Sunday, September 8, 2024
More
    હોમપેજરાજકારણઅમેરિકન ઉપરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધી સાથે કરી ટેલિફોનિક વાત? કોંગ્રેસ નેતાને 'ઇન્ટરનેશનલ લીડર'...

    અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ રાહુલ ગાંધી સાથે કરી ટેલિફોનિક વાત? કોંગ્રેસ નેતાને ‘ઇન્ટરનેશનલ લીડર’ દર્શાવવાનો ઇકોસિસ્ટમનો વધુ એક પ્રયાસ નિષ્ફળ- જાણો વાસ્તવિકતા

    ભારતમાં કોંગ્રેસ સમર્થકો આ જુઠ્ઠાણું ફેલાવીને 'ક્રાંતિ' લાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ વારંવાર રાહુલ ગાંધીને 'આંતરરાષ્ટ્રીય નેતા' તરીકે લૉન્ચ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને દર વખતની જેમ આ વખતે પણ નિષ્ફળ જ રહ્યા છે.

    - Advertisement -

    શુક્રવાર (12 જુલાઈ, 2024)ની સાંજે સોશિયલ મીડિયાથી લઈને મીડિયા પોર્ટલો પર એક સમાચાર વહેતા થયા હતા કે, અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. કોંગ્રેસ ઇકોસિસ્ટમે આ ન્યૂઝને ‘ક્રાંતિકારી’ ગણાવીને તેનો ફેલાવો શરૂ કરી દીધો હતો. કોંગ્રેસ સાથે જોડાયેલા સોશિયલ મીડિયા હેન્ડલો સાથે પાર્ટી સમર્થક ‘પત્રકારો’ પણ આવો જ દાવો કરી રહ્યા હતા. ત્યાં સુધી કે, કેટલાક મીડિયા પોર્ટલોએ પણ આ સમાચારને ભારે ચલાવ્યા હતા. ‘ધ ઇકોનોમિક ટાઈમ્સ’, ‘ટાઈમ્સ નાઉ’, NDTV, ‘ધ ફેડરલ ન્યૂઝ’, ‘ડેક્કન હેરાલ્ડ’, ‘Outlook’, ‘ABP ન્યૂઝ’ અને ‘ટેલિગ્રાફ ઇન્ડિયા’એ આ સમાચારને હવા આપી હતી.

    આટલું જ નહીં, પરંતુ કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ આ સમાચારને ખૂબ ચલાવ્યા હતા. પોતાને લેખક ગણાવતા હર્ષ તિવારીએ દાવો કર્યો કે, લોકસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ રાહુલ ગાંધીનું ‘કદ’ ઘણું વધી ગયું છે. દુનિયા તેમને ભવિષ્યના વડાપ્રધાન તરીકે જોઈ રહી છે. ઇન્દિરા ગાંધીના સમર્થક રવિંદર કપૂરે પણ આ સમાચારને શેર કર્યા હતા. કોંગ્રેસના સૌથી વફાદાર પત્રકાર આદેશ રાવલે પણ આવો જ દાવો કર્યો હતો. ‘કોંગ્રેસ ટાસ્કફોર્સ’ સાથે જોડાયેલા અંકિત મયંકે લખ્યું કે, LoP બન્યા બાદ રાહુલ ગાંધી માટે કોઈ દેશના નેતાની આ પહેલી વાતચીત છે.

    નાગાલેન્ડના કોંગ્રેસ નેતા વેનિશા G કીબાએ પણ આ જ સમાચાર શેર કર્યા હતા. મોદી વિરોધી પોસ્ટ કરનારા ગરુરાજ અનજાને તો આ ઘટનાને ‘પરિવર્તન’ ગણાવ્યું હતું. અન્ય એક કોંગ્રેસ સમર્થકે રાહુલ ગાંધીને ‘શેડો PM’ ગણાવી દીધા હતા. ‘ABP ન્યૂઝ’ના આશિષ સિંઘે પણ આ સમાચારને શેર કર્યા હતા. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ના રાજકીય સંપાદક વિનોદ શર્માએ તો તેવું કહી દીધું કે, ‘ચંપૂ મીડિયા’ આના પર કઈ નથી બોલી રહ્યું, માત્ર ઇમરજન્સીનું રટણ લગાવીને બેઠું છે. જોકે, આ દાવામાં બોલવા જેવું પણ કઈ હતું નહીં.

    - Advertisement -

    શું છે વાસ્તવિકતા?

    રાહુલ ગાંધીને લઈને ફેલાઈ રહેલા આ સમાચારે તૂત ત્યારે પકડયું, જ્યારે ‘પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા’એ તેના વિશે પોસ્ટ કરી. સમાચાર એજન્સીના સિન્ડીકેટ ફીડનો ઉપયોગ વામપંથી પ્રોપગેન્ડા અખબાર ‘ધ ટેલિગ્રાફ’એ પણ આવા જ દાવા કરવા માટે કર્યો હતો. પરંતુ આ સમાચાર ફેલાયાના થોડા જ કલાકોમાં તેની પોલ ખૂલી ગઈ હતી. વાસ્તવમાં કમલા હેરિસે રાહુલ ગાંધી સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરી જ નથી. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટની વેબસાઇટ પર પણ આ વિશેની કોઈ માહિતી મળી નથી અને ના તો અમેરિકી મીડિયાએ આવા સમાચાર ચલાવ્યા છે.

    અમેરિકામાં સમાચાર એજન્સી PTIના ચીફ કૉરેસ્પોન્ડેટ લલિત K ઝાએ અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટના કાર્યાલય પર વાત કરી હતી. અમેરિકી વાઇસ પ્રેસિડેન્ટ ઓફિસ તરફથી તેમને કહેવામાં આવ્યું છે કે, “આ સમાચાર ખોટા છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રાહુલ ગાંધી સાથે કોઈ વાતચીત કરી નથી.” બીજી તરફ ભારતમાં કોંગ્રેસ સમર્થકો આ જુઠ્ઠાણું ફેલાવીને ‘ક્રાંતિ’ લાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ વારંવાર રાહુલ ગાંધીને ‘આંતરરાષ્ટ્રીય નેતા’ તરીકે લૉન્ચ કરવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને દર વખતની જેમ આ વખતે પણ નિષ્ફળ જ રહ્યા છે. જોકે, આવું ધડમાથા વગરનું જુઠ્ઠાણું ફેલાવવા માટે પણ હિંમત જોઈએ, જે કોંગ્રેસ ઇકોસિસ્ટમ સિવાય કોઈના હાથની વાત પણ નથી.

    આવું જ જુઠ્ઠાણું આ ઇકોસિસ્ટમે લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન ફેલાવ્યું હતું. રાહુલ ગાંધીએ ‘ન્યાય યાત્રા’ અટકાવીને UKની મુલાકાત લીધી હતી. ત્યારે પણ કોંગ્રેસના ઝાંબાઝ મશાલચીઓએ અફવા ફેલાવી હતી કે, રાહુલ ગાંધીને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીની આ UK મુલાકાતને લઈને પાર્ટીએ પણ એવું જ જાહેર કર્યું હતું કે, રાહુલને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ લેક્ચર આપવા માટે આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસના આ જુઠ્ઠાણાંનો ભાંડો ઑપઇન્ડિયાએ જ ફોડ્યો હતો. ઑપઇન્ડિયાની તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાહુલ ગાંધીને કોઇ અધિકારીક આમંત્રણ ન હતું અને તેમના જે કાર્યક્રમના ફોટા ફરી રહ્યા હતા તે કાર્યક્રમ એક ‘પેઈડ ઈવેન્ટ’ હતો. એટલે કે અમુક પૈસા આપીને સ્થળ ભાડે રાખવામાં આવ્યું હતું.

    ઑપઇન્ડિયાએ કેમ્બ્રિજ યુનિવર્સિટી સંલગ્ન જિસસ કૉલેજનો સંપર્ક કર્યો હતો. કોલેજ પ્રશાસન દ્વારા રાહુલ ગાંધી સંબંધિત તમામ બાબતોની જાણકારી આપવામાં આવી હતી. કૉલેજ તરફથી ઑપઇન્ડિયાને જણાવવામાં આવ્યું હતું કે, ‘કાર્યક્રમ બહારથી આયોજિત કરવામાં આવ્યો હતો, જે કમર્શિયલ બુકિંગ હતું. આ કાર્યક્રમના આયોજન કે તેને ભંડોળ આપવામાં કૉલેજ કોઈ પણ રીતે સામેલ ન હતી. આના પરથી સ્પષ્ટ થયું હતું કે કેમ્બ્રિજ યુનિવર્સિટીએ રાહુલ ગાંધીને કોઇ ‘સ્પેશિયલ લેક્ચર’ આપવા માટે બોલાવ્યા નહોતા. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અટકાવીને રાહુલ જેના માટે ગયા તે એક પેઈડ ઈવેન્ટ હતી. તેવું જ જુઠ્ઠાણું ઇકોસિસ્ટમે આ વખતે પણ ફેલાવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં