પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરીએ (Pradhan Mantri Museum and Library) દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત નહેરુના (Jawaharlal Nehru) અંગત પત્રો જે સોનિયા ગાંધીએ (Sonia Gandhi) લીધેલાં છે તે પરત માંગતો પત્ર લખ્યો હતો. મ્યુઝિયમે આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) પત્ર લખ્યો હતો. વર્ષ 2008માં UPA સરકાર દરમિયાન સોનિયા ગાંધીએ આ પત્રો મંગાવી લીધા હતા. પ્રધાનમંત્રી મ્યુઝિયમના સભ્ય અને ઈતિહાસકાર રિઝવાન કાદરીએ (Rizwan Kadri) નહેરુના પત્રો પરત માંગતો પત્ર લખ્યો હતો. આ પહેલા તેમણે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ આ અંગે પત્ર લખ્યો હતો. આ પત્રો નહેરુ અને એડવિના માઉન્ટબેટનના (Edwina Mountbatten) પત્રાચાર સબંધિત છે.
નોંધનીય છે કે રાહુલ ગાંધીને લખેલ આ પત્રમાં રિઝવાન કાદરીએ સોનિયા ગાંધીને આપેલા પત્રો, ફોટો કોપી અને ડિજિટલ કોપી પરત કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “હું આજે તમને પ્રધાનમંત્રી મ્યુઝિયમ અને લાઈબ્રેરી (PMML) વતી લખી રહ્યો છું, જે પહેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય (NMML) તરીકે ઓળખાતું હતું.”
What's in the missing cartons?
— News18 (@CNNnews18) December 16, 2024
BJP's @TomVadakkan2 shares his views with @akankshaswarups
Rizwan Kadri, PMML Society member, speaks to #CNNNews18's @Elizasherine about missing Nehru memorial documents #NehruMemorial #MissingDocuments pic.twitter.com/H4HmvavOgX
આગળ તેમણે લખ્યું કે, “જવાહરલાલ નહેરુ મેમોરિયલ ફંડે 1971માં જવાહરલાલ નહેરુના ખાનગી કાગળો PMMLને ઉદારતાથી ટ્રાન્સફર કરી દીધા હતા. આ દસ્તાવેજો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પૂરી પાડે છે. 2008માં, તત્કાલિન યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની વિનંતી પર PMMLમાંથી આ દસ્તાવેજોનો એક સંગ્રહ પરત મંગાવી લેવામાં આવ્યો હતો.”
આગળ તેમણે લખ્યું છે કે “અમે સમજીએ છીએ કે નહેરુ પરિવાર માટે આ દસ્તાવેજોનું વ્યક્તિગત મહત્વ હશે. જો કે, PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીમાં જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અરુણા આસફ અલી, વિજય લક્ષ્મી પંડિત, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવા વ્યક્તિત્વો સાથેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. સંશોધકોને આ પત્રવ્યવહારથી ઘણો ફાયદો થશે.”
રિઝવાન કાદરીએ પત્રમાં રાહુલ ગાંધીને કહ્યું, “મેં ઔપચારિક રીતે સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ આ દસ્તાવેજો PMMLને પરત કરે અથવા ડિજિટલ કોપી આપે અથવા સંશોધકોને સ્કેન કરવાની મંજૂરી આપે. વિપક્ષના નેતા તરીકે હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ધ્યાન આપો અને ભારતના ઐતિહાસિક વારસાના જતનની તરફેણ કરો.”