Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુસ્તાનનો ખૂણેખૂણો કહી રહ્યો છે ‘મોદી તેરા કમલ ખીલેગા’: ‘કબર ખુદેગી’ના નારા...

    ‘હિંદુસ્તાનનો ખૂણેખૂણો કહી રહ્યો છે ‘મોદી તેરા કમલ ખીલેગા’: ‘કબર ખુદેગી’ના નારા લગાવનારા કોંગ્રેસીઓ પર પીએમ મોદીએ સાધ્યું નિશાન, કહ્યું- તેઓ નિરાશામાં ડૂબી ગયા છે

    પવન ખેડાને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા બાદ કોંગ્રેસી નેતાઓ વિમાન પાસે જ બેસી ગયા હતા અને ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવ્યા હતા.

    - Advertisement -

    ગુરુવારે (23 ફેબ્રુઆરી, 2023) કોંગ્રેસી નેતાઓએ દિલ્હી એરપોર્ટ પર બેસીને નારાબાજી કરી હતી. આ દરમિયાન નેતાઓએ વડાપ્રધાન વિરુદ્ધ ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા પણ લગાવ્યા હતા. હવે આજે પીએમ મોદીએ વળતો પ્રહાર કર્યો છે.  

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે આપત્તિજનક ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા પવન ખેડાને ગઈકાલે દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. તેઓ કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે છત્તીસગઢના રાયપુર જઈ રહ્યા હતા. તેમની સામે આસામમાં એક FIR દાખલ કરવામાં આવી હતી, જેને લઈને આસામ પોલીસ તેમની ધરપકડ માટે પહોંચી હતી. 

    પવન ખેડાને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા બાદ કોંગ્રેસી નેતાઓ વિમાન પાસે જ બેસી ગયા હતા અને ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવ્યા હતા. જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

    - Advertisement -

    આ નારાને લઈને પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાને કહ્યું કે નિરાશામાં ડુબેલા લોકો ‘મોદી તેરી કબર ખુદેગી’ના નારા લગાવી રહ્યા છે, પરંતુ ભારતની જનતા કહી રહી છે કે ‘મોદી તેરા કમલ ખિલેગા.’

    પીએમ મોદી મેઘાલયના શિલોન્ગમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યા હતા. દરમિયાન સંબોધનમાં તેમણે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને કહ્યું, “કેટલાક લોકો જેમને દેશે નકારી દીધા છે, જેમને દેશ હવે સ્વીકાર કરવા માટે તૈયાર નથી, જેઓ નિરાશામાં ડૂબેલા છે તેઓ આજકાલ માળા જપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે, ‘મોદી તેરી કબર ખુદેગી.”

    વડાપ્રધાને આગળ કહ્યું, “નિરાશામાં ડૂબેલા લોકો ભલે આમ કહી રહ્યા હોય પરંતુ દેશ કહી રહ્યો છે, હિંદુસ્તાનનો અવાજ કહી રહ્યો છે, હિંદુસ્તાનનો ખૂણેખૂણો કહી રહ્યો છે- ‘મોદી તેરા કમલ ખિલેગા.’ દેશની જનતા આ પ્રકારના વિકૃત વિચારો ધરાવનારાઓને, વિકૃત ભાષા બોલનારા લોકોને જડબાતોડ જવાબ આપશે અને મેઘાલય અને નાગાલેન્ડની જનતા પણ જવાબ આપવા જઈ રહી છે.”

    ‘મોદીને લોકો સાથે જોડાવા માટે કોઈ મેદાનની જરૂર નથી’

    તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીએ મેઘાલય સરકાર પર પીએમ મોદીની રેલી માટે પરવાનગી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને પણ પીએમ મોદીએ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “ભાજપ માટે તમારો આ પ્રેમ કેટલાક લોકોને પસંદ પડી રહ્યો નથી. તેમની ઊંઘ ઉડી ગઈ છે, તેમણે બહુ પ્રયાસો કર્યા કે અહીં રેલી ન થાય પરંતુ મેઘાલય સાથે જોડાવા માટે, તૂરાની જનતા સાથે જોડાવા માટે મોદીને કોઈ મેદાનની જરૂર નથી. તેમણે કહ્યું કે, મોદીને મેઘાલયવાસીઓએ પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં