Sunday, April 21, 2024
More
  હોમપેજમંતવ્યભારતની બુરખા-હિજાબ ગેંગને સાઉદી અરબનો તમાચો, મુસ્લિમ દેશમાં હિજાબ મરજિયાત બાદ બોયકટ...

  ભારતની બુરખા-હિજાબ ગેંગને સાઉદી અરબનો તમાચો, મુસ્લિમ દેશમાં હિજાબ મરજિયાત બાદ બોયકટ હેરસ્ટાઈલની વધતી લોકપ્રિયતા

  થોડા સમય પૂર્વે ભારતમાં હિજાબ બાબતે ખુબ જ વિવાદ થયો હતો.

  - Advertisement -

  ભારતની બુરખા-હિજાબ ગેંગને ખરેખર શિખામણ લેવા જેવા સમાચાર સાઉદી અરબથી મળી રહ્યા છે. એક રીપોર્ટ પ્રમાણે ત્યાની સ્ત્રીઓ અને ખાસ કરીને કિશોરીઓમાં બોયકટ હેરસ્ટાઈલની લોકપ્રિયતા વધી રહી છે. સાઉદીના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા સ્ત્રીઓને સશક્ત કરવા અને મુખ્ય હરોળમાં લાવવા માટે હિજાબ મરજિયાત કર્યા બાદ આ હેરસ્ટાઈલ વધુ લોકપ્રીય થઇ રહી છે.
  ભારતની બુરખા-હિજાબ ગેંગે શિખામણ લેવા જેવી ખરી.

  એક અહેવાલ મુજબ સાઉદી અરેબિયાના ડૉક્ટર સફીના(બદલાયેલ નામ) કારણે હાલ બોયકટ હેરસ્ટાઈલ ચર્ચામાં છે. સફીનાને રાજધાની રિયાધમાં નવી નોકરી મળી, ત્યારે તેણે પોતાનો સફેદ કોટ સાથે એવી હેરસ્ટાઈલ રાખવાનું નક્કી કર્યું કે જેની તેણે થોડા સમય પહેલા કલ્પના પણ કરી ન હતી. મહિલાઓના કપડાં અને જીવનશૈલીને લઈને એક સમયે આકરું અને કડક વલણ દાખવનાર સાઉદી અરેબિયામાં કોઈ પણ મહિલાએ ક્યારેય વિચાર્યું ન હતું કે તે પોતાનો હિજાબ ઉતારી શકશે અને બોયકટ હેરસ્ટાઈલ રાખી શકશે.

  પરંતુ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હવે દેશની રૂઢિચુસ્ત છબી બદલવાના અભિયાનના ભાગરૂપે આ શક્ય બનાવ્યું છે. મહિલાઓ હવે ઘરની બહાર કામ કરી રહી છે અને તેઓ બુરખા અને હિજાબ વગર પણ દેશના રસ્તાઓ ઉપર ફરી શકે છે. મહિલાઓને હવે પોતાની પસંદગીની હેરસ્ટાઈલ અપનાવવાની સ્વતંત્રતા છે. તે સ્ત્રીઓમાં. ડૉક્ટર સફી, જેમણે તેમના લાંબા વાળ કાપી અને તેને તેમની મનપસંદ બોયકટ હેરસ્ટાઇલમાં બદલી છે, જેમ કે સફી અને ઘણી વર્કિંગ વુમન આ હેરસ્ટાઇલને વધુને વધુ અપનાવી રહી છે, સ્ત્રીઓ હવે આ બોય કટ સાથે તેમના વાળ ઢાંકતા હિજાબ ઉતારી રહી છે અને સ્વતંત્રતા સાથે પોતાનું કામ કરી રહી છે.

  - Advertisement -

  વર્કિંગ વુમન્સમાં બોયકટ સ્ટાઈલ પ્રચલિત

  ક્રાઉન પ્રિન્સ તેમની મહત્વાકાંક્ષી ‘વિઝન 2030’ના ભાગરૂપે દેશની રૂઢિચુસ્ત છબી સુધારીને દેશમાં વધુને વધુ વિદેશી રોકાણ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે તેલ પર સાઉદી અર્થતંત્રની નિર્ભરતા ઘટાડવા માંગે છે. સાઉદીને બિઝનેસ માટે શ્રેષ્ઠ સ્થળ બનાવવા અને ગલ્ફ દેશોની હરીફાઈથી આગળ નીકળી જવાની દોડમાં તે સાઉદીમાં વિવિધ સુધારા કરી રહ્યો છે. વધુને વધુ મહિલાઓને કામ કરવા અને તેમને સ્વતંત્રતા આપવી એ તેનોજ એક ભાગ છે.

  એક સમાચાર એજન્સી સાથે વાત કરતા સફીના કહે છે કે “તેનો નવો દેખાવ તેને આનંદ આપે છે, તેમજ પુરૂષો તેને આ હેરકટના કારણે તેની તરફ ઓછું જુએ છે, અને તે તેના દર્દીઓની સારવાર કરે છે, વધુમાં તે કહે છે કે ‘લોકો લાંબા વાળવાળી સ્ત્રીઓને જોવાનું પસંદ કરે છે. આ હેરસ્ટાઇલ એક ઢાલ જેવી છે જે મને લોકોથી બચાવે છે અને મને શક્તિ આપે છે. રાજધાની રિયાધના એક સલૂનમાં હેરડ્રેસર લેમિસે જણાવ્યું હતું કે સાઉદી મહિલાઓમાં બોય-કટ હેરસ્ટાઇલની માંગ વધી છે. તેમના લગભગ સાત કે આઠ ગ્રાહકો આ હેરસ્ટાઇલની માંગ કરે છે.

  ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહિલાઓની સ્થિતિ બદલી

  સાઉદી મહિલાઓને પાંચ વર્ષ પહેલા આ સ્વતંત્રતા મળવાનું શરૂ થયું જ્યારે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને તેમના પિતા કિંગ સલમાન દ્વારા તેમના વારસદાર જાહેર કરવામાં આવ્યા હતા. સાઉદી અરેબિયામાં મહિલાઓને અગાઉ વાહન ચલાવવાની મંજૂરી ન હતી અને તેમના માટે હિજાબ ફરજિયાત હતો,

  પરંતુ ક્રાઉન પ્રિન્સ સલમાને મહિલાઓને વાહન ચલાવવાની મંજૂરી આપી અને તેમને હિજાબ પહેરવાની ફરજમાંથી મુક્તિ આપી. મહિલાઓને હવે રમતગમત અને કોન્સર્ટમાં પણ ભાગ લેવાની છૂટ છે. હવે સાઉદીએ તેની મહિલાઓને પાસપોર્ટ મેળવવા અને પુરૂષ સંબંધીઓની પરવાનગી વિના વિદેશ પ્રવાસ કરવાની પણ છૂટ આપી છે.

  ભારતમાં ધાર્મિક અધિકારના નામે ધમાલ

  થોડા સમય પહેલા દેશમાં બુરખા-હિજાબ વિવાદે દેશની શાંતિ ને ડહોળી હતી, મુસ્કાન જૈનબ ખાન જેવી ફેમ ભૂખી યુવતીઓએ હિજાબ પહેરવા માટે થઈને પોતાના ભણતરને દાવ પર લગાવીને પરીક્ષાઓ નહોતી આપી, તો બીજી તરફ સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદો બાદ પણ, કોર્ટનું અપમાન કરીને યુવતીઓ અધિકારના નામે પરાણે બુરખા પહેરીને કોલેજમાં પ્રવેશવાની માંગ સાથે હોબાળો કર્યો હતો, યુરોપના દેશોમાં બુરખા પર પ્રતિબંધ અને સાઉદી અરબ જેવા કટ્ટર મુસ્લિમ દેશમાં સુધરતા સમય સાથે બદલતી પરિસ્થિતિઓ પાસેથી ભારતીય મુસ્લિમ કટ્ટરપંથીઓની કઠપૂતળી બનતી આવી યુવતીઓને સાઉદી અરબ અને ત્યાની મહિલાઓ પાસેથી શિખામણ લેવા જેવી ખરી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં