કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ વિશે કહ્યું છે કે તેમણે બાબરી ઢાંચો બનાવવા માટે જનતા પાસે પૈસા માંગ્યા હતા. કોંગ્રેસ તેમના નિવેદન પર હોબાળો મચાવી રહી છે. જોકે, આ એક ઐતિહાસિક હકીકત છે, જેનું વર્ણન ‘ધ ઇનસાઇડ સ્ટોરી ઓફ સરદાર પટેલ – ડાયરી ઓફ મણિબેન પટેલ’ પુસ્તકના પાના નંબર 24 પર કરવામાં આવ્યું છે.
પુસ્તકમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નેહરુ બાબરી ઢાંચાના નિર્માણ અંગે કેવી રીતે ચિંતિત હતા. તેઓ સરકારી ભંડોળનો ઉપયોગ કરવા પણ તૈયાર હતા, પરંતુ સરદાર પટેલે તેમને આમ કરતા અટકાવ્યા હતા. સરદાર પટેલે સોમનાથ મંદિરનું ઉદાહરણ પણ આપ્યું હતું, જે જાહેર દાનથી બનાવવામાં આવ્યું હતું. જોકે, નેહરુએ તેના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને પણ હાજરી આપતા અટકાવ્યા હતા.
નેહરુ ઈચ્છતા હતા કે બાબરી ઢાંચાના પુનર્નિર્માણમાં સરકારી પૈસા લાગે – રાજનાથ સિંઘ
રાજનાથ સિંઘે મંગળવારે ગુજરાતના સાધલી ગામમાં આયોજિત યુનિટી માર્ચ દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે નેહરુએ અયોધ્યામાં બાબરી ઢાંચાના નિર્માણ માટે સરકારી નિધિનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સખત વિરોધ કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું, “જ્યારે પંડિત જવાહરલાલ નહેરુએ બાબરી ઢાંચાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બાબરી ઢાંચા સરકારી ખર્ચેથી બનાવવી જોઈએ, ત્યારે પણ સરદાર પટેલે તેનો વિરોધ કર્યો હતો.”
રાજનાથ સિંઘના મતે સરદાર પટેલનું સ્પષ્ટ માનવું હતું કે ધાર્મિક સ્થળો પર સરકારી નાણાં ખર્ચ ન થવા જોઈએ. ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણમાં જનતાના દાનથી એકઠા થયેલા 30 લાખ રૂપિયા ખર્ચાયા હતા, તેમાં સરકારી પૈસો નહોતો લાગ્યો.
"NEHRU WANTED TO USE TAX PAYERS MONEY TO BUILD BABRI MASJID!"
— Rahul Shivshankar (@RShivshankar) December 3, 2025
Defence Minister Rajnath Singh's big revelation. The minister said it would have happened had Sardar Patel not put his foot down as he was against appeasement politics. pic.twitter.com/0szxk6MYvo
તેમણે કહ્યું કે સોમનાથ મંદિરની જેમ જ અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં પણ સરકારનો પૈસો નથી લાગ્યો અને તેનો સંપૂર્ણ ખર્ચ જનતાએ ઉઠાવ્યો છે. રાજનાથ સિંઘે એવો પણ દાવો કર્યો હતો કે સરદાર પટેલના મૃત્યુ પછી પંડિત નેહરુએ સૂચન કર્યું હતું કે તેમના સ્મારક માટે એકત્રિત કરાયેલા જાહેર ભંડોળનો ઉપયોગ ‘કુવાઓ અને રસ્તાના નિર્માણ’ માટે કરવામાં આવે.
નેહરુનું નામ આવતાં જ કોંગ્રેસની રડારોળ શરૂ
નેહરુનું નામ લેતાં જ કોંગ્રેસે રડારોળ શરૂ કરી દીધી છે. વિપક્ષ પણ બોખલાઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે બીજેપી ઐતિહાસિક તથ્યો કેવી રીતે રજૂ કરે છે, તે આખો દેશ જાણે છે.
VIDEO | Parliament Winter Session: On Defence Minister Rajnath Singh's 'Nehru sought public funds to build Babri Masjid' remark, Congress MP Imran Pratapgarhi (@ShayarImran) says, "Where did he even get such information from? He is the Defence Minister of the country. He has been… pic.twitter.com/QLs9aE7wWb
— Press Trust of India (@PTI_News) December 3, 2025
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે રાજનાથ સિંઘને આ માહિતી ક્યાંથી મળી? તેઓ દેશના સંરક્ષણ મંત્રી છે. મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ઐતિહાસિક સંદર્ભોમાં તેમણે પુરાવા સાથે વાત રજૂ કરવી જોઈએ.
જ્યારે કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ રાજનાથ સિંઘ પર ઐતિહાસિક તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
‘The Inside Story of Sardar Patel – Diary of Maniben Patel’માં ઉલ્લેખ
વાસ્તવમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘનો નેહરુ પરનો દાવો નક્કર પુરાવા પર આધારિત છે. તેમણે પોતાની છબીને અનુરૂપ સંપૂર્ણ ગંભીરતા સાથે આ દાવો કર્યો છે. ‘The Inside Story of Sardar Patel – Diary of Maniben Patel’ના પૃષ્ઠ નંબર 24માં તેનો ઉલ્લેખ છે. આ પુસ્તકમાં 1936થી 1950 સુધીના તમામ પત્રવ્યવહારનો ઉલ્લેખ છે.

પાનાં નંબર 24 પર લખ્યું છે કે જ્યારે નેહરુએ બાબરી ઢાંચા માટે પૈસાની વાત કરી ત્યારે સરદાર પટેલે કહ્યું કે સરકાર ઢાંચા બનાવવા માટે કોઈ પૈસા ન આપી શકે.
સરદાર પટેલે કહ્યું હતું કે સોમનાથ મંદિરના પુનરુદ્ધાર માટે જનતા પાસેથી ભંડોળ લઈને 30 લાખ રૂપિયા એકઠા થયા હતા. પટેલે નેહરુને કહ્યું કે મંદિરના પુનરુદ્ધારમાં કોઈ સરકારી પૈસા નથી લાગ્યા. તે એક ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. મુંશી તેના સભ્ય છે અને સરકારી નિધિનો કોઈ ઉપયોગ થયો નથી. તેના પર નેહરુ ચૂપ થઈ ગયા.
નેહરુએ બાબરી ઢાંચાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સરદાર પટેલે તેનો વિરોધ કરતાં કહ્યું હતું કે સોમનાથનું બાંધકામ એક અલગ મુદ્દો છે.
નેહરુએ હિંદુઓને રામ મંદિરથી ‘બેદખલ’ કરવાનો કર્યો પ્રયત્ન
જવાહરલાલ નેહરુ રામજન્મભૂમિ સ્થળ પર રહેલી મૂર્તિઓ હટાવવા માંગતા હતા. આ માટે તેમણે તત્કાલીન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને નિર્દેશ આપ્યો હતો. હિંદુ-મુસ્લિમ ઝઘડાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ કેકંદંગલથિલ કરુણાકરણ નાયર ઉર્ફે કે.કે. નાયકને સરકારે રામજન્મભૂમિ મુદ્દે રિપોર્ટ બનાવવા કહ્યું હતું. તેમણે પોતાના સહયોગી ગુરુદત્ત સિંઘને આ કામ સોંપ્યું હતું. ગુરુદત્ત સિંઘે 10 ઓક્ટોબર 1049માં રામજન્મભૂમિ પર રાજસી રામ મંદિર બનાવવાની ભલામણ કરી હતી.
તેમ છતાં રામજન્મભૂમિ સ્થળેથી મૂર્તિઓ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો. આ પર તત્કાલીન આઈ.સી.એસ. અધિકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટ કે.કે. નાયરે આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે ભાર મૂક્યો કે હિંદુઓ અહીં પૂજા કરે છે. મૂર્તિઓને અહીંથી હટાવી શકાય નહીં.
मुझे लगता है कि कांग्रेस के नेताओं को अपने ही नेताओं के बारे में जानकारी लेने की आदत छूट गई है। पढ़ना-लिखना छोड़ दिया है। नेहरू–गांधी के बारे में भी उन्हें पता नहीं होता है। रक्षामंत्री माननीय राजनाथ सिंह जी ने जो कहा है, कि नेहरु जी ने बाबरी मस्जिद बनवाने का प्रयास किया था और… pic.twitter.com/XBXdz9SnlQ
— Dr. Sudhanshu Trivedi (@SudhanshuTrived) December 3, 2025
આ કારણથી કોંગ્રેસ સરકારે તેમને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. પછીથી કોર્ટે તેમને ન્યાય આપ્યો અને આઈ.સી.એસ. અધિકારી તરીકે નોકરી પાછી મળવાની હતી, પરંતુ તેમણે નેહરુની આગેવાનીવાળી સરકારમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો.
વાસ્તવમાં કોંગ્રેસ શરૂઆતથી જ રામમંદિર વિરોધી રહી છે. બાબરી ઢાંચાના પુનરુદ્ધારની હિતૈષી કોંગ્રેસને હવે ઐતિહાસિક તથ્યો પણ ‘તોડી-મરોડી’ને રજૂ કરવામાં આવતાં હોય એવું લાગવા લાગ્યું છે. બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીના મતે નહેરુએ પોતે કહ્યું હતું કે જ્યારે તેઓ દક્ષિણ ભારતના મંદિરોના મોટા ઓરડાઓમાં જતા હતા ત્યારે તેમને ‘ડિપ્રેશન’ થતું હતું.
આનો ઉલ્લેખ તેમણે 17 માર્ચ 1959ના પોતાના ભાષણમાં કર્યો છે. વાસ્તવમાં સોમનાથ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં જવાથી તેમણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને પણ રોક્યા હતા. આમ કરીને તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ સોમનાથ મંદિરને ફરીથી બનાવવાની સંપૂર્ણ વિરુદ્ધ હતા.


