Saturday, May 4, 2024
More
    હોમપેજરાજકારણ‘લિકર પોલિસી કૌભાંડ ભાજપે આચર્યું, કેજરીવાલને ખોટી રીતે ફસાવાયા’: જેલમાંથી બહાર આવતાંની...

    ‘લિકર પોલિસી કૌભાંડ ભાજપે આચર્યું, કેજરીવાલને ખોટી રીતે ફસાવાયા’: જેલમાંથી બહાર આવતાંની સાથે જ સંજય સિંઘે કરી પ્રેસ કૉન્ફરન્સ, જામીનની શરતોનો ભંગ કર્યો હોવાની ચર્ચા

    સંજય સિંઘની આ પ્રેસ કૉન્ફરન્સ બાદ તેમને જામીન આપતી વખતે કોર્ટે નક્કી કરેલી શરતો વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કહેવાય રહ્યું છે કે સંજય સિંઘે જામીનની શરતોનો ભંગ કર્યો છે.

    - Advertisement -

    તાજેતરમાં જ જામીન પર બહાર આવેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંઘે શુક્રવારે (5 એપ્રિલ) એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. આ પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે સમગ્ર લિકર પૉલિસી કૌભાંડ ભાજપે જ આચર્યું હોવાના દાવા કરી દીધા અને આરોપો લગાવ્યા. સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનું પણ કહ્યું. 

    પ્રેસ કૉન્ફરન્સમાં સંજય સિંઘે દાવા કર્યા કે, કેજરીવાલની ષડ્યંત્ર રાચીને ધરપકડ કરવામાં આવી છે. તેમણે કેજરીવાલને દિલ્હીના લોકો માટે કામ કરતા ગણાવ્યા અને કહ્યું કે તેમને જેલમાં નાખવા પાછળ બહુ મોટું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. સમગ્ર દારુ કૌભાંડનો આરોપ તેમણે ભારતીય જનતા પાર્ટી પર લગાવી દીધો અને કહ્યું કે તેમાં ભાજપના શીર્ષ નેતૃત્વના લોકો તેમાં સામેલ છે. 

    આગળ તેમણે આંધ્ર પ્રદેશના સાંસદ મગુંટા શ્રીનિવાસુલુ રેડ્ડીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ વડાપ્રધાનના નજીકના વ્યક્તિ છે, એટલે લિકર કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા અગત્યની બની જાય છે. નોંધવું જોઈએ કે રેડ્ડી આંધ્રથી હાલ સાંસદ છે. તેઓ YSRCPમાંથી લડ્યા હતા, પરંતુ પછીથી તેલુગુ દેશમ પાર્ટીમાં સામેલ થઈ ગયા. 

    - Advertisement -

    આગળ આરોપો લગાવ્યા કે EDએ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંટાને જામીન આપવા બદલે આ કેસમાં અરવિંદ કેજરીવાલનું નામ લેવા માટે દબાણ કર્યું હતું. નોંધવું જોઈએ કે આ કેસમાં રાઘવની પણ ધરપકડ થઈ હતી, પરંતુ પછીથી તે સરકારી ગવાહ બની ગયો અને હાલ જામીન પર બહાર છે. સંજય સિંઘે આરોપ લગાવ્યો કે, તેણે 7 નિવેદનોમાંથી 6માં કેજરીવાલ વિશે કશું કહ્યું ન હતું અને સાતમા નિવેદનમાં પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું અને કેજરીવાલ વિરુદ્ધ નિવેદન આપ્યું. એવો દાવો કર્યો કે, 5 મહિનાના ટોર્ચર બાદ તેણે નિવેદન બદલીને કેજરીવાલ સામે નિવેદન આપ્યું હતું. 

    આગળ શરત રેડ્ડી નામના અન્ય એક વ્યક્તિનું નામ લઈને કહ્યું કે, “9 નવેમ્બર, 2022ના રોજ તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ કેજરીવાલને મળ્યા હતા, તો ના પાડી દીધી હતી. તેમનાં 12 નિવેદનો નોંધ્યાં અને 10 નવેમ્બરના રોજ ધરપકડ બાદ 6 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યા. છ મહિના પછી તેમને નિવેદન આપવા માટે કહેવામાં આવ્યું અને જણાવાયું કે નહિતર તેમનું જીવન જેલમાં જ જશે, તો તેમણે 25 એપ્રિલે કેજરીવાલ સામે નિવેદન આપ્યું.”

    જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે મૂકી હતી શરત

    સંજય સિંઘની આ પ્રેસ કૉન્ફરન્સ બાદ તેમને જામીન આપતી વખતે કોર્ટે નક્કી કરેલી શરતો વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને કહેવાય રહ્યું છે કે સંજય સિંઘે જામીનની શરતોનો ભંગ કર્યો છે. કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ટ્રાયલ કોર્ટે સંજય સિંઘની જામીન શરતો નક્કી કરતી વખતે જણાવ્યું હતું કે તેઓ આ કેસ કે તેમાં તેમની સંડોવણી વિશે કશું જ જાહેરમાં બોલશે નહીં. પરંતુ તેમણે બે જ દિવસમાં પ્રેસ કૉન્ફરન્સ કરી દીધી અને જાતજાતના આરોપો લગાવ્યા. 

    ઉલ્લેખનીય છે કે 3 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડના આરોપી સંજય સિંઘને જામીન આપ્યા હતા. તે પહેલાં EDને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ જામીનનો વિરોધ કરશે કે કેમ, પરંતુ એજન્સીએ કોઇ વિરોધ ન કરતાં કોર્ટે મેરિટ્સમાં પડ્યા વગર જામીન અરજી મંજૂર કરી હતી અને શરતો નક્કી કરવા માટે ટ્રાયલ કોર્ટને જણાવવામાં આવ્યું હતું. પરંતુ એક શરત મૂકવામાં આવી હતી કે તેઓ આ કેસમાં પોતાની ભૂમિકાને લઈને કોઇ ટિપ્પણી કરશે નહીં

    ત્યારબાદ ટ્રાયલ કોર્ટે શરતો નક્કી કરી હતી. જે અનુસાર, સંજય સિંઘે દિલ્હીથી બહાર જવાનું હોય ત્યારે પોતાના રૂટ વિશે જાણકારી આપવાની રહેશે અને લૉકેશન હંમેશા ઑન રાખવું પડશે. આ સિવાય ટ્રાયલ કોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ અનુસાર સંજય સિંઘને કેસમાં પોતાની ભૂમિકા વિશે કાંઈ પણ બોલવા પર રોક લગાવી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં