Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણકંગના રણૌત વિશે કરી હતી અભદ્ર પોસ્ટ, હવે કોંગ્રેસી સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી...

    કંગના રણૌત વિશે કરી હતી અભદ્ર પોસ્ટ, હવે કોંગ્રેસી સુપ્રિયા શ્રીનેતને ચૂંટણી પંચની નોટિસ: 29 માર્ચ સુધીમાં જવાબ આપવા આદેશ

    નોટિસમાં કહેવાયું છે કે, ચૂંટણી પંચે તપાસ કરતાં એ સ્પષ્ટરૂપે જાણી શકાયું છે કે, સુપ્રિયા શ્રીનેત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અભદ્ર અને અયોગ્ય છે. આ સાથે નોટિસમાં વધુમાં કહેવાયું કે, આ પ્રથમ દ્રષ્ટિએ જ આચારસંહિતાનું ઉલલંઘન છે.

    - Advertisement -

    ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ ફટકારી છે. તાજેતરમાં જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેત્રી અને લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર કંગના રણૌત પર અભદ્ર અને વાંધાનજક ટિપ્પણી કરી હતી. જે બાદ ચૂંટણી પંચે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ઈલેક્શન કમિશને સુપ્રિયાને 29 માર્ચ સુધીમાં આ અંગેનો જવાબ દાખલ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. સાથે કહ્યું છે કે, જો તેઓ જવાબ નહીં આપે તો ચૂંટણી પંચ આગળની કાર્યવાહી હાથ ધરશે.

    બુધવારે (27 માર્ચ, 2024) ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતને નોટિસ ફટકારી છે. તેમણે તાજેતરમાં જ લોકસભા ચૂંટણી માટેના ભાજપ ઉમેદવાર કંગના રણૌત વિશે વાંધજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેને લઈને ભાજપે આ અંગે ઈલેક્શન કમિશનને ફરિયાદ કરી હતી. આ સાથે મહિલા આયોગે પણ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જે બાદ આખરે ચૂંટણી પંચે કાર્યવાહી હાથ ધરી છે.

    નોટિસમાં કહેવાયું છે કે, ચૂંટણી પંચે તપાસ કરતાં એ સ્પષ્ટરૂપે જાણી શકાયું છે કે, સુપ્રિયા શ્રીનેત દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અભદ્ર અને અયોગ્ય છે. આ સાથે નોટિસમાં વધુમાં કહેવાયું કે, આ પ્રથમ દ્રષ્ટિએ જ આચારસંહિતાનું ઉલલંઘન છે. વધુમાં કહેવાયું કે, “તમારી (સુપ્રિયા શ્રીનેત) વિરુદ્ધ શા માટે પગલાં લેવામાં ન આવે તે માટે 29 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવો. જો જવાબ ન આવે તો તેનો અર્થ એ થશે કે, તમારે આ અંગે કોઈ સ્પષ્ટતા આપવી નથી અને કઈ કહેવું નથી. આ સાથે જ આગળની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવશે.”

    - Advertisement -

    શું હતી ટિપ્પણી?

    કંગના વિરુદ્ધ અભદ્ર પોસ્ટ કરવામાં સૌથી મોટું નામ કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતનું હતું. તેમણે પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કંગના રણૌતનો એક ફોટો મૂક્યો હતો. ફોટાની નીચે તેમણે લખ્યું હતું, “ક્યા ભાવ ચલ રહા હૈ મંડી મે કોઈ બતાએગા?”

    સુપ્રિયાની આ પોસ્ટ બાદ તેમની દેશભરમાં ટીકાઓ થવા લાગી હતી અને લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જે બાદ તે પોસ્ટ એકાઉન્ટ પરથી ડિલીટ થઈ ગઈ હતી. બાદમાં સુપ્રિયાએ પોતે સાવ નિર્દોષ છે તે કહેવા માટે X પર એક લાંબી-લચક પોસ્ટ પણ કરી. જેમાં તેમણે લખ્યું, “કોઈ પાસે મારા મેટા એકાઉન્ટનું (ફેસબુક અને ઈન્સ્ટા) એક્સેસ હતું અને તેમાંથી એક અભદ્ર પોસ્ટ કરવામાં આવી અને બાદમાં ડિલીટ કરી. જે લોકો મને નજીકથી ઓળખે છે, તેઓ જાણે છે કે હું એક મહિલા માટે આવું ક્યારેય ન કહી શકું.” આ સાથે જ સુપ્રિયાએ આ આખી ઘટનાનું ઠીકરું એક પેરોડી એકાઉન્ટ પર ફોડ્યું હતું.

    પોતાના વિશે કરવામાં આવેલી આ પ્રકારની અભદ્ર વાતો પર કંગના રણૌત તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી હતી. પોતાના આધિકારિક X હેન્ડલ પરથી તેમણે દેહવ્યાપાર કરતી મહિલાઓના સ્વાભિમાનને ધ્યાને રાખી સુપ્રિયાને જવાબ આપતા લખ્યું કે, “પ્રિય સુપ્રિયાજી, એક કલાકારના રૂપમાં પાછલા 20 વર્ષોમાં મેં તમામ પ્રકારની મહિલાઓનું પાત્ર ભજવ્યું છે. કવિનમાં એક ભોળી યુવતીથી લઈને ધાકડમાં એક જાસૂસ સુધી, મણીકર્ણિકામાં એક દેવીથી લઈને ચંદ્રમુખીમાં એક એક શેતાન સુધી, રજ્જો ફિલ્મમાં એક ગણિકાથી લઈને થલાઈવીમાં એક ક્રાંતિકારી નેતા સુધી મેં તમામ રોલ ભજવ્યા છે. આપણે દીકરીઓને આ પૂર્વગ્રહોના બંધનથી દૂર રાખવી જોઈએ. દરેક મહિલાની ગરિમા જળવાય તે જરૂરી છે.”

    કંગના પર વાંધાજનક ટિપ્પણી બાદ સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. જેને લઈને જ આ આદેશ આપવામાં આવ્યો છે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં