હોમપેજદેશ'ચાલતું રહેશે બુલડોઝર, નહિ બદલાય દેવભૂમિનું સ્વરૂપ': કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થવા...

‘ચાલતું રહેશે બુલડોઝર, નહિ બદલાય દેવભૂમિનું સ્વરૂપ’: કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થવા પર CM ધામીએ કરી ઑપઇન્ડિયા સાથે વાત, કહ્યું- નહિ બદલવા દઈએ ઉત્તરાખંડની ડેમોગ્રાફી

ઉત્તરાખંડમાં અત્યાર સુધી 6500 એકરથી વધુ જમીનને અતિક્રમણથી મુક્ત કરવામાં આવી છે અને 500થી વધુ ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી મઝારોને તોડી પાડવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ ઉત્તરાખંડના મુખ્યમંત્રી (Uttarakhand CM) તરીકેની જવાબદારી સાથે પુષ્કર સિંઘ ધામીએ (Pushkar Singh Dhami) કાર્યકાળના 4 વર્ષ પૂરા કર્યા છે. તેમના નેતૃત્વ હેઠળની સરકાર ગેરકાયદેસર મઝારો-બાંધકામો પર કાર્યવાહી, UCC જેવા કાયદા બનાવવા અને ડેમોગ્રાફિ જેહાદના કાવતરાઓ પર કાર્યવાહી કરવા માટે સતત સમાચારોમાં રહી છે. આ ઉપરાંત, રાજ્યમાં પર્યટનને પ્રોત્સાહન આપવાની બાબત હોય કે, ચારધામ યાત્રાને સુગમ બનાવવા કે પછી રાજ્યના સ્થાનિક લોકોના હિતોનું રક્ષણ કરવાની, આ તમામ કાર્યો પણ ધામી સરકારમાં જ કરવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાઓ પર ઑપઇન્ડિયાએ (OPINDIA) મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી સાથે એક ખાસ વાતચીત કરી છે.

ઉત્તરાખંડમાં અત્યાર સુધી 6500 એકરથી વધુ જમીનને અતિક્રમણથી મુક્ત કરવામાં આવી છે અને 500થી વધુ ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી મઝારોને તોડી પાડવામાં આવી છે. આ અંગે ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં CM ધામીએ જણાવ્યું કે, રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝરની કાર્યવાહી આમ જ ચાલુ રહેશે. રાજ્યની સરકારી જમીનો પરનું અતિક્રમણ પણ દૂર કરવામાં આવ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં ગેરકાયદેસર બાંધકામો સામે થયેલી તમામ કાર્યવાહી સપૂર્ણ કાયદાકીય રીતે કરવામાં આવી છે.

CM પુષ્કર સિંઘ ધામીએ જણાવ્યું કે, તેમના બધા જ કામ સનાતન ધર્મના પ્રચાર અને વિકાસ સંબધિત હોય છે. ઉત્તરાખંડમાં વસ્તી અસંતુલન (Demographic Change) અંગે તેમણે સ્પષ્ટતા કરી કે, તેઓ રાજ્યમાં આ પ્રકારના પરિવર્તનને ક્યારેય થવા નહીં દે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓની ઘૂસણખોરી અંગે તેમણે કહ્યું કે, હવે તેમને ઓળખવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, અને તેમના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય કાગળો પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે. 

- Advertisement -

CM ધામીએ એમ પણ કહ્યું કે, આ સરકારની આ કાર્યવાહી ફક્ત ઘુસણખોરોને ઓળખવા અને તેમને હાંકી કાઢવા સુધી જ મર્યાદિત નથી. પરંતુ આવા ઘુષણખોરોને દસ્તાવેજો બનાવી આપનાર અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં, CM ધામીએ એ પણ સ્પષ્ટ કર્યું કે જે લોકો તેમના અતિક્રમણ વિરોધી અભિયાનો અથવા લેન્ડ જેહાદ રોકવાના પ્રયાસો સામે વાંધો ઉઠાવી રહ્યા છે, તેઓ બસ કામમાં અડચણો ઉભી કરવામાં ખુશ છે. તેમણે કોંગ્રેસનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે, જનતા સતત તેમને જવાબ આપી રહી છે. 

CM ધામીએ ઑપઇન્ડિયા સાથે રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેમની સરકારે આગામી અર્ધ કુંભના કાર્યક્રમ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ વખતે ચારધામની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા 38 લાખ સુધી પહોંચી ગઈ છે, પરંતુ વ્યવસ્થાને વધુ સરળ બનાવવા માટે હજી વધુ સુવિધા પૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યા છે. કૈંચી ધામ ખાતે થતા જામ અંગે તેમણે કહ્યું કે, ત્યાના બાયપાસનું કામ ખૂબ ઝડપી ચાલી રહ્યું છે, જે ટૂંક જ સમયમાં પૂર્ણ થશે.

CM પુષ્કર સિંઘ ધામીએ મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર પણ વાત કરી અને કહ્યું કે મહિલાઓની સુરક્ષા પણ ખુબ જ મહત્વની છે. તેમણે કહ્યું કે તેમની સરકાર આગામી સમયમાં આ વિષયો પર વધુ કામ કરવા જઈ રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં