌનશોષણ કેસ મામલે પાદરી 24 માર્ચે મોહાલી કોર્ટમાં હાજર થયો હતો. આ દરમિયાન પણ બે માણસો પર થયેલા હુમલાના વિડીયો વિશે મીડિયા દ્વારા પૂછવામાં આવતા પાદરીએ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ફરિયાદીના વકીલો અનિલ સાગર અને સુમિત સૈનીએ મોહાલી કોર્ટને આ વિડીયો બતાવ્યો હતો. ફરિયાદીના વકીલ અનુસાર 28 માર્ચે આદેશ આવવાની સંભાવનાઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં