Monday, July 22, 2024
More
  હોમપેજક્રાઈમ'મંડીમાં રં&…શું ભાવ ચાલી રહ્યો છે?': ભાજપ તરફથી લોકસભાની ટિકિટ મળતાની સાથે...

  ‘મંડીમાં રં&…શું ભાવ ચાલી રહ્યો છે?’: ભાજપ તરફથી લોકસભાની ટિકિટ મળતાની સાથે જ કોંગ્રેસી-ઇસ્લામવાદીઓના ટાર્ગેટ પર કંગના રણૌત, આપી અભદ્ર ગાળો; લોકોમાં રોષ

  જ્યારથી ભાજપે કંગનાના નામની જાહેર કરી છે, ત્યારથી કોંગ્રેસીઓ, ઇસ્લામવાદીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોએ અભદ્ર પોસ્ટ કરી-કરીને આખું સોશિયલ મીડિયા માથે લીધું છે. બીજી તરફ આખી ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

  - Advertisement -

  ભારત એક એવો દેશ છે જ્યાં સ્ત્રીઓને પૂજવામાં આવે છે. તેમના માન-સન્માન માટે અઢળક લોકોએ બલીદાન આપ્યા છે. પણ વર્તમાન સમયમાં દેશની નારી એ હદે ઈર્ષાનો ભોગ બની રહી છે કે તેની આબરૂ જાહેરમાં ઉછાળવામાં આવી રહી છે. આ કૃત્ય થયું છે અભિનેત્રી અને ભાજપ લોકસભા ઉમેદવાર કંગના રણૌત સાથે. વાસ્તવમાં જ્યારથી ભાજપે કંગના રણૌતને મંડીથી લોકસભા લડાવવાનું જાહેર કર્યું છે, ત્યારથી કોંગ્રેસીઓ અને ઇસ્લામવાદીઓ તેને અભદ્ર શબ્દોમાં ગાળો આપી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પણ કંગના રણૌતને લઈને વાંધાજનક પોસ્ટ કરી હતી. જોકે વિરોધ થતા બાદમાં તેમના એકાઉન્ટ પરથી પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી.

  ગઈ કાલે મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા ઉમેદવારોની 5મી યાદી જાહેર કરી હતી. જેમાં અભિનેત્રી કંગના રણૌતનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે તેમને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડાવવાનો નિર્ણય લીધો છે. કંગનાએ ટિકિટ મળ્યા બાદ ભાજપનો અને વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો હતો. પરંતુ જ્યારથી ભાજપે કંગનાના નામની જાહેર કરી છે, ત્યારથી કોંગ્રેસીઓ, ઇસ્લામવાદીઓ તેનો વિરોધ કરી રહ્યા છે. આ લોકોએ અભદ્ર પોસ્ટ કરી-કરીને આખું સોશિયલ મીડિયા માથે લીધું છે. બીજી તરફ આખી ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

  કોંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે પહેલા અભદ્ર પોસ્ટ કરી, વિરોધ થતા ડિલીટ કરીને રમ્યા ‘વિકટમ કાર્ડ’

  કંગના વિરુદ્ધ અભદ્ર પોસ્ટ કરવામાં સહુથી મોટું નામ છે કોંગ્રેસ પાર્ટીના મહિલા નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત. તેમણે પોતાના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કંગના રણૌતનો એક ફોટો મુક્યો હતો. ફોટાની નીચે તેમણે લખ્યું હતું, “ક્યા ભાવ ચલ રહા હૈ મંડીમે કોઈ બતાએગા?”

  - Advertisement -

  આ પોસ્ટ થયા બાદ એકાઉન્ટ પરથી તેને ડિલીટ કરી દેવામાં આવી, પણ ત્યાં સુધી ઘણું મોડું થઇ ચુક્યું હતું. અનેક લોકોએ આ આપત્તિજનક પોસ્ટના સ્ક્રિન શોટ અને સ્ક્રિન રેકોર્ડ કરી લીધા હતા. બાદમાં સુપ્રિયાએ પોતે સાવ નિર્દોષ છે તે કહેવા માટે X પર એક લાંબી-લચક પોસ્ટ પણ કરી. જેમાં તેમણે લખ્યું, “કોઈ પાસે મારા મેટા એકાઉન્ટનું (ફેસબુક અને ઈન્સ્ટા) એક્સેસ હતું અને તેમાંથી એક અભદ્ર પોસ્ટ કરવામાં આવી અને બાદમાં ડિલીટ કરી. જે લોકો મને નજીકથી ઓળખે છે, તેઓ જાણે છે કે હું એક મહિલા માટે આવું ક્યારેય ન કહી શકું.” આ સાથે જ સુપ્રિયાએ આ આખી ઘટનાનું ઠીકરું એક પેરોડી એકાઉન્ટ પર ફોડ્યું હતું.

  લોકોએ સુપ્રિયાને લીધા અવળા હાથે, કહ્યું- નાટક ના કરો, લોકો તમને સારીરીતે જાણે છે

  સુપ્રિયાએ પોતે નિર્દોષ હોવાની પોસ્ટ કરતાંની સાથે જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકોએ તેમના કમેન્ટ સેક્સનમાં આવીને બરાબરનો ઉધડો લીધો હતો.

  અવની શ્રીવાસ્તવનામની યુઝરે સુપ્રિયાનો ઉધડો લેતા કહ્યું કે, “જરાક શરમ કરો સુપ્રિયા, બધા સારી રીતે જાણે છે તમારી ભાષા કેવી છે. પોતાને જે કહેવું હતું તે કહીને એકાઉન્ટ હેક થયું છે તેવું એક્સ્પાયર થયેલું કાર્ડ વાપરવાનું બધ કરો. કોઈ પણ તમારી વાતોનો ભરોસો નહીં કરે અને તમારી કોઈ જ છટકબારી હવે કામ નથી આવવાની.”

  અન્ય એક ધીરેન નામના યુઝરે સુપ્રિયાના પોકળ ઉઘાડા પાડતા કહ્યું, “જો મહોતરમાંને એટલો જ ભરોસો છે કે તેમનું એકાઉન્ટ કોઈ બીજાએ ઓપરેટ કર્યું છે, તો તેમણે પોલીસ ફરિયાદ કેમ ન કરી. તેમણે એમ કેમ ન કહ્યું કે આની તપાસ કરીને જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો.”

  અભિષેક નામના યુઝરે તો આખી ટેકનીકલ માહિતી આપીને સુપ્રિયા શ્રીનેતને પોલ ખોલી નાખી. તેમણે લખ્યું કે, “જો કોઈએ તમારું એકાઉન્ટ હેક કર્યું હોત તો તમે પોસ્ટમાં સ્પામ લોગઇનના મેસેજનો સ્ક્રિનશોટ મુકેત અને એક વાર તમારો આઈડી-પાસવર્ડ બદલાઈ જાત તો તમે 24 કલાક સુધી તે રીકવર ન થાત ત્યાં સુધી એકાઉન્ટ યુઝ ન કરી શકેત. આ રાહુલ ગાંધીના સમર્થકો બધાને આટલા ગધેડા કેમ સમજે છે?”

  અન્ય એક સની રાજ નામના યુઝરે સુપ્રિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરવામાં આવેલી કંગના પર ડિલીટ કરવામાં આવેલી પોસ્ટનું સ્ક્રિન રેકોર્ડીંગ મુક્યું હતું.

  માત્ર સુપ્રિયા શ્રીનેત જ નહીં, ગુજરાત કોંગ્રેસના કિસાન મોરચાના સંયુક્ત સંયોજક HS આહીરે પણ કંગના પર અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

  કંગના રણૌત ઇસ્લામવાદીઓના પણ ટાર્ગેટમાં

  આતો થઇ કોંગ્રેસની વાત, કોંગ્રેસ સિવાય કેટલાક ઇસ્લામવાદીઓને પણ સનાતન માટે હંમેશા પક્ષ રાખતી કંગનાની ટિકિટ ખૂંચી ગઈ. પોતાને મુસ્લિમ ગણાવતા એક એકાઉન્ટ પરથી પણ આ પ્રકારના શબ્દો વાપરવામાં આવ્યા હતા.

  ઇન્ડીયન મુસ્લિમ નામના એકાઉન્ટ પરથી પણ કંગના માટે આવા જ અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો.

  કંગનાનો સુપ્રિયને જડબાતોડ જવાબ

  પોતાના વિશે કરવામાં આવેલી આ પ્રકારની અભદ્ર વાતો પર કંગના રણૌત તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. પોતાના આધિકારિક X હેન્ડલ પરથી તેમણે દેહવ્યાપાર કરતી મહિલાઓના સ્વાભિમાનને ધ્યાને રાખી સુપ્રિયાને જવાબ આપતા લખ્યું કે, “પ્રિય સુપ્રિયાજી, એક કલાકારના રૂપમાં પાછલા 20 વર્ષોમાં મેં તમામ પ્રકારની મહિલાઓનું પાત્ર ભજવ્યું છે. ક્વીનમાં એક ભોળી યુવતીથી લઈને ધાકડમાં એક જાસુસ સુધી, મણીકર્ણિકામાં એક દેવીથી લઈને ચંદ્રમુખીમાં એક એક શેતાન સુધી, રજ્જો ફિલ્મમાં એક ગણિકાથી લઈને થલાઈવીમાં એક ક્રાંતિકારી નેતા સુધી મેં તમામ રોલ ભજવ્યા છે. આપણે આપણી દીકરીઓને પૂર્વગ્રહોની બેડીઓમાંથી મુક્ત કરવી પડશે. આપણે તેમના શરીરના અંગો વિશેની જીજ્ઞાશાથી ઉપર ઉઠીવાની જરૂર છે. જીવન અને પરિસ્થિતિઓ સામે લડતી સેક્સ વર્કરોનો ઉપયોગ કોઈ ગાળ કે દુર્વ્યવહારના રૂપમાં કરતા બચવું જોઈએ. એક મહિલા પોતાની આબરુની હકદાર છે.”

  ભાજપ તરફથી આપવામાં આવી છે લોકસભાની ટિકિટ

  ઉલ્લેખનીય છે કે કંગના રણૌત ભારતીય જનતા પાર્ટી તરફથી અગામી લોકસભા ચૂંટણી લડવાના છે. તેમને હિમાચલ પ્રદેશના મંડીથી ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા છે. જોકે ભાજપના લોકસભા ઉમેદવાર બનતાની સાથે જ તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. તેઓ હિંદુત્વના મુદ્દા પર પ્રખરતાથી પોતાનો પક્ષ મુકે છે. ટિકિટ મળ્યા બાદ તેમણે ચૂંટણીની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં