Wednesday, July 9, 2025
More
    હોમપેજમિડિયાજે પત્રકારને રાજીવ ગાંધીએ કહ્યું હતું- 'હું આરક્ષણના નામે મૂર્ખ લોકોને પ્રોત્સાહન...

    જે પત્રકારને રાજીવ ગાંધીએ કહ્યું હતું- ‘હું આરક્ષણના નામે મૂર્ખ લોકોને પ્રોત્સાહન નહીં આપું’, તેમણે કહ્યું- રાહુલ ગાંધીની રાજનીતિ છે જાતિ અને વામપંથનું ખતરનાક કોકટેલ

    રાજીવ ગાંધીએ કહ્યું હતું કે બંધારણના નિર્માણ વખતે જે અનામત પ્રથા બનાવવામાં આવી હતી તેનું હવે ખૂબ જ રાજકીયકરણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે અનામતની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું - 'વિવિધ ક્ષેત્રોમાં મૂર્ખ લોકોની પ્રગતિથી દેશને નુકસાન થશે.'

    - Advertisement -

    રાહુલ ગાંધી સતત ‘જાતિગત જનગણના’ની વાત કરી રહ્યા છે, તેઓ જાતિ અનુસાર હિસ્સેદારીની વાત કરે છે. ક્યારેક તેઓ બજેટ બનાવતા અધિકારીઓની જાતિ પૂછે છે, તો ક્યારેક તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBC સમુદાયના હોવાનો સ્વીકાર કરવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ પાર્ટી સત્તા મેળવવા માટે દેશને ગૃહયુદ્ધ તરફ ધકેલવાનું કાવતરું કરી રહી છે? મોટી વાત એ છે કે અનામતને લઈને રાજીવ ગાંધીના વિચારો કોંગ્રેસ પાર્ટી માટે ગાળામાં ફસાયેલી ફાંસ બની શકે છે.

    પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું (Jawaharlal Nehru) વલણ પણ અનામતની વિરુદ્ધ હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં 1985નો મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે રાજીવ ગાંધી (Rajiv Gandhi) જ્યારે વડાપ્રધાન હતા ત્યારે અનામત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. હકીકતમાં, તેમણે 1985માં ‘નવભારત ટાઈમ્સ’ને (NBT) આપેલા ઈન્ટરવ્યુમાં કંઈક એવું કહ્યું હતું, જે આજે ભાજપ (BJP) લોકોને યાદ કરાવી રહી છે. રાજીવ ગાંધીનો આ ઈન્ટરવ્યુ પત્રકાર આલોક મહેતાએ લીધો હતો. હવે આલોક મહેતાએ CNN-News18ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વિશે અને રાહુલ ગાંધીની તાજેતરની રાજનીતિ વિશે વિગતવાર વાત કરી છે.

    આલોક મહેતાએ કહ્યું કે રાજીવ ગાંધીના PM બનવા અગાઉથી જ તેઓ તેમના સંપર્કમાં હતા, તેથી તેઓ રાહુલ ગાંધીના નવીનતમ ભાષણો સાંભળીને દુઃખી છે. કારણ કે રાહુલ ગાંધીને લાગે છે કે જાતિ ઉપરની રાજનીતિ સફળ થશે. તેમણે કહ્યું કે રાજીવ ગાંધી આધુનિક વ્યક્તિ હતા, રાહુલ ગાંધી જે રાજનીતિ કરી રહ્યા છે, તે તેમના પિતાની રાજનીતિથી બિલકુલ વિપરીત છે. આલોક મહેતાનું માનવું છે કે રાહુલ ગાંધી કાં તો મૂંઝવણમાં છે અથવા તો સામ્યવાદી (Communist) બનવા માંગે છે.

    - Advertisement -

    આલોક મહેતાએ યાદ અપાવ્યું હતું કે છત્તીસગઢના કોંગ્રેસના સૌથી મોટા નેતા વિદ્યાચરણ શુક્લાની માઓવાદીઓએ જ હત્યા કરી હતી. આલોક મહેતાએ કહ્યું કે તેઓ આ (ગાંધી) પરિવારને ઘણા સમયથી ઓળખે છે, તેથી આજે આ બધું જોઈને તેમને દુઃખ થાય છે. આલોક મહેતાનું માનવું છે કે રાહુલ ગાંધીના આ રાજકીય વલણથી તેમને તાત્કાલિક ફાયદો થઈ શકે છે, પરંતુ ભવિષ્યમાં ભારતને નુકસાન થશે. વરિષ્ઠ પત્રકારે કહ્યું કે તેઓ ધાર્મિક કટ્ટરતાની સાથે સાથે જાતિવાદી રાજનીતિની પણ વિરુદ્ધમાં છે.

    રાજીવ ગાંધીની સાથે વરિષ્ઠ પત્રકાર આલોક મહેતા (ફોટો: ઑપઇન્ડિયા હિન્દી)

    આલોક મહેતાએ કહ્યું કે જો જાતિના રાજકારણની જ વાત કરીએ તો રાહુલ ગાંધી કે તેજસ્વી યાદવ કરતાં અખિલેશ યાદવ વધુ સક્ષમ નેતા છે. આલોક મહેતાના મતે રાહુલ ગાંધીનું વર્તમાન રાજકારણ જાતિવાદ અને સામ્યવાદનું મિશ્રણ છે. ચીનનું (China) ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે આવી રાજનીતિ આખરે મજૂરોના વિદ્રોહને જન્મ આપે છે. આલોક મહેતાએ કહ્યું કે આજે જયરામ રમેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સલાહકાર છે, જે પોતે ચૂંટણી લડીને પણ જીતી શકતા નથી.

    આલોક મહેતાનું કહેવું છે કે રાહુલ ગાંધી દેશના સૌથી મોટા ભ્રષ્ટ નેતા લાલુ યાદવ સાથે મળીને રાજનીતિ કરે છે. 1985માં સંસદમાં જે ઈન્ટરવ્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે બંધારણના નિર્માણ વખતે જે અનામત પ્રથા બનાવવામાં આવી હતી તેનું હવે ખૂબ જ રાજકીયકરણ થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે અનામતની જોગવાઈઓ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું – ‘વિવિધ ક્ષેત્રોમાં મૂર્ખ લોકોની પ્રગતિથી દેશને નુકસાન થશે.’

    રાજસ્થાનના ઉદયપુરથી સ્પેશિયલ પ્લેન દ્વારા નવી દિલ્હી પરત ફરતી વખતે રાજીવ ગાંધીએ NBTના આલોક મહેતાને આ ઈન્ટરવ્યુ આપ્યો હતો.

    નોંધનીય છે કે હિમાચલ પ્રદેશના હમીરપુરના સાંસદ અનુરાગ સિંહ ઠાકુરે સંસદમાં જડબાતોડ જવાબ આપ્યો અને રાહુલ ગાંધીને પૂછ્યું કે તેમની જાતિ શું છે? તેમણે કહ્યું કે જે પોતાની જાતિ જાણતો નથી તે ‘જાતિ ગણતરી’ની વાત કરે છે. આ પછી સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ નારાજ થઈ ગયા. તેણે કહ્યું કે તમે જાતિ કેવી રીતે પૂછી શકો? જ્યારે ‘જાતિગત જનગણના’  હેઠળ આ જ લોકો સમગ્ર દેશની જાતિ જાણવાની માંગ કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં