Friday, November 22, 2024
More
    હોમપેજમિડિયાહે સેક્યુલર-લિબરલ બુદ્ધિજીવીઓ, સુરતમાં ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકનારાઓની પણ કોઈએ ઉશ્કેરણી...

    હે સેક્યુલર-લિબરલ બુદ્ધિજીવીઓ, સુરતમાં ગણેશજીના મંડપ પર પથ્થર ફેંકનારાઓની પણ કોઈએ ઉશ્કેરણી કરી હતી?

    તેઓ આગળ આવે અને કહે કે સુરતમાં જે છ મુસ્લિમ બાળકો ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરવા ગયાં હતાં તેમની કોઈએ ઉશ્કેરણી કરી હતી કે કેમ. શું હિંદુઓએ કશું કર્યું હતું? શું હિંદુઓ તેમને પથ્થરો ફેંકવા માટે આમંત્રણ આપવા માટે ગયા હતા? આ તમામનો જવાબ છે- ના.

    - Advertisement -

    જ્યારે-જ્યારે કટ્ટરપંથી મુસ્લિમો હિંદુઓ પર હુમલા કરે કે શોભાયાત્રાઓ પર હુમલાઓ થાય ત્યારે હુમલો કરનારાઓને જ નિર્દોષ ચીતરીને દોષ હિંદુઓ પર જ નાખવાનો ખેલ ડાબેરી, લિબરલ અને સેક્યુલર ટોળકી વર્ષોથી કરતી આવી છે. દર ઘટના પર તેમને કોઇ કપિલ મિશ્રા, કોઇ અનુરાગ ઠાકુર કે કોઈ સાધ્વી પ્રજ્ઞા મળી રહે છે, જેમની ઉપર દોષ નાખીને કહી દેવાય છે કે તેઓ આમ બોલ્યા એટલે આમ થયું કે હિંદુઓએ પહેલાં આમ કર્યું હતું એટલે આવું થયું. બહુ ચાલાકીપૂર્વક હિંદુઓ પર દોષારોપણ કરી દેવાય છે. 

    આવા પ્રોપગેન્ડામાં ફસાઈ જઈને એ જ દિશામાં એજન્ડા ચલાવતી આવી એક જમાત આપણે ત્યાં પણ છે. જેમાંથી અમુક પોતાને ‘પત્રકાર’ કહેવડાવે છે, તો અમુક યુ-ટ્યુબ ચેનલો ખોલીને બેઠા છે. આમ તેઓ તદ્દન ફાલતુ અને નાના મુદ્દાઓમાં પણ મહિનાઓ સુધી કચાટ કરતા રહે છે, પણ જેહાદી હુમલાઓની વાત આવે ત્યારે તટસ્થતા પણ વિદાય લઇ લે છે અને આખું વર્ષ જેઓ બહાદુર હોવાનો ફાંકો લઈને ફરતા રહે છે તેમને પણ ડર લાગવા માંડે છે અને સરળ ભાષામાં- ફાટી પડે છે!

    હમણાં સુરતમાં મુસ્લિમ સગીરોએ ગણેશજીના મંડપ પર પથ્થરો ફેંક્યા એ ઘટનામાં તો જોકે આ ટોળકી ઘણીખરી મૌન રહી છે. આ પણ એક વિશેષતા છે. કાં તો તેઓ હિંદુઓ પર દોષ નાંખશે, અથવા તો સદંતર મૌન રહેશે, જાણે કશું થયું જ નથી. આ કિસ્સામાં હવે મુસ્લિમ બાળકોએ પથ્થર ફેંક્યા એવી વાત જગજાહેર થઈ ગઈ એટલે તેમને કોઇ પ્રકારનો એજન્ડા સેટ કરવાની તક મળી નહીં. બાકી યુ-ટ્યુબ ચેનલોની ઑફિસોમાં તો સ્ક્રિપ્ટ લખાવા પણ માંડી હશે કે કોઇ રીતે હિંદુઓને જવાબદાર કઈ રીતે ઠેરવીએ! બિચારાઓના નસીબે સાથ નહીં આપ્યો. પણ ભૂતકાળમાં તેઓ આવું કરી ચૂક્યા છે. 

    - Advertisement -

    2023માં શ્રાવણમાં નર્મદાના સેલંબામાં કટ્ટરપંથી ઈસ્લામીઓએ બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદની શોભાયાત્રા પર હુમલો કરી દીધો હતો. પછીથી સામે આવ્યું કે આ પૂર્વનિયોજિત કાવતરું હતું. પથ્થરો પહેલેથી એકઠા કરી રખાયા હતા. ઠાસરામાં પણ મદરેસા પર પથ્થરનો ઢગલો હતો અને તે પછી શિવજીની યાત્રા લઈને જતા હિંદુઓ પર ફેંકાયા હતા. 

    સામાન્ય કિસ્સામાં તો ઘટનાનું વિશ્લેષણ કરનારે પૂછવું જોઈએ કે આખરે શાંતિપ્રિય હિંદુઓની શાંતિપૂર્ણ યાત્રા પર પથ્થરમારો શું કામ કરવો પડે? પણ આપણે ત્યાંની આ સેક્યુલર ટોળકીમાંથી અમુકે સવાલો કર્યા હતા હિંદુઓને અને પૂછ્યું હતું કે આખરે તેઓ આવા વિસ્તારોમાં કેમ ગયા હતા અને ત્યાં જઈને ‘જય શ્રીરામ’નાં ગીતો કેમ વગાડ્યાં હતાં? આ તેમની બહાદુરી છે અને આ તેમનું ‘પત્રકારત્વ’ છે. 

    વાસ્તવમાં આ જમાતને ડર લાગે છે સમુદાય વિશેષનું નામ લેવામાં. ‘સર તન સે જુદા’નો ડર હશે કે પછી બીજું કોઇ કારણ એ તેઓ જાણે. પણ તેમની આ કાયરતાના કારણે અને તટસ્થ દેખાવાની ચળ સંતોષવા માટે હિંદુઓએ વગર વાંકે ગાળો ખાવી પડે છે. હિંદુઓ પથ્થરો પણ ખાય છે અને પછી આવા સેક્યુલર પત્રકારો વિશ્લેષણના નામે જે ગપ્પાં મારે છે અને આરોપ હિંદુઓ પર જ લગાવી દે છે તે પણ સહન કરવાં પડે છે. તેમણે વિશ્લેષણ કરવું છે, પત્રકાર દેખાવું પણ છે, પણ સમુદાય વિશેષને વાંકમાં દેખાડવો નથી. તેઓ કશુંક કહેશે તોપણ ‘ધાર્મિક કટ્ટરતા’ અને ‘ધર્માંધતા’ જેવા શબ્દો વાપરશે. જેથી તેમાં બંને સમુદાય આવી જાય. વગર વાંકે જ હિંદુઓએ જ દોષિત દેખાવાનું? કોઇ એક પત્રકારે પોતાની યુટ્યુબ ચેનલ ચલાવવાની છે એટલે? 

    આ કાયરતાના કારણે પછી આખરે વિશ્લેષણના નામે હિંદુઓને જ કહી દેવામાં આવે છે કે તેઓ યાત્રા લઈને શું કામ ગયા હતા. CAA પર કહેવામાં આવ્યું હતું કે અનુરાગ ઠાકુરે આવું નિવેદન કેમ આપ્યું હતું. બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ નરસંહાર થયો તો કહેવાયું કે તેઓ શેખ હસીનાના સમર્થકો હતા. સેલંબામાં પથ્થરમારા વખતે વામપંથનોએ કેમેરાની સામે આવીને કહ્યું હતું કે હિંદુઓ યાત્રા લઈને મુસ્લિમ વિસ્તારોમાં શું કામ ગયા હતા? અરે ભાઈ, મુસ્લિમ વિસ્તાર એટલે શું? ભારત સેક્યુલર દેશ કહેવાતો હોય તો ત્યાં હિંદુ વિસ્તારો કયા અને મુસ્લિમ વિસ્તારો કયા? અને ભજન વગાડવાની શું જરૂર હતી? શું હિંદુઓએ ક્યારેય પૂછ્યું છે કે મોટાભાગનો વિસ્તાર હિંદુ બહુમતી છે તો તાજિયા કાઢવાની શું જરૂર હતી કે પછી દિવસમાં પાંચ વખત લાઉડસ્પીકરો પરથી અજાન સંભળાવવાની શું જરૂર છે? 

    સાબિત કરવામાં એવું આવે છે કે હિંદુઓ પર જે હુમલાઓ થાય છે તેમાં થોડોઘણો તો થોડોઘણો પણ વાંક તેમનો પણ છે. તેમણે યાત્રાઓ આ રીતે ન કાઢવી જોઈએ કે આવાં ગીતો ન વગાડવા જોઈએ, જેનાથી તેમના માટે ‘સાંપ્રદાયિક સૌહાર્દ’ બગડે છે. તેમના નેતાઓએ ગમે તેવાં નિવેદનો ન આપવાં જોઈએ, જેનાથી ઉશ્કેરણી થાય છે. પરંતુ હવે આ સુરતની ઘટનામાં આ ટોળકી પાસે વધુ એક તક છે. 

    તેઓ આગળ આવે અને કહે કે સુરતમાં જે છ મુસ્લિમ બાળકો ગણેશજીના મંડપ પર પથ્થરમારો કરવા ગયાં હતાં તેમની કોઈએ ઉશ્કેરણી કરી હતી કે કેમ. શું હિંદુઓએ કશું કર્યું હતું? શું હિંદુઓ તેમને પથ્થરો ફેંકવા માટે આમંત્રણ આપવા માટે ગયા હતા? આ તમામનો જવાબ છે- ના.

    તેઓ શોધી કાઢે કે આખરે તેમને એવું કયું શિક્ષણ આ બાળકોને મળ્યું હતું કે 12-14 વર્ષની ઉંમરે તેમનામાં આટલું ઝેર ભર્યું છે. એવી કઈ માનસિકતા છે, જે જે ઈશ્વરને કરોડો હિંદુઓ નતમસ્તક થાય છે, જેઓ હિંદુઓ માટે પ્રથમ પૂજનીય છે, જેઓ દેવાધિદેવ છે, તેમની મૂર્તિ પર તેઓ ખુલ્લેઆમ જઈને પથ્થરો ફેંકી આવે છે. તેઓ મદરેસામાં જતાં હતાં ત્યાં શું ભણાવાતું હતું.

    આમાંથી અમુક કાયમ આખું વર્ષ ‘હિંદુવાદનો ઝંડો લઈને ફરનારાઓ નકલી હિંદુ છે’, ‘સંગઠનો તો કોમવાદ ફેલાવે છે’, ‘તેમનું હિંદુત્વ સાચું હિંદુત્વ નથી’, ‘આ લોકો તો રાજકીય હેતુઓ માટે આ બધું કરે છે’ જેવી દલીલો આપતા રહે છે અને સાથે કહે છે કે પોતે પણ હિંદુ છે પણ આ લોકો જેવા નથી. આ તેમના માટે તક છે. તેઓ આગળ આવીને સુરતમાં બનેલી આ ઘટના પર અવાજ ઉઠાવે, કહે કે પથ્થરમારો કરનારાઓ મુસ્લિમ સગીરો હતા,  શબ્દો ચોર્યા વગર લખે. અન્યથા માની લઈશું કે તેમનાં ડાચાં જ્યારે હિંદુઓ વિરુદ્ધ એજન્ડા ચલાવવાનો હોય ત્યારે જ ઊઘડે છે. 

    પણ તમે રાહ જુઓ. આમાંથી કોઇ ક્રાંતિવીર પત્રકાર સામે આવીને એમ પણ કહેશે કે આખરે હિંદુઓએ ત્યાં ગણેશજીનો મંડપ બાંધવાની શું જરૂર હતી? કોઇ સેક્યુલર આવીને એવી પણ દલીલ આપશે કે થોડા-ઘણા પથ્થરો ફેંકાયા તેનાથી હિંદુઓએ એકઠા થવાની શું જરૂર હતી, તેનાથી શહેરની શાંતિ ડહોળાય છે અને અમારા ભાઈઓ ડરી જાય છે! કારણ કે તેમની સલાહ અને તેમનાં સૂચનો હિંદુઓ માટે જ રિઝર્વ રાખવામાં આવ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં