Friday, February 3, 2023
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ20થી વધુ યુવતીઓ સાથે હતા આફતાબના સબંધો, શ્રદ્ધાની હત્યા બાદ અમુકને એ...

  20થી વધુ યુવતીઓ સાથે હતા આફતાબના સબંધો, શ્રદ્ધાની હત્યા બાદ અમુકને એ જ ઘરે લઇ ગયો હતો: તમામની થશે પૂછપરછ

  આફતાબ આમાંથી કેટલીક ગર્લફ્રેન્ડ દિલ્હીના મહરૌલીના એ ફ્લેટ પર પણ લઇ ગયો હતો, જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરીને મૃતદેહના 35 ટુકડા કર્યા હતા.

  - Advertisement -

  શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ બાદ એક પછી એક મોટા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, આફતાબની અત્યાર સુધી 20 ગર્લફ્રેન્ડ રહી છે. ડેટિંગ એપ દ્વારા તે આ બધાના સંપર્કમાં આવ્યો હતો. હવે આ તમામની પણ પૂછપરછ કરવામાં આવશે તેમ અહેવાલો જણાવી રહ્યા છે. 

  રિપોર્ટ અનુસાર, આફતાબ વધુમાં વધુ સમય ડેટિંગ એપ પર પસાર કરતો હતો, જેના કારણે આ યુવતીઓના સંપર્કમાં આવ્યો હતો. આ તમામ ગર્લફ્રેન્ડ મહારાષ્ટ્ર જ નહીં પરંતુ દિલ્હીની પણ હોવાનું જાણવા મળ્યું છે. એ પણ ખુલાસો થયો છે કે આફતાબે અલગ-અલગ આઈડી પર તમામ સિમકાર્ડ્સ પણ ખરીદ્યા હતા. 

  શ્રદ્ધાની હત્યા મે 2022માં કરવામાં આવી હતી. જ્યારે આફતાબની ધરપકડ હાલ નવેમ્બર મહિનામાં કરવામાં આવી. આફતાબ આમાંથી કેટલીક ગર્લફ્રેન્ડ દિલ્હીના મહરૌલીના એ ફ્લેટ પર પણ લઇ ગયો હતો, જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરીને મૃતદેહના 35 ટુકડા કર્યા હતા. પોલીસની પૂછપરછમાં તેણે આ જણાવ્યું હોવાનું કહેવાય છે. 

  - Advertisement -

  મીડિયા અહેવાલો અનુસાર, આફતાબ દરેક વખતે નવા સિમ પરથી ડેટિંગ એપ પર અકાઉન્ટ બનાવતો હતો અને યુવતીઓ સાથે મિત્રતા કરી તેમને ફ્લેટ પર બોલાવતો હતો. શ્રદ્ધાની હત્યા બાદ પણ તેણે આ ચાલુ જ રાખ્યું હતું. હવે પોલીસે ડેટિંગ એપ્સને લેખિતમાં જાણ કરીને આફતાબના અકાઉન્ટ્સની વિગતો માંગી છે. 

  ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ અહેવાલોમાં ખૂલ્યું હતું કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબ એક યુવતીની તેના ઘરે લાવ્યો હતો. ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, આ યુવતી એક ડેટિંગ એપ મારફતે તેના સંપર્કમાં આવી હતી. આ યુવતી જૂન-જુલાઈમાં તેના ફ્લેટ પર આવી હોવાનું કહેવાય છે. જોકે, તેને એ ખબર ન હતી કે એ જ ઘરમાં રાખવામાં આવેલ ફ્રિજમાં એક યુવતીના મૃતદેહના ટુકડા ભરવામાં આવ્યા છે. 

  રિપોર્ટ્સ અનુસાર, આફતાબ જાણતો હતો કે એક દિવસ આ રહસ્ય ખૂલી શકે છે અને તેણે પોલીસની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે તેમ છે. જેથી તેણે તે માટે પણ તૈયારીઓ કરી રાખી હતી. પૂછપરછ દરમિયાન હિંદી જાણતો હોવા છતાં તે અંગ્રેજીમાં વાત કરતો હતો. સાથે એ પણ જાણતો હતો કે પોલીસ સામે આપવામાં આવેલ નિવેદન ક્યાંય માન્ય ગણાતું નથી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં