Tuesday, October 8, 2024
More
    હોમપેજદુનિયામધ્ય અફઘાનિસ્તાનના શિયા બહુલ વિસ્તારમાં ઘાતક હુમલો, 14નાં મોત: ISKPએ સ્વીકારી જવાબદારી

    મધ્ય અફઘાનિસ્તાનના શિયા બહુલ વિસ્તારમાં ઘાતક હુમલો, 14નાં મોત: ISKPએ સ્વીકારી જવાબદારી

    છેલ્લા ત્રણ વર્ષમાં આતંકી સંગઠન ISKP શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદો અને શિયા વિસ્તારોમાં હુમલા કરી ચૂક્યું છે.

    - Advertisement -

    મધ્ય અફઘાનિસ્તાનના એક વિસ્તારમાં (Afghanistan) જ્યાં શિયા મુસ્લિમોની (Shia Muslim) બહુમતીનો વિસ્તાર છે ત્યાં 12 સપ્ટેમ્બરે (ગુરૂવાર) હુમલો (Attack) થયો. આ આતંકી હુમલામાં 14 શિયા મુસ્લિમોએ જીવ ગુમાવ્યો હતો, તથા 4 ઘાયલ થયા હતા. આતંકી સંગઠન તાલિબાનના (Taliban) નિયંત્રણ હેઠળ રહેલા અફઘાનિસ્તાનમાં આ વર્ષ દરમિયાન થયેલો સૌથી ઘાતક હુમલો છે. તાલિબાનો આ હુમલો થયો છે એવું સ્વીકારે તે પહેલાં જ ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન પ્રોવિનેન્સ (ISKP) દ્વારા હુમલાની જવાબદારી સ્વીકારી લેવામાં આવી હતી.

    મધ્ય અફઘાનિસ્તાન સ્થિત શિયા બહુમતી ધરાવતા પ્રાંત ઘોર અને દાઈકુંડી વચ્ચે મુસાફરી કરી રહેલા શિયા મુસ્લિમો પર આ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. IS ગ્રુપે જણાવ્યું હતું કે હુમલામાં મશીન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તથા તાલિબાનોએ આપેલ આંકડા કરતાં વધારે લોકો મૃત્યુ પામ્યા હોવાનો પણ દાવો કર્યો હતો.

    અહેવાલો અનુસાર, ઈરાકના કરબલામાં આવેલ શિયાના પવિત્ર સ્થળેથી યાત્રાળુઓ પરત ફરી રહ્યા હતા, તેમનું સ્વાગત કરવા એક જૂથ ત્યાં એકઠું થયું હતું એ દરમિયાન IS ગ્રુપના આતંકીઓએ મશીન ગનથી આ લોકો પર હુમલો કરી દીધો હતો. જેમાં 14 લોકોનાં મૃત્યુ થયાના તથા 4 ઘાયલ થયાના અહેવાલ મળ્યા હતા.  

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે આતંકી સંગઠન IS ગ્રુપ દ્વારા વારંવાર શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવતા રહ્યા છે. આતંકી સંગઠન ISના આતંકીઓ શિયાઓને વિધર્મી માને છે, જોકે તે આતંકી સંગઠન તાલિબાનનું પણ વિરોધી છે. અહેવાલ મુજબ આ મહિનાની શરૂઆતમાં પણ ISના હુમલામાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા. ISKP એ અફઘાનિસ્તાન અને મધ્ય એશિયામાં સક્રિય આતંકવાદી સંગઠન છે, જે ISISની જ એક શાખા છે. તેના આતંકવાદીઓ છાશવારે તાલિબાનો અને શિયાઓ વિરુદ્ધ હુમલા કરતા રહે છે.

    છેલ્લા ત્રણ વર્ષમાં આતંકી સંગઠન ISKP શાળાઓ, હોસ્પિટલો, મસ્જિદો અને શિયા વિસ્તારોમાં હુમલા કરી ચૂક્યું છે. એપ્રિલની શરૂઆતમાં IS જૂથે પશ્ચિમ હેરાતમાં એક મસ્જિદની અંદર અફઘાનિસ્તાનના લઘુમતી શિયા સમુદાયના સભ્યોને નિશાન બનાવીને ઘાતક ગોળીબાર કર્યો હતો. જેના પરિણામે છ લોકોનાં મોત થયાં હતાં.

    હેરાત પ્રાંતના ગવર્નરના પ્રવક્તા મૌલવી નેસાર અહમદ અલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં એક મહિલા અને એક બાળક હતાં, જ્યારે ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. પછીથી IS જૂથે તેની ટેલિગ્રામ ચેનલ દ્વારા હુમલો તેમણે જ કર્યો એવી જાહેરાત કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં