Friday, September 20, 2024
More
    હોમપેજદેશતો લોકસભામાં નહીં બચે એક પણ કોંગ્રેસી સાંસદ...: એક સમયે જે અલ્હાબાદ...

    તો લોકસભામાં નહીં બચે એક પણ કોંગ્રેસી સાંસદ…: એક સમયે જે અલ્હાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી, ત્યાં જ ફરી કરવામાં આવી અરજી

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ પાર્ટીએ 'ઘર ઘર ગેરંટી' કાર્ડ યોજના હેઠળ ચૂંટણી બાદ જુલાઈ મહિનાથી ગરીબ, પછાત, દલિત અને અલ્પસંખ્યકોને દર મહિને 8500 રૂપિયા તેમના બેંક ખાતામાં જમા કરાવવાનો વાયદો કર્યો હતો, જે તદ્દન ખોટો હતો.

    - Advertisement -

    1975માં અલ્હાબાદ હાઈકોર્ટે ચૂંટણી પ્રચારમાં ગેરરીતી કરવાના કારણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સંસદની સદસ્યતા માટે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેના બદલામાં ઈન્દિરા ગાંધીએ દેશ પર કટોકટી લાદી દીધી હતી. હવે આટલા દાયકાઓ બાદ આ જ અલ્હાબાદ હાઈકોર્ટમાં 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ જનતાને આપેલા ખોટા વચનો અને જનપ્રતિનિધિત્વ ધારાની કલમ 121 (1) (A)ના ઉલ્લંઘનને લઈને અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આ ચૂંટણીમાં કોંગ્રેસના તમામ 99 સાંસદોની સંસદની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના 99 સાંસદોને અયોગ્ય ઠેરવવા, પાર્ટીનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા અને પાર્ટીની નોંધણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર્તા ભારતી સિંઘે એડવોકેટ ઓ.પી. સિઘ અને શાશ્વત આનંદ દ્વારા આ જનહિત અરજી દાખલ કરી છે, જેની સુનાવણી આવતા અઠવાડિયે થવાની શક્યતા છે. આ કેસમાં જો કોર્ટે અરજદારની દલીલો સ્વીકારીને તે મુજબ નિર્ણય કર્યો તો કોંગ્રેસ પક્ષનો સંપૂર્ણ અંત આવી શકે છે, કારણ કે કોંગ્રેસ પક્ષ પર પણ પ્રતિબંધ લાગી શકે છે. જો આમ થયું તો લોકસભામાં એક પણ કોંગ્રેસી સાંસદ જોવા નહીં મળે.

    અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસ પાર્ટીએ ‘ઘર ઘર ગેરંટી’ કાર્ડ યોજના હેઠળ ચૂંટણી બાદ જુલાઈ મહિનાથી ગરીબ, પછાત, દલિત અને અલ્પસંખ્યકોને દર મહિને ₹8500 તેમના બેંક ખાતામાં જમા કરાવવાનો વાયદો કર્યો હતો, જે તદ્દન ખોટો હતો. આ વાયદા સાથે કોંગ્રેસ સહિતના સાથી પક્ષોની તરફેણમાં મતદાન કરનારાઓને દર મહિને નાણાં આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ વાયદા પત્રમાં વોટના બદલામાં પૈસા આપવાની લાલચ આપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના આ ઘોષણાપત્ર પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ હસ્તાક્ષર કર્યા છે. સાથે જ એક પાવતી રસીદ પણ છે, જેના કારણે લોકોને વિશ્વાસ થઈ ગયો કે તેમને મતદાન માટે પૈસા મળશે. પણ વાસ્તવમાં એવું કશું જ થયું નથી.

    - Advertisement -

    અરજદારે અરજીમાં કહ્યું છે કે, આ કેસમાં ચૂંટણી પંચે 2 મે 24ના રોજ એડવાઇઝરી પણ જાહેર કરી હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ તેનો અમલ કર્યો ન હતો. અરજદારનું કહેવું છે કે કોંગ્રેસ પક્ષનું આ કૃત્ય લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ 121 (1) (A)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ઉપરાંત, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય દંડ સંહિતા હેઠળ શિક્ષાપાત્ર ગુનો છે.

    આ કેસમાં અરજદારે ચૂંટણી પંચને કાર્યવાહી કરવા રજૂઆત કરી છે, પરંતુ પંચે હજુ સુધી કોઇ જ પગલાં ભર્યાં નથી. આ પછી એક પીઆઈએલ દ્વારા કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવા માંગ કરવામાં આવી છે. આ સાથે જ અલ્હાબાદ હાઈકોર્ટમાં કોંગ્રેસના તમામ 99 સાંસદોની સંસદની સદસ્યતા રદ, પાર્ટીનું ચૂંટણી ચિહ્ન જપ્ત કરવા અને રજિસ્ટ્રેશન રદ કરવાની માંગ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં