Monday, September 9, 2024
More
    હોમપેજદુનિયાબ્રિટનની સત્તામાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીની વાપસી, ઋષિ સુનકની પાર્ટીનો કારમો...

    બ્રિટનની સત્તામાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીની વાપસી, ઋષિ સુનકની પાર્ટીનો કારમો પરાજયઃ જાણો કોણ છે કીર સ્ટારમર, જે લાવ્યા છે આ સત્તા પરિવર્તન

    કીર સ્ટારમરનો જન્મ વર્ષ 1963માં એક મજૂર પરિવારમાં થયો હતો. તેમના પિતા ટૂલમેકર હતા, જ્યારે તેમની માતા નર્સ હતી.

    - Advertisement -

    બ્રિટનમાં (UK Election) છેલ્લા 14 વર્ષથી વિપક્ષમાં રહેલી લેબર પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. કીર સ્ટારમર (Keir Starmer)ના નેતૃત્વમાં લેબર પાર્ટી લગભગ બે તૃતીયાંશ બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે. તે જ સમયે, વર્તમાન વડા પ્રધાન ઋષિ સુનકની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

    તાજી જાણકારી મુજબ લેબર પાર્ટીએ (Labour Party) અત્યાર સુધીમાં 650 બેઠકોમાંથી 500 બેઠકો પરના પરિણામોની જાહેરાતમાં 348 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. આ સાથે નક્કી થઈ ગયું છે કે ઋષિ સુનક હવે વડાપ્રધાન નહીં રહે, કારણ કે પ્રચંડ બહુમતીથી જીતેલા લેબર પાર્ટીના કીર સ્ટારર હવે યુકેના નવા વડાપ્રધાન હશે.

    યુકેમાં, 650 સાંસદોની હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી સરકાર બનાવવા માટે પાર્ટીને 326 બેઠકોની જરૂર હોય છે, જેમાં લેબર પાર્ટી 400થી વધુ બેઠકો જીતતી દેખાઇ રહી છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને 410થી 460 બેઠકો મળવાનો અંદાજ છે. તે જ સમયે, તાજેતરના આંકડાઓ અનુસાર, 650માંથી 500 બેઠકોના પરિણામો આવી ગયા છે, જેમાંથી લેબર પાર્ટીએ 348 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી (Conservative Party) માત્ર 76 સીટો જીતી શકી હતી.

    - Advertisement -

    ઋષિ સુનકે આપી દીધું રાજીનામું

    યુકેના વડાપ્રધાન ઋષિ સુનકે (Rishi Sunak) તેમની પાર્ટીની કારમી હાર બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ 6 જુલાઈના રોજ રાજીનામું આપશે. આ સાથે તેણે કીર સ્ટારરને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.

    પોતાની સંસદીય બેઠક રિચમન્ડ અને નોર્થલેર્ટનમાં મતગણતરી સ્થળ પર પહોંચેલા ઋષિ સુનકે કહ્યું કે આજની રાત તેમની પાર્ટી માટે ખૂબ જ મુશ્કેલ હતી. તેમણે કહ્યું, “લેબર પાર્ટીએ મોટી જીત નોંધાવી છે, આ માટે હું તેને અભિનંદન આપું છું.” ઉલ્લેખનીય છે કે ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલની જેમ એકતરફી આવી રહ્યા છે.

    કોણ છે કીર સ્ટારમર?

    કીર સ્ટારમરનો જન્મ વર્ષ 1963માં એક મજૂર પરિવારમાં થયો હતો. તેમના પિતા ટૂલમેકર હતા, જ્યારે તેમની માતા નર્સ હતી. તેના માતાપિતાએ તેનું નામ લેબર પાર્ટીના સ્થાપક કીર હાર્ડીના નામ પરથી કીર સ્ટારમર રાખ્યું હતું. વર્ષ 2015માં તેઓ પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા અને વર્ષ 2020માં તેમણે બહુ ઓછા સમયમાં લેબર પાર્ટીની કમાન સંભાળી હતી. કીર સ્ટારમેરે તેમના ઘણા નિવેદનોમાં ભારત વિશે સકારાત્મક વાતો કહી છે. આ ચૂંટણીમાં તેમની લેબર પાર્ટીને ભારતીય મૂળના લોકોનું જોરદાર સમર્થન મળ્યું છે.

    સ્ટારમેરે એપ્રિલ 2020માં જેરેમી કોર્બીન પાસેથી પાર્ટીની કમાન સંભાળી હતી, જેને હાર્ડકોર ડાબેરી માનવામાં આવે છે. તેમણે પક્ષના તમામ વર્ગોના ઉત્થાનની વાત કરી છે અને યુકેને આર્થિક રીતે મજબૂત બનાવવાના તેમના વચન પર સામાન્ય જનતાએ વિશ્વાસ મૂક્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં