Thursday, March 6, 2025
More
    હોમપેજદેશદહેરાદૂનમાં 11 ગેરકાયદે મદરેસાઓને મરાયા તાળા, 500થી વધુ વિરુદ્ધ થઈ શકે કાર્યવાહી:...

    દહેરાદૂનમાં 11 ગેરકાયદે મદરેસાઓને મરાયા તાળા, 500થી વધુ વિરુદ્ધ થઈ શકે કાર્યવાહી: મુસ્લિમ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ, કહ્યું- મદરેસા માટે માન્યતા નથી આવશ્યક

    માન્યતા પ્રાપ્ત મદરેસાઓ રાજ્ય શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જ્યારે માન્યતા પ્રાપ્ત ન હોય તેવી મદરેસાઓ દારુલ ઉલૂમ નદવતુલ ઉલામા અને દારુલ ઉલૂમ દેવબંદ જેવા મોટા મદરેસાઓએ નિર્ધારિત કરેલ અભ્યાસક્રમનું પાલન કરે છે.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં (Uttarakhand) ગેરકાયદેસર મદરેસાઓ (Illegal Madrasa Seal) વિરુદ્ધ વહીવટીતંત્રે કાર્યવાહી તેજ કરી છે. અત્યાર સુધીમાં, એકલા દહેરાદૂનમાં (Dehradun) જ 11 ગેરકાયદેસર મદરેસા સીલ કરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, લગભગ 500થી વધુ મદરેસાઓની ઓળખ થઈ ચૂકી છે જેની સામે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.

    નોંધનીય છે કે આ કાર્યવાહી માત્ર ગેરકાયદેસર મદરેસાઓ સામે જ કરવામાં આવી રહી છે કારણ કે તપાસ દરમિયાન તેમની પાસેથી નોંધણીના દસ્તાવેજો મળ્યા નહોતા. મદરેસાઓ સીલ કરવાનો આદેશ 28 ફેબ્રુઆરીએ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી, ઉત્તરાખંડ મદરેસા બોર્ડ પાસે માન્યતા માટે લગભગ 88 અરજીઓ આવી હતી. જેમાંથી બોર્ડે અત્યાર સુધીમાં આમાંથી 51 મદરેસાને માન્યતા આપી છે.

    દેહરાદૂનમાં ગેરકાયદેસર મદરેસાઓ

    દેહરાદૂન જિલ્લા મેજિસ્ટ્રેટ સવિન બંસલે જણાવ્યું હતું કે સદર દેહરાદૂનમાં આવા 16 બિનનોંધાયેલ મદરેસા મળી આવી હતી, જ્યારે વિકાસનગરમાં 34, ડોઇવાલામાં 6 અને કલસીમાં 1 મદરેસા મળી આવી હતી. દહેરાદૂનમાં આવેલી 11 ગેરકાયદે મદરેસાઓ સીલ કરવામાં આવી છે.

    - Advertisement -

    તપાસ દરમિયાન, આ મદરેસાઓમાંથી નોંધણી સંબંધિત કોઈ દસ્તાવેજો મળ્યા નથી. ત્યારપછી, વહીવટીતંત્રે આ મદરેસાઓને સીલ કરવા માટે એક સંયુક્ત ટીમ બનાવી હતી. આ ટીમમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, લઘુમતી આયોગ અને મદરેસા બોર્ડના અધિકારીઓનો સમાવેશ થતો હતો.

    આ સંદર્ભમાં, વિકાસનગર તાલુકાના સબ-ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિનોદ કુમારે પણ નિવેદન આપ્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, તેમણે કહ્યું, “3 માર્ચથી 9 મદરેસા સીલ કરવામાં આવ્યા છે. અન્ય 2 સંસ્થાઓ ડોઇવાલા અને સદરમાં છે.”

    મુસ્લિમ સંગઠનોનો વિરોધ

    ઉલ્લેખનીય કે મુસ્લિમ સેવા સંગઠનના લોકો આ કાર્યવાહીથી નારાજ છે. તેના પ્રમુખ, નઈમ કુરેશીએ કહ્યું હતું કે, “મદરેસા ચલાવવા માટે કોઈ માન્યતાની જરૂર નથી. મદરેસાને સીલ કરતા પહેલા સંચાલકોને કોઈ આદેશ કે સૂચના આપવામાં આવી ન હોવાથી સીલ કરવું ગેરકાયદેસર છે. પ્રશાસને આનું કારણ પણ જણાવ્યું નથી.”

    તેમણે વધુમાં કહ્યું, “અમે મંગળવારે કલેક્ટર કચેરી ખાતે અને આજે મસૂરી દેહરાદૂન વિકાસ સત્તામંડળ ખાતે મસ્જિદને ગેરકાયદેસર રીતે સીલ કરવા સામે વિરોધ પ્રદર્શન કર્યું. અમે એક આવેદન પણ સુપરત કર્યું. અમે કહ્યું હતું કે જો તેઓ આ ગેરકાયદેસર સીલિંગ બંધ નહીં કરે, તો અમે સચિવાલયની બહાર વિરોધ કરીશું.”

    બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં નથી ભણાવાતો મુખ્ય પ્રવાહનો અભ્યાસક્રમ

    માન્યતા પ્રાપ્ત મદરેસાઓ રાજ્ય શિક્ષણ બોર્ડ હેઠળ આવે છે. જ્યારે માન્યતા પ્રાપ્ત ન હોય તેવી મદરેસાઓ દારુલ ઉલૂમ નદવતુલ ઉલામા અને દારુલ ઉલૂમ દેવબંદ જેવા મોટા મદરેસાઓએ નિર્ધારિત કરેલ અભ્યાસક્રમનું પાલન કરે છે. હવે ઉત્તરાખંડ સરકાર આવા બિનમાન્યતા પ્રાપ્ત મદરેસાઓ સામે કાર્યવાહી કરી રહી છે જેથી દરેક વિદ્યાર્થી મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શકે, બાળકો આધુનિકતાથી વાકેફ થઈ શકે, તેઓ NCERT અભ્યાસક્રમ ભણી શકે અને નવી વસ્તુઓ શીખી શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં