Wednesday, September 18, 2024
More
    હોમપેજગુજરાતભાજપનો ભરતી મેળો ફૂલ જોશમાં: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મામલે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર...

    ભાજપનો ભરતી મેળો ફૂલ જોશમાં: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મામલે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પૂર્વ ધરસભ્ય સીજે ચાવડા કરશે જલ્દી કેસરીયો

    કોંગ્રેસ છોડવા અંગે તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને વખોડતા જે નિવેદનો પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, તેનાથી દેશહિતને જ નુકશાન થઈ રહ્યું છે. સાથે જ સીજે ચાવડાએ ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી.

    - Advertisement -

    લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ વિપક્ષોની હાલત કફોડી થઈ રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ પણ I.N.D.I. ગઠબંધન તૂટી રહ્યું છે અને ગુજરાતમાં પણ વિપક્ષના નેતાઓ પાર્ટીમાંથી તૂટી રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેવામાં હવે વધુ એક કોંગ્રેસી નેતાનું નામ જોડાયું છે. જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ વિધિવત રીતે ભાજપમાં જોડાશે. તેઓ વિજાપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડ્યા હતા.

    કોંગ્રેસના મોટા નેતા અને પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા 12 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવવવા જઈ રહ્યા છે. આ ઉપરાંત તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાશે. 12 ફેબ્રુઆરીના રોજ વિજાપુરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત જ સીજે ચાવડા અને તેમના સમર્થકોનું કેસરીયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવશે. જે બાદ સીજે ચાવડા તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. થોડા દિવસો પહેલાં જ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ભાજપમાં સામેલ થયા હતા. જે બાદ તાજેતરમાં જ ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલે પણ કેસરીયો ધારણ કરી લીધો હતો.

    ગુજરાતમાં એવી રાજકીય અટકળો વહેતી થઈ છે કે, લોકસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તેથી વિજાપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાયેલા સીજે ચાવડાને ભાજપ ફરીથી આ જ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ગુજરાત સરકારમાં ડેપ્યુટી કલેકટર પદેથી રાજીનામું આપીને સીજે ચાવડાએ રાજકારણમાં પગ મૂક્યા હતા. તેમણે 19 જાન્યુઆરીના રોજ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી એવી અટકળો વહેતી થઈ હતી કે, ચાવડા ભાજપમાં જોડાશે. કોંગ્રેસ છોડવા અંગે તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને વખોડતા જે નિવેદનો પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે, તેનાથી દેશહિતને જ નુકશાન થઈ રહ્યું છે. સાથે જ સીજે ચાવડાએ ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રશંસા પણ કરી હતી.

    તેમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંને ગુજરાતના પનોતા પુત્ર છે, તેઓ દેશદાઝથી કામ કરી રહ્યા છે, ત્યારે તેમનો ખોટો વિરોધ કોંગ્રેસ કરી રહી છે. ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠાનો કોંગ્રેસે વિરોધ કરતાં હું રાજીનામું આપું છું. PM નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. તેમણે રાષ્ટ્રનું મહત્વ વધાર્યું છે. હું તેમની વિકાસ યાત્રામાં વિઘ્ન બનવા માંગતો નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં