Tuesday, March 4, 2025
More
    હોમપેજગુજરાતવર્ષોથી ધર્માંતરણના ઝેરમાં જકડાયેલ ડાંગમાં સનાતનના રક્ષક બન્યા બજરંગબલી: સુરતના ઉદ્યોગપતિ અને...

    વર્ષોથી ધર્માંતરણના ઝેરમાં જકડાયેલ ડાંગમાં સનાતનના રક્ષક બન્યા બજરંગબલી: સુરતના ઉદ્યોગપતિ અને પી.પી. સ્વામી મહારાજે શરૂ કર્યું ‘હનુમાન યાગ’ અભિયાન, 311 ગામોમાં સ્થાપ્યા હનુમાન મંદિર

    ગામમાં મંદિરો બનવાથી ઘણા બધા સકારાત્મક પરિવર્તનો ગામોમાં જોવા મળ્યા હતા. પી.પી. સ્વામીએ કહ્યું કે આનાથી બેનમૂન ફેરફાર થયો છે. તેમણે આગળ કહ્યું કે, સ્વાભાવિક છે કે આદિવાસી પરિવારોની અંદર દારૂનું વ્યસન ખુબ સહજ હોય છે, પરંતુ મંદિરના માધ્યમથી ઘણા પરિવારોની અંદર આ વ્યસનો દૂર થવા પામ્યા છે.

    - Advertisement -

    ગુજરાતના વનવાસી વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારોમાં ધર્માંતરણની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આ મામલે ગુજરાતના સૌથી નાના જિલ્લા ડાંગના લોકોએ આ મામલે અનોખી ઝુંબેશ ચલાવી છે. ડાંગ ગુજરાતમાં ધર્માંતરણનો ભોગ બનતા જિલ્લાઓમાંનો એક છે, જેમાં હાલ 40% વસ્તી ઇસાઇઓની થઇ ગઈ છે. ત્યારે ડાંગમાં સનાતન ધર્મનો ફેલાવો કરવા ‘હનુમાન યાગ’ નામક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

    ઉલ્લેખનીય બાબત છે કે ડાંગ પર પ્રકૃતિનો વિશેષ પ્રેમ છે, હરિયાળી અને નૈસર્ગિક સુંદરતાનો અહ્લાદક અનુભવ કરાવતો ડાંગ જિલ્લો પાછલા 20 વર્ષોથી સતત ધર્માંતરણનો ભોગ બની રહ્યો છે. ઘણી બધી ઇસાઇ સંસ્થાઓ જિલ્લામાં રહેતી ભોળી ભાળી પ્રજાને વાતોમાં ફસાવીને, લાલચ આપીને કે ભય ઉભો કરીને ધર્માંતરણ કરાવી રહી છે. જિલ્લાની 40% વસ્તી એટલે કે 1 લાખથી વધુ વસ્તી ઇસાઇ થઇ ચુકી છે. ત્યારે આ વિષયનું નિવારણ લાવવા માટે બજરંગબલીનો આશરો લેવામાં આવ્યો છે.

    સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગમાં વિકટ પરિસ્થિતિ જોઇને એક સંકલ્પ લીધો હતો. તેમણે ‘હનુમાન યાગ’ કરીને અભિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં આવેલા 3 તાલુકાના 311 ગામોમાં 311 હનુમાન મંદિર બનાવવામાં આવ્યા હતા. કુલ ₹40 લાખના ખર્ચે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના 14 મંદિરોનું લોકાર્પણ વર્ષ 2022માં જ કરી દેવાયું હતું.

    - Advertisement -

    હનુમાનજીની મૂર્તિ જોઇને લીધો સંકલ્પ, શરૂ કર્યું ‘હનુમાન યાગ’ અભિયાન

    તેમણે TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમે છેલ્લા ૩૦ વર્ષથી ડાંગ આહવામાં મેડિકલ કેમ્પ કરતા આવીએ છીએ. તો 2017માં અહિયાં કેમ્પ લઈને આવ્યા ત્યારે હું અને પી.પી સ્વામી ગાડીમાં જઈ રહ્યા હતા. એક ગામના પાદરમાં હનુમાનજી મહારાજની મૂર્તિ ઝાડના થડિયે પડી હતી. તો મેં સ્વામીજીને કીધું કે આપણા ભગવાન આમ ઘર વગરના બેસી રહે, અને આપણે ઘરમાં રહીએ એ કેટલું યોગ્ય?”

    તેમણે આગળ કહ્યું કે, “સ્વામીજીએ એમ કહ્યું કે કોણ કરે? આવું તો ઘણું બધું કરવાની જરૂર છે, મારાથી બોલી જવાયું કે આપણે કરીએ. તો એમણે કહ્યું કે આવા તો 300 ગામ છે, આપણે 300 કરીશું. બસ સેકન્ડોમાં આ બધા નિર્ણયો લેવાયા, એમાં હું નહોતો બોલ્યો, મારું ડીસીઝન નહોતું, એ હનુમાનજી મહારાજનું, ભગવાન શ્રીરામચંદ્રજીનું ડીસીઝન હતું. એમણે મારા થકી બોલાવ્યું.”

    મંદિરોથી આવ્યા સકારાત્મક પરિવર્તન

    ઉલ્લેખનીય છે કે ગામમાં મંદિરો બનવાથી ઘણા બધા સકારાત્મક પરિવર્તનો ગામોમાં જોવા મળ્યા હતા. પી.પી. સ્વામીએ કહ્યું કે આનાથી બેનમૂન ફેરફાર થયો છે. તેમણે આગળ કહ્યું કે, સ્વાભાવિક છે કે આદિવાસી પરિવારોની અંદર દારૂનું વ્યસન ખુબ સહજ હોય છે, પરંતુ મંદિરના માધ્યમથી ઘણા પરિવારોની અંદર આ વ્યસનો દૂર થવા પામ્યા છે.

    સકારાત્મક ફેરફારોના સ્વરૂપે ઘણા ગામોમાં દારૂ બનાવવાના કામકાજ પણ બંધ થઇ ગયા છે. જેના કારણે ગામડાઓમાં અને આદિવાસી કુટુંબોમાં પણ શાંતિ સ્થપાઈ છે. ગણેશ ચતુર્થી, નવરાત્રી, હોળી જેવા બધા તહેવારો આ મંદિરોના માધ્યમથી ઉજવાય છે. ગામમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે પહેલા બજરંગબલીના મંદિરની મુલાકાત લેવામાં આવે છે.

    ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને પી.પી સ્વામી મહારાજના આ અભિયાનના કારણે ધર્માંતરણનો ભોગ બનેલા ડાંગમાં ફરીથી સનાતન ઉભો થઇ રહ્યો છે, શાંતિ અને સહકારનો માહોલ સ્થાપાયો છે. કોઈ પણ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના લોકો મંદિરમાં જાય છે, તેથી સામાજિક ઉત્કર્ષ પણ થઇ રહ્યો છે. આ સિવાય ઘણા સંગઠનો ડાંગમાં જઈને સનાતનનો ફેલાવો કરવા પ્રયત્ન કરી રહ્યા છે.

    બે વર્ષ અગાઉ પણ સોનગઢમાં ધર્માંતરણનો ભોગ બની રહેલ આદિવાસીઓને બચાવવા બજરંગબલી વહારે આવ્યા હોય એવા સંજોગ બન્યા હતા. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં બુધવાડા ગામે 18 જૂન 2022માં હનુમાનજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠા વખતે આદિમ વર્ગમાંથી આવતા કોટવાડિયા સમાજના 6 પરિવારોના 35થી વધુ લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ ધર્મમાં ઘરવાપસી કરી છે. રાષ્ટ્રીય જનજાતિ મંચ, તાપી જિલ્લા દ્વારા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં