Saturday, October 12, 2024
More
    હોમપેજદેશકેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી હમણાં સુધી 147 મોત, 220 ગુમ: આર્મી, એરફોર્સ અને...

    કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી હમણાં સુધી 147 મોત, 220 ગુમ: આર્મી, એરફોર્સ અને NDRFની ટીમ ખડેપગે; રેસ્ક્યુ ઓપરેશનમાં 1000 લોકોનો આબાદ બચાવ

    વાયનાડમાં હાલમાં પણ ખરાબ હવામાન હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આર્મી, એરફોર્સ સહિતની રેસ્ક્યુ ટીમો ખડેપગે છે. પીડિત પરિવારો કાટમાળ નીચે દબાયેલા સ્વજનોને શોધી રહ્યા છે, ડ્રોન અને ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી રહી છે.

    - Advertisement -

    કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી (Landslide) હમણાં સુધીમાં 147 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોનો આંકડો સતત વધી રહ્યો છે. બીજી તરફ ભારતીય સેનાની (Indian Army) મદદથી 1000 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. તેમ છતાં મૃતકોનો આંકડો વધી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મંગળવારે (30 જુલાઈ) રાત્રિ સુધીમાં 80થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ હવે બુધવારે (31 જુલાઈ) સવારે 147 લોકોના મોત થયા હોવાના સમાચાર છે. રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) સતત ચાલી રહ્યું છે. ઉપરાંત હવામાન વિભાગે કેરળના 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.

    બુધવારે (31 જુલાઈ, 2024) કેરળના વાયનાડમાં (Wayanad) મૃતકોની સંખ્યા 147 સુધી પહોંચી ગઈ છે. ભયાનક ભૂસ્ખલનથી ભારે જાનહાનિ સર્જાઈ છે. સોમવારે (29 જુલાઈ) મોડી રાત્રે 4 અલગ-અલગ સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. જેમાં વાયનાડના ચાર ગામોમાં તેની ગંભીર અસર જોવા મળી હતી. સ્થાનિક મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં 147 લોકોના મોત થયા છે. 120 લોકો હાલ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 220 લોકો હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. બચાવકાર્ય માટે આર્મી, એરફોર્સ, SDRF, NDRFની ટીમો ઘટનાસ્થળ પર હાજર છે. સેનાએ મોડી રાત સુધીમાં લગભગ 1000 લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢીને નવજીવન આપ્યું છે.

    કેરળના આરોગ્ય મંત્રી વિના જોર્જ (Veena George) અનુસાર, હમણાં સુધીમાં 116 મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને 120 લોકો હાલ પણ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સાથે જ તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે. ઓનમનોરમાના (Onmanorama) રિપોર્ટ અનુસાર, માત્ર વાયનાડ જ નહીં, પરંતુ કેરળના 11 જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. તે 11 જિલ્લાઓમાં કાસરગોડ, કન્નુર, કોઝિકોડ, વાયનાડ, મલપ્પુરમ, પલક્કડ, ત્રિશૂર, ઈડુક્કી, એર્નાકુલમ, અલપુઝા અને પથાનામથિટ્ટાનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, હવામાન વિભાગે (Meteorological Department) કેરળના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. જેના પગલે બચાવકાર્યમાં પણ સમસ્યા સર્જાઈ શકે છે. વાયનાડમાં હાલમાં પણ ખરાબ હવામાન હોવાનું સામે આવ્યું છે. તેમ છતાં આર્મી, એરફોર્સ સહિતની રેસ્ક્યુ ટીમો ખડેપગે છે. પીડિત પરિવારો કાટમાળ નીચે દબાયેલા સ્વજનોને શોધી રહ્યા છે, ડ્રોન અને ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી રહી છે. હાલ પણ રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે, જો હવામાન વધુ ખરાબ થશે તો રેસ્ક્યુ ઓપરેશનને થોડા સમય માટે વિરામ પણ આપવામાં આવી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં