દારૂ નીતિ કૌભાંડમાં સપડાયેલા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાલ CBI પૂછપરછ કરી રહી છે તો બીજી તરફ તેમની સામે થઇ રહેલી આ કાર્યવાહીનો આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે. આ જ વિરોધ દરમિયાન ભાન ભૂલેલા AAP કાર્યકર્તાઓએ પીએમ મોદી વિરુદ્ધ આપત્તિજનક નારાબાજી કરી હતી.
AAP workers shouting “Modi Mar Gaya”
— Ankur Singh (@iAnkurSingh) February 26, 2023
Congress raised slogans “Modi teri kabr khudegi”
AAP and Congress intentions are clear pic.twitter.com/A6WiV05FEo
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળે છે કે દિલ્હીના ફતેહપુર બેરી પોલીસ મથકે વિરોધ કરતા અમુક આમ આદમી પાર્ટી કાર્યકરોની અટકાયત કરીને એક બસમાં લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન એક મહિલા મનિષ સિસોદિયાના સમર્થનમાં નારા લગાવે છે.
બે-ત્રણ વખત સિસોદિયાના સમર્થનમાં નારા લગાવ્યા બાદ મહિલા ‘મોદી મર ગયા..હાય..હાય’ના નારા લગાવતી જોવા મળે છે અને અન્ય લોકો પણ ત્યારબાદ દોહરાવે છે.
મોદી વિરુદ્ધ આપત્તિજનક નારાબાજીને લઈને ભાજપે AAP પર પ્રહાર કર્યા છે. ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ ઘટનાને શરમજનક ગણાવીને કહ્યું કે પહેલાં ભ્રષ્ટાચાર, પછી અત્યાચાર અને હવે દુરાચાર થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, દારૂ કૌભાંડના બચાવ માટે પહેલાં ઉજવણી કરવામાં આવી, પછી વિક્ટિમ કાર્ડ રમાયા અને હવે ગાળોનું રાજકારણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
First do Brashtachar
— Shehzad Jai Hind (@Shehzad_Ind) February 26, 2023
Then Atyachaar
Now such Durachar
After Congress now AAP workers use obnoxious slogans against PM Modi
“Modi Marr Gaya” chants!
1st Celebration of Corruption , then victim card & now gaali politics? To defend Sharab Ghotala? Shameful!! pic.twitter.com/BuZO8DvrpN
ઉલ્લેખનીય છે કે દિલ્હીના દારૂ નીતિ કૌભાંડ મામલે આજે સીબીઆઈએ મનિષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ પહેલાં પણ તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ તેઓ બજેટનું બહાનું કાઢીને હાજર થયા ન હતા. હવે આજે તેઓ હાજર થયા છે. તે પહેલાં અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ તેમના માટે ટ્વિટ કરી રહ્યા છે અને એક ટ્વિટમાં તો કેજરીવાલે એમ પણ કહી દીધું હતું કે મનિષ સિસોદિયા જેલમાંથી જલ્દી પરત ફરે તેવી તેઓ પ્રાર્થના કરશે.
એક તરફ મનિષ સિસોદિયાની પૂછપરછ ચાલી રહી છે અને બીજી તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે પોલીસે CrPCની કલમ 144ના ઉલ્લંઘન બદલ અનેકની અટકાયત પણ કરવી પડી હતી.
હજુ બે દિવસ પહેલાં જ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કોંગ્રેસીઓએ પણ આપત્તિજનક નારાબાજી કરી હતી. પીએમ મોદીના પિતા વિશે ટિપ્પણી કરનાર કોંગ્રેસી નેતા પવન ખેડાને પકડવા માટે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલી આસામ પોલીસના વિરોધમાં કોંગ્રેસીઓ વિમાનની બાજુમાં જ વિરોધ કરવા બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવ્યા હતા.
જોકે, આ નારાબાજી બાદ પીએમ મોદીએ તેમની મેઘાલય ખાતેની સભામાં જવાબ પણ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસીઓ નિરાશામાં ડૂબી ગયા છે અને આવા નારા લગાવી રહ્યા છે પરંતુ ભારતનો ખૂણેખૂણો એક અવાજ કરી રહ્યો છે કે- ‘મોદી તેરા કમલ ખિલેગા.’