Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં વાહનો પર હુમલા બાદ ટોળાંએ ફૂંકી માર્યાં 2 પોલીસ મથક, રસ્તા...

    પાકિસ્તાનમાં વાહનો પર હુમલા બાદ ટોળાંએ ફૂંકી માર્યાં 2 પોલીસ મથક, રસ્તા પર તોડફોડ: 50નાં થયાં હતાં મોત, મોટાભાગના શિયા

    પાકિસ્તાનના પેશાવરમાં થયેલા હુમલા બાદ સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાની સરકારનો વિરોધ કર્યો હતો. જે બાદ અચાનક જ ટોળું ભડકી ઉઠ્યું હતું અને બજાર તરફ ભાગવા લાગ્યું હતું. બગ્ગન મુખ્ય બજાર પર પહોંચીને લોકોએ રસ્તા પર જ તોડફોડ શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    તાજેતરમાં જ પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તૂનખ્વાના (Khyber Pakhtunkhwa) પેશાવરમાં (Peshawar) એક હુમલામાં (Terrorist Attack) 50 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગના લોકો શિયા મુસ્લિમો હતા. આ ઘટના ગુરુવારે (21 નવેમ્બર) પેશાવરના એક ગ્રામીણ વિસ્તારમાં બનવા પામી હતી. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, હુમલા બાદ ભડકી ઉઠેલા લોકોએ બે પોલીસ સ્ટેશનો પણ સળગાવી દીધા છે. આ સાથે રસ્તાઓમાં પણ તોડફોડ કરીને આગ લગાવી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

    માહિતી અનુસાર, પાકિસ્તાનના પેશાવરમાં થયેલા હુમલા બાદ સ્થાનિક લોકો શુક્રવારે (22 નવેમ્બર) વિરોધ પ્રદર્શન કરીને પાકિસ્તાની સરકારનો વિરોધ કર્યો હતો. જે બાદ અચાનક જ ટોળું ભડકી ઉઠ્યું હતું અને બજાર તરફ ભાગવા લાગ્યું હતું. બગ્ગન મુખ્ય બજાર પર પહોંચીને લોકોએ રસ્તા પર જ તોડફોડ શરૂ કરી દીધી હતી. મુખ્ય બજારના પ્રવેશ દ્વાર ‘બાબ-એ-કુર્રમ’માં પણ ભારે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ પલચિનારમાં 2 પોલીસ સ્ટેશન પર લોકોએ હુમલો કરી દીધો હતો અને આગ લગાવી દીધી હતી.

    આદિવાસી નેતાઓએ વ્યક્ત કરી ચિંતા

    જલાલ બંગશ સહિત તુરી અને બંગશ સમુદાયના આદિવાસી નેતાઓએ આ હુમલાને લઈને ચિંતા પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, છેલ્લા દોઢ મહિનાથી તેઓ સરકારને સુરક્ષિત રસ્તા સુનિશ્ચિત કરવા માટેની માંગણી કરી રહ્યા છે. બે અઠવાડિયા પહેલાં મુખ્ય રાજમાર્ગને ફરીથી ખોલવા અને તેને સુરક્ષિત કરવા માટેની એક શાંતિ પ્રદર્શન રેલી યોજવામાં આવી હતી. જે બાદ તેમણે જણાવ્યું કે, સરકારે તેમને સુરક્ષાનું માત્ર આશ્વાસન જ આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બરમાં કુર્રમ જિલ્લામાં એક જમીનના ટુકડાને લઈને શિયા અને સુન્નીઓ એકબીજા પર તૂટી પડ્યા હતા અને તેમાં 50 લોકો માર્યા ગયા હતા.

    - Advertisement -

    નોંધવા જેવું છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના પેશાવરમાં ગુરુવારે (21 નવેમ્બર) મોટો હુમલો થવા પામ્યો હતો. જેમાં ભારે હથિયારોથી લેસ હુમલાખોરોએ યાત્રિકોને લઈ જઈ રહેલા ડઝનેક વાહનો પર ગોળીબાર કરી દીધો હતો. જેમાં હમણાં સુધીમાં લગભગ 50 લોકોના મોત થઈ ગયા હતા અને મોટાભાગના લોકો શિયા મુસ્લિમ સમુદાયના હતા. આ સાથે જ 20 લોકો ઘાયલ હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા. હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં