Friday, May 3, 2024
More
    હોમપેજરાજકારણદારૂ કૌભાંડના સંબંધમાં AAP સાંસદના ઘરે EDના દરોડા: યુપી પોલીસ દ્વારા રાજદ્રોહના...

    દારૂ કૌભાંડના સંબંધમાં AAP સાંસદના ઘરે EDના દરોડા: યુપી પોલીસ દ્વારા રાજદ્રોહના આરોપોનો પણ સામનો કરી રહ્યા છે સંજય સિંઘ

    લ્હી દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં છે. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે દારૂ કૌભાંડમાં EDએ દાખલ કરેલી ચાર્જશીટમાં 3 જગ્યાએ સંજય સિંઘનું નામ છે.

    - Advertisement -

    મંગળવારે (3 ઓક્ટોબરે) દિલ્હી પોલીસના સ્પેશયલ સેલની ટીમોએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા અનેક પત્રકારોના ઠેકાણે રેડ પાડી હતી. દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ વગેરે શહેરોમાં કુલ 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યારે હવે ખબર એ આવી રહી છે કે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘના ઘરે EDએ દરોડા પાડયા છે. દરોડા પાડયા હોવાની માહિતી આપ સાંસદ સંજય સિંઘે જ પત્રકારોને આપી હતી.

    બુધવારે (4 ઓક્ટોબરે) વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આપ સાંસદ સંજય સિંઘના ઘરે પહોંચી હતી. હાલ EDની ટીમ તેમના ઘરે પર દરોડા પાડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ આ વર્ષના મે મહિનામાં પણ EDએ સંજય સિંઘના ઘરે દરોડા પાડયા હતા. તે સમયે તેમના સહયોગીઓના ઘર અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે દારૂ કૌભાંડના મામલે આ રેડ પાડવામાં આવી છે.

    સંજય સિંઘ સતત ED અને CBIને ઘેરતા જોવા મળે છે. તેઓ કહેતા રહ્યા છે કે કેન્દ્ર સરકાર કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરે છે. એવું જાણવા મળી રહ્યું છે કે આપ સાંસદના ઘરે ચાલી રહેલા દરોડા દિલ્હી દારૂ કૌભાંડ મામલે પાડવામાં આવ્યા છે. જોક, સંજય સિંઘ તરફથી કોઈપણ પ્રકારનું સત્તાવાર નિવેદન આવ્યું નથી અને ન તો આમ આદમી પાર્ટીએ આ અંગે કઈ કહ્યું છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે દિલ્હી દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં છે. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે દારૂ કૌભાંડમાં EDએ દાખલ કરેલી ચાર્જશીટમાં 3 જગ્યાએ સંજય સિંઘનું નામ છે. સાથે જ યુપી પોલીસ દ્વારા તેમના પર રાજદ્રોહનો આરોપ પણ છે. જોકે, હજુ સુધી ED તરફથી કોઈપણ અધિકૃત નિવેદન આવ્યું નથી. એજન્સીએ આ અંગે કોઈપણ જાણકારી આપી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં