આગામી સમયમાં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવા જઈ રહી છે અને આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ગુજરાતના ચુનાવી મેદાનમાં ઉતરવાની છે. એક સમયના આમ આદમી પાર્ટીનો ગુજરાત મુખ્યમંત્રીનો ચહેરો ગણાતા ઈસુદાન ગઢવી એટલા અધીરા બન્યા છે કે રાજકીય લાભ માટે હવે તેઓ ગુજરાત વિરોધીઓનો બચાવ કરતા નથી થાકતા.
મંગળવારે (30 ઓગસ્ટ) આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંઘે અન્ય એક આપ સમર્થકની ટ્વીટને, જેમાં તેણે જુદા જુદા ગુજરાતદ્વેષીઓનો બચાવ કરતો એક વિડીયો મુક્યો હતો, ક્વોટ કરીને એક ટ્વીટ કરી હતી.
ये LG तो बहुत ख़तरनाक आदमी है ये मैं क्या सुन रहा हुँ?
— Sanjay Singh AAP (@SanjayAzadSln) August 30, 2022
ये गैंग के जरिये हमला कराने का आरोपी हैं इन पर FIR है।
जिस व्यक्ति पर भ्रष्टाचार और अपराध के संगीन मामले दर्ज हैं उसको LG क्यों बनाया मोदी जी?
L= Loot
G= Gang#LG_Saxena_Chor_Hai https://t.co/To8Vnuk0We
ટ્વીટ થયેલ વીડિયોમાં ડો.સુનીલમ કરીને એક વ્યક્તિ, કે જેણે ખેડૂત આંદોલનનું પ્રતીક બનેલ લીલો ગમછો પહેરેલો હતો, જુદા જુદા કારણો આપીને મેધા પાટકર અને તિસ્તા સેતલવાડનો બચાવ કરતો જોઈ શકાય છે.
ये भाजपा मॉडल है ! जितना आप गुनाह ज़्यादा करोगे उतना उनको पद मिलेगा ! https://t.co/Dkosvb0ug9
— Isudan Gadhvi (@isudan_gadhvi) August 30, 2022
સંજય સિંહની આ જ ટ્વીટને ઈસુદાન ગઢવીએ પણ શેર કરીને પોતાની ટિપ્પણી ઉમેરી હતી એટલે કે આડકતરી રીતે તેમણે પણ મેધા પાટકર અને તિસ્તા સેતલવાડનું સમર્થન કરીને બચાવ કર્યો હતો.
મેધા અને તિસ્તાનો ગુજરાતદ્વેષ
ગુજરાત સાથે આ બંને મહિલાઓનો ખુબ જૂનો અને ખાસ સંબંધ છે. બંને જુદા જુદા કથિત NGOs સાથે જોડાયેલા છે અને સમાજસેવા કરવાનો ડોળ કરતા હોય છે. તથા બંનેએ પોતાની પુરી જિંદગી ગુજરાતને બદનામ કરવાના પ્રયત્નોમાં કાઢી દીધી છે.
મેધા પાટકર એ એ જ મહિલા છે જેમણે દાયકાઓ સુધી સરદાર સરોવર યોજનામાં રોડા નાખીને અનેક ગુજરાતીઓને તરસ્યા રહેવા માટે મજબુર કર્યા હતા. મેધા પાટકરે સરદાર સરોવર બંધ અને કેનાલ પ્રોજેક્ટ વિરુદ્ધ શરૂ કરેલ ‘નર્મદા બચાવો આંદોલન’થી ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. કેન્દ્રની યુપીએ સરકાર અને મેધા પાટકર જેવા એક્ટિવિસ્ટ દ્વારા નાના-નાના મુદ્દાઓને લઈને ઘણા લાંબા સમય સુધી સરદાર સરોવર પ્રોજેક્ટમાં વિલંબ થતો રહ્યો. આ બંધની પહેલી શિલા પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા રાખવામાં આવી હતી પરંતુ વિરોધ, કેસ અને સરકારના વિલંબના કારણે કાર્યમાં વિલંબ થતો રહ્યો.
ઉપરાંત હાલ આ ગુજરાતદ્વેષી મેધા પાટકર બીજી એક વાત માટે પણ ચર્ચામાં છે. ગુજરાત વિરોધી ઇતિહાસ ધરાવતાં મેધા પાટકર ‘આપ’નાં સીએમ ઉમેદવાર બનશે’ તેવી અટકળો મીડિયામાં વહેતી થઇ છે. અને જો આ સત્ય હોય હો તેનાથી ઈસુદાન ગઢવીની કથિત મુખ્યમંત્રી પદની દાવેદારી પર આ એક આઘાત ગણાશે.
તિસ્તા સેતલવાડ એ મહિલા છે જેણે ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોને લઈને ગુજરાત અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને હેરાન પરેશન કરીને બદનામ કરવાના અનેક પ્રયત્નો કાર્ય હતા. કોર્ટની પરવાનગી બાદ ગુજરાત ATSએ મુંબઈથી તિસ્તા સેતલવાડની ધરપકડ કરી હતી.
તેમના પર 2002ના ગોધરા રમખાણોમાં ગુજરાતની છબી ખરાબ કરવાનો પણ આરોપ હતો. આ સિવાય તેમના એનજીઓને મળેલા વિદેશી ફંડની પણ તપાસ કરવામાં આવી હતી.
તો હવે આવા ગુજરાતદ્વેષી સાબિત થયેલ લોકો અને એમાંય જયારે એક તો મુખ્યમંત્રી પદની ઉમેદવારી માટે તેમના પ્રતિધ્વંધી હોય તેવાઓનું સમર્થન કરીને શું આપનેતા ઈસુદાન ગઢવી ગુજરાતીઓ અને સમગ્ર ગુજરાતનું અપમાન કરવા ઈચ્છે છે? શું તેમને એવું લાગે છે કે ગુજરાતની જનતા આ બધું ભૂલી જશે?
આટલા વર્ષોમાં ગુજરાતીઓએ એક વાત ખુબ સ્પષ્ટ રીતે બતાવી છે કે ભલે રાજકીય વિચારસરણી ગમે તે હોય પરંતુ જો કોઈએ ગુજરાતનું અપમાન કરવાનો પ્રયત્ન કર્યો તો ગુજરાતીઓ તેમને તેમની જગ્યા જરૂર બતાવી દે છે. તો શું ઈસુદાન ગઢવી પોતાનું સ્થાન જોઈ લેવા આતુર બન્યા છે કે તેઓ આવા ગુજરાતદ્વેષીઓનું સમર્થન કરી રહ્યા છે.?