Tuesday, October 8, 2024
More
    હોમપેજરાજકારણ'ઇન્શાહલ્લાહ, અમારી સરકાર બનતા જ મેવાત છોડવું પડશે': નૂહ હિંસાના આરોપી એવા...

    ‘ઇન્શાહલ્લાહ, અમારી સરકાર બનતા જ મેવાત છોડવું પડશે’: નૂહ હિંસાના આરોપી એવા કોંગ્રેસી ધારાસભ્ય મામન ખાને વિધાનસભા ચૂંટણી પહેલા હિંદુઓને આપી આડકતરી ધમકી

    હરિયાણાના મેવાત ક્ષેત્રના નૂહમાં હિંદુઓની શોભાયાત્રા પર થયેલા હુમલાના આરોપી એવા મામન ખાને એક સ્થાનિક ગામમાં સભા આયોજી હતી. અહીં જ તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે જે જાલીમોએ આપણા બાળકો સાથે અન્યાય કર્યો છે, તેમને મેવાત છોડવું જ પડશે.

    - Advertisement -

    હરિયાણાના નૂહ ખાતે બ્રજમંડલ યાત્રા દરમિયાન ભડકેલી હિંદુ વિરોધી હિંસાના (Nuh violence) આરોપી અને કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA Maman Khan) ફરી એક વાર વિવાદોમાં છે. વિધાનસભા ચૂંટણી પ્રચારમાં મામન ખાને ધમકીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હરિયાણામાં જેવી કોંગ્રેસની સરકાર બનશે કે અન્યાય કરતા લોકોને મેવાત છોડવું પડશે જેમના કારણે તેમના બાળકો હેરાન થયા છે. તેમના આ નિવેદન બાદ ભાજપ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે હરિયાણાના મેવાત ક્ષેત્રના નૂહમાં હિંદુઓની શોભાયાત્રા પર થયેલા હુમલાના આરોપી એવા મામન ખાને એક સ્થાનિક ગામમાં વિધાનસભા ચૂંટણીને લઈને (Haryana Assembly Election) સભા આયોજી હતી. અહીં જ તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, “જે જાલીમોએ આપણા બાળકો સાથે અન્યાય કર્યો છે, તેમને મેવાત છોડવું જ પડશે.” તેમની આ વાત સાંભળીને સભામાં હાજર લોકો ચિચિયારીઓ પડતા નજરે પડ્યા હતા. મામન ખાનનો આ નિવેદનનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

    આ વિડીયોમાં તેમને કહેતા સાંભળી શકાય છે કે, “સમય આવશે, સરકાર બનશે, ઇન્શાહ્લ્લાહ… જે જાલીમોએ અમારા બાળકો સાથે અન્યાય કર્યો છે, મને એક-એકની ખબર છે. એક-એક ને ઓળખું છું, કોઈ પણ સંજોગોમાં બક્ષિશ નહીં. તેમને મેવાત છોડવું પડશે…બહાર જવું જ પડશે.” તેમની આ વાત સાંભળી હાજર લોકોએ ચિચિયારીઓ પાડીને તેમને સમર્થન આપ્યું હતું.

    - Advertisement -

    ભાજપે આપી આકરી પ્રતિક્રિયા

    નૂહ હિંસાના આરોપી મામન ખાને આપેલા આ નિવેદન બાદ ભાજપ આ મામલે આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ભાજપે કોંગ્રેસ પાર્ટી અને તેમના આ ઉમેદવારનો વિરોધ કર્યો છે. બીજી તરફ નૂહના ભાજપ ઉમેદવાર સંજય સિંહે આ મામલે પ્રતિક્રિયા આપતા મામન ખાનને પડકાર ફેંક્યો છે કે હિમ્મત હોય તો એક પણ વ્યક્તિને હાથ લગાવીને જોવો. સાથે જ તેમણે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આ પ્રકારના ભડકાઉ અને ધમકીભર્યા નિવેદનો આપવા બદલ મામન ખાનને અયોગ્ય ઘોષિત કરીને તેમને ચૂંટણી ન લડવા દેવામાં આવે.

    કોણ છે મામન ખાન?

    31 જુલાઈ 2023ના રોજ, હરિયાણાના મેવાતના નૂહમાં ઈસ્લામિક ટોળાએ હિંદુઓની ધાર્મિક યાત્રા પર હુમલો કરી દીધો હતો. આ જ કેસ મામલે 14 સપ્ટેમ્બર 2023ની રાત્રે SITએ રાજસ્થાનના જયપુરથી મામન ખાનની ધરપકડ કરી હતી. તેઓ મેવાતની ફિરોઝપુર ઝિરકા સીટથી કોંગ્રેસ ધારાસભ્ય છે. તેમના પર લોકોને નૂહ હિંસા માટે ઉશ્કેરવાનો આરોપ છે. ધરપકડથી બચવા માટે મામન ખાને હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી. પરંતુ કોર્ટે ધરપકડ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. નોંધનીય છે કે મામન ખાન હાલ જામીન પર બહાર છે અને તેમના પર લાગેલા આરોપો હજુ યથાવત છે.

    નૂહમાં હિંદુ ભક્તો પર ઇસ્લામી ભીડે કર્યો હતો હુમલો

    31 જુલાઈ, 2023ના રોજ, હરિયાણાના મેવાતના નૂહ જિલ્લામાં હિંદુ સંગઠનો શ્રાવણના પવિત્ર સોમવારે બ્રજમંડલ જલાભિષેક યાત્રા કાઢી રહ્યા હતા. આ દરમિયાન ઘાત લગાવીને બેઠેલા ઈસ્લામિક તોફાનીઓએ તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. પથ્થરમારો, ફાયરિંગ અને આગચંપી થઈ હતી.

    ઇસ્લામિક તોફાનીઓએ નલ્હડ મંદિરને ત્રણ બાજુથી ઘેરી લીધું અને ગોળીબાર કર્યો હતો. જેના કારણે 1500થી વધુ હિંદુઓ મંદિરમાં ફસાયા હતા. એવો આરોપ છે કે ઈસ્લામવાદીઓએ હિંદુઓને ઘેરીને તેમની હત્યા કરવાની યોજના બનાવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં