Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચૂંટણી આવતા જ હરિયાણામાં પણ કોંગ્રેસની ‘ખટાખટ-ખટાખટ’ સ્કીમ: પ્લોટ અને મકાન આપવાના...

    ચૂંટણી આવતા જ હરિયાણામાં પણ કોંગ્રેસની ‘ખટાખટ-ખટાખટ’ સ્કીમ: પ્લોટ અને મકાન આપવાના નામે ફોર્મ ભરાવવામાં આવતા હોવાનો ભાજપનો દાવો

    હરિયાણામાં વિધાન સભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા વોટ લેવા મકાન આપવાના નામે ફોર્મ ભરાવવામાં આવતા હોવાનો ભાજપનો દાવો સામે આવ્યો છે.

    - Advertisement -

    ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મહિલાઓના નામે ગેરેંટી કાર્ડ બનાવીને ‘ખટાખટ-ખટાખટ’ (Khatakhat Scheme) રૂપિયા આપવાની વાત કરીને મત ઉઘરાવ્યા હતા. દિલ્હી અને લખનૌમાં ચૂંટણી બાદ મહિલાઓએ આ ‘કોંગ્રેસી ગેરેંટી કાર્ડ’ (Congress Guarantee Card) લઈને રૂપિયા લેવા લાઈનો પણ લગાવી હતી. ત્યારે હવે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી (Haryana Election) દરમિયાન કોંગ્રેસ દ્વારા વોટ લેવા મકાન આપવાના નામે ફોર્મ ભરાવવામાં આવતા હોવાનો ભાજપનો દાવો સામે આવ્યો છે.

    હરિયાણા ભાજપે (Haryana BJP) પોતાના સત્તાવાર X હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં એક ફોટો છે, જેમાં હરિયાણા કોંગ્રેસના સંકલ્પના મથાળા સાથે “VPL પરિવારોને 100 ગજના મફત પ્લોટ તેમજ ₹3.5 લાખની લાગતથી 2 ઓરડાનું મકાન” લખેલું એક ફોર્મ છે. આ લખાણની નીચે લાભાર્થીનું નામ, નંબર, જાતિ સહિતની અલગ અલગ વિગતો માંગતું એક ફોર્મ છે.

    આ પોસ્ટના કેપ્શનમાં ભાજપે લખ્યું છે કે, “લો ભાઈઓ, કોંગ્રેસની ઠગ સ્કીમ હરિયાણામાં પણ ચાલુ થઇ ગઈ છે. પહેલા લોકસભામાં મહિલાઓને રાહુલ ગાંધીએ ₹8500વાળા કોટા ફોર્મ ભરાવ્યા અને ત્યાં હવે માતાઓ અને બહેનો કાર્યાલયોની બહાર લાઈન લગાવીને કોંગ્રેસીઓને શોધી રહી છે. હવે તેમન જ ચેલા હરિયાણામાં વોટના બદલે 100 ગજનો પ્લોટ અને 2 ઓરડાનું મન આપવાના ખોટા ફોર્મ ભરાવી રહ્યા છે. અને સહુથી આશ્ચર્યજનક વાત તે છે કે તેમનું ફેમીલી આઈડી પણ માંગવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની બનાવટ અને જુઠ્ઠાણાથી બચો, ભાજપને ચૂંટીને નોનસ્ટોપ હરિયાણાને ઝડપ આપો.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે હરિયાણામાં કોંગ્રેસ દ્વારા વોટ લેવા મકાન આપવાના નામે ફોર્મ ભરાવવામાં આવતા હોવાનો ભાજપનો દાવો થયા બાદ તેમની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. અનેક લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાકે તો આ મામલે કાયદેસરની કાર્યવાહીની પણ માંગ કરી છે.

    શું છે કોંગ્રેસની ‘ખટાખટ-ખટાખટ’ સ્કીમ?

    નોંધનીય છે કે ગત લોકસભા ચૂંટણી સમયે INDI ગઠબંધનના સમર્થકોએ ગેરેન્ટી કાર્ડમાં ‘ખટાખટ-ખટાખટ’ લાખ રૂપિયા આપવાનું કહ્યું હતું. રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓએ ચૂંટણીના ભાષણમાં મહિલાઓને વોટ આપીને સરકાર બનતાની સાથે જ ₹8500 ખાતામાં જમા કરાવવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેના માટે થઈને સેંકડો મહિલાઓના ફોર્મ પણ ભરાવ્યા હતા. જોકે બાદમાં બેંગ્લોર અને દિલ્હીમાં મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાંબી કતારો કરીને ‘ગેરેન્ટી કાર્ડ’ની માંગણી કરી હતી, જેમાં કોંગ્રેસ દ્વારા ₹1 લાખ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

    કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીએ આપેલી લાલચની એવી અસર થઈ હતી કે, બેંગ્લોરમાં પણ હજારો મહિલાઓ પોસ્ટ ઓફિસ ધસી આવી હતી અને ખાતાં ખોલાવવાના પણ શરૂ કરી દીધાં હતાં. બેંગ્લોરની આ ઘટના દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. હકીકતમાં બેંગ્લોરમાં એવી અફવા ફેલાઈ ગઈ હતી કે, કોંગ્રેસ મહિલાઓના પોસ્ટ ઓફિસ ખાતામાં ₹8000 રૂપિયા ટ્રાન્સફર કરશે. જેને લઈને હજારો મહિલાઓ પોસ્ટ ઓફિસ પહોંચી ગઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં