Monday, October 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપાડોશના ઘરે એસી રિપેર કરવા જતો હતો અખ્તર હુસૈન, 5 વર્ષીય બાળકીને...

    પાડોશના ઘરે એસી રિપેર કરવા જતો હતો અખ્તર હુસૈન, 5 વર્ષીય બાળકીને લિફ્ટમાં લઇ જઈને કર્યું યૌન શોષણ: લોકોએ પકડીને પોલીસને સોંપી દીધો

    બાળકી સાથે થયેલી અત્યાચારની જાણ થતાં જ પરિવારજનો અને પડોશીઓ ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. આરોપી અખ્તર ભાગી છૂટે તે પહેલાં જ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો.

    - Advertisement -

    મહારાષ્ટ્રના રાયગઢથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં તલોજામાં એક મહોમ્મદ અખ્તર હુસૈન નામના ઈસમે એક ઘરની બહાર રમતી 5 વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આરોપી પીડિત બાળકીના પાડોશમાં એસી રિપેરના કામ અર્થે આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    અહેવાલો મુજબ પોલીસે જણાવ્યું હતું કે, જે મહોમ્મદ હુસેને બાળકીનો બળાત્કાર કર્યો તેની ઉમર 19 વર્ષની છે અને તે એસી રિપેર કરવાનો ધંધો કરે છે. તે અવારનવાર પીડિત બાળકીના પડોશમાં કામ માટે આવતો હતો. દરમ્યાન એકવાર બાળકીને રમતા જોઇને આરોપીની અંદરનો હેવન જાગી ગયો હતો અને બાળકીને ફોસલાવીને લિફ્ટમાં લઈ ગયો હતો. જ્યાં મોહમ્મદ હુસૈને આ 5 વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું હતું. ઘરે પહોંચ્યા બાદ બાળકીને ઉલ્ટી થવા લાગતા તેણે આ આખી ઘટના તેની માતાને જણાવી હતી. બાળકી સાથે થયેલી અત્યાચારની જાણ થતાં જ પરિવારજનો અને પડોશીઓ ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. આરોપી અખ્તર ભાગી છૂટે તે પહેલાં જ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો.

    આ દરમિયાન પીડિત બાળકીએ પણ આરોપીને ઓળખી બતાવ્યો હતો. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ તેણે પોલીસના હવાલે કરી દીધો હતો. હાલ પોલીસે આરોપી મહોમ્મદ અખ્તર હુસૈનની ધરપકડ કરી લીધી છે. આ પહેલા તે બળાત્કારના અન્ય કોઈ ગુના આચરી ચૂક્યો છે કે કેમ તે મામલે પણ તપાસ કરી રહી છે.

    - Advertisement -

    નોંધનીય છે કે થોડા દિવસો પહેલા શાહનવાઝ (19 વર્ષ) નામના વ્યક્તિએ મહારાષ્ટ્રના પાલઘરમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે યુવતીને ચોકલેટની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર બાદ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બળાત્કાર બાદ શાહનવાઝે યુવતીને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તે તેને મારી નાંખશે. બાળકી રડતી-રડતી ઘરે પહોંચી તો તેના માતા-પિતાને બળાત્કારની જાણ થઈ. યુવતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને પોલીસનો સંપર્ક કરી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

    આ કેસમાં હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઘટનાની વિગતો મળતાં જ રિપોર્ટને અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં