Wednesday, July 24, 2024
More
  હોમપેજદેશ8 કેમેરામૅન લઈને દિલ્હી રેલવે સ્ટેશન ગયા હતા રાહુલ ગાંધી, જે ‘લોકો...

  8 કેમેરામૅન લઈને દિલ્હી રેલવે સ્ટેશન ગયા હતા રાહુલ ગાંધી, જે ‘લોકો પાયલટ્સ’ સાથે મુલાકાત કરી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો, તેમને લઈને ઉત્તર રેલવેએ કહ્યું- અમારા કર્મચારી નહીં, બહારથી લવાયા હોય શકે 

  એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રાજધાની ટ્રેનના લોકો પાયલટ કહેતા જોવા મળે છે કે, રાહુલ ગાંધી સાથે જેઓ જોવા મળી રહ્યા છે તેમને તેમણે ક્યારેય જોયા નથી.

  - Advertisement -

  રાહુલ ગાંધીને ‘જનનાયક’માં ખપાવવા માટે કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલાં બહુ મહેનત કરી હતી. જેના ભાગરૂપે ક્યારેક તેઓ ખેતરમાં પહોંચી જતા તો ક્યારેક મેકેનિકો સાથે કામ કરવા માંડતા. દરમ્યાન, ગમે તે રીતે તેઓ રાજકારણ લઇ આવતા અને સિફતપૂર્વક પાર્ટીનો એજન્ડા ચલાવી દેતા. તેમની આ ‘યાત્રા’ ચૂંટણી પછી પણ ચાલુ જ રહી છે. તાજેતરમાં તેઓ નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે અહીં તેમણે લોકો પાયલટ સાથે વાત કરી હતી, પણ હકીકત હવે કંઈક જુદી જ સામે આવી રહી છે. 

  શુક્રવારે (5 જુલાઈ) કોંગ્રેસે X પર એક પોસ્ટ કરી, જેમાં રાહુલ ગાંધી રેલવે સ્ટેશન પર લોકોને મળતા જોવા મળે છે. પાર્ટીએ લખ્યું કે, રાહુલ ગાંધીએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર લોકો પાયલટ્સ સાથે મુલાકાત કરી હતી. આ તસવીરો ફરતી થયા બાદ વિવાદ ત્યારે સર્જાયો જ્યારે ઉત્તર રેલવેએ કહ્યું કે, રાહુલ ગાંધીએ જેમની સાથે વાત કરી હતી તેઓ તેમની લોબીના નથી અને સંભવતઃ બહારથી જ લાવવામાં આવ્યા હતા. બીજી તરફ, સ્ટેશનના CCTV ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં રાહુલ ગાંધી સાથે અનેક કેમેરામેન આગળ-પાછળ ફરતા દેખાય છે. 

  ઉત્તર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર દીપક કુમારે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં જણાવ્યું કે, “આજે (શુક્રવારે) બપોરે લગભગ 12:45 વાગ્યે રાહુલ ગાંધી નવી દિલ્હી રેલવે સ્ટેશન આવ્યા હતા. તેમણે અમારી ક્રુ લોબીને જોઈ. તેમની સાથે 7-8 કેમેરામૅન હતા. તેમણે ક્રુ લૉબીની મુલાકાત લીધી અને જોયું કે અમે કઈ રીતે કામ કરીએ છીએ. બહાર નીકળ્યા બાદ તેમણે અમુક લોકો સાથે ચર્ચા કરી હતી. લગભગ 7થી 8 ક્રૂ હતા, જેઓ અમારી લૉબીના નથી અને લાગે છે કે તેઓ બહારથી આવ્યા હશે. તેમની પાસે ૭-8 કેમેરામૅન હતા અને જેઓ વિડીયો અને રિલ્સ બનાવી રહ્યા હતા.”

  - Advertisement -

  અન્ય એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક રાજધાની ટ્રેનના લોકો પાયલટ કહેતા જોવા મળે છે કે, રાહુલ ગાંધી સાથે જેઓ જોવા મળી રહ્યા છે તેમને તેમણે ક્યારેય જોયા નથી. તેઓ કહે છે, “હું કોટાથી ટ્રેન લઈને દિલ્હી આવ્યો હતો. સવારે અહીં આવીને અમે ઊંઘી ગયા. 12:3૦ વાગ્યે હું જમવા માટે નીચે ઊતર્યો ત્યારે જોયું છે કે લોકોની ભીડ હતી અને ઘણા લોકો એકઠા થયા હતા. મેં કોઇને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, એકાદ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. મેં ત્યાં જઈને જોયું તો ઘણા લોકો રાહુલ ગાંધીની આસપાસ એકઠા થયા હતા. પછી હું પણ ટોળામાં જઈને ઊભો રહી ગયો. પરંતુ આ લોકો પાયલટ્સના ડ્રેસમાં કોણ છે એ મને નથી ખબર, આ લોકોને મેં પહેલી વખત જોયા છે. હું કોઇને ઓળખતો નથી.”

  પછીથી સોશિયલ મીડિયા પર રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ પણ વાયરલ થયા, જેમાં રાહુલ ગાંધી અને તેમની ટીમ જોવા મળે છે. ‘ફેક્ટ્સ’ નામના જાણીતા X યુઝરે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “રાહુલ ગાંધીએ બૉલીવુડમાં પ્રયત્ન કરવો જોઈએ. તેઓ નવી દિલ્હી સ્ટેશન પર 8 કેમેરામૅન અને અમુક એક્ટરો સાથે પહોંચ્યા હતા, જેઓ લોકો પાયલટ હોવાનો અભિનય કરી રહ્યા હતા. રેલવેએ આ CCTV ફૂટેજ બહાર પાડ્યા એ સારું કર્યું, આવા જોકરો સાથે આવું જ થવું જોઈએ.” જે ફૂટેજનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેમાં રાહુલ ગાંધીની આસપાસ ઘણા કેમેરામેન આંટાફેરા કરતા જોવા મળે છે અને કોઇ તેમને થોડીથોડી વખતે શું કરવું તેની સૂચના પણ આપતું સંભળાય છે. 

  ભાંડો ફૂટી ગયા બાદ ભાજપ નેતા અમિત માલવિયાએ X પર બે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “લાગે છે કે ત્રીજી વખત નિષ્ફળ ગયેલા રાહુલ ગાંધી આજે લોકો પાયલટ્સને મળવા ગયા હતા, એ પણ આઠ કેમેરામૅન અને ડાયરેક્ટરને લઈને. તમે પોતે તેમની ગણતરી કરી શકો છો. વધારે વિચિત્ર બાબત એ છે કે તેઓ સાચા લોકો પાયલટ્સને મળ્યા ન હતા. પ્રબળ સંભાવના છે કે તેઓ પ્રોફેશનલ એક્ટર હોય, જે તેમની જ ટીમ લઇ ગઇ હોય શકે.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં