Friday, December 27, 2024
More
    હોમપેજદેશમંદિરની માંગ કરતા હિંદુઓ ‘તાનાશાહી-અત્યાચારી’ અને કાયદાની વિરુદ્ધ: સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જજે...

    મંદિરની માંગ કરતા હિંદુઓ ‘તાનાશાહી-અત્યાચારી’ અને કાયદાની વિરુદ્ધ: સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જજે રામ મંદિરના નિર્ણય પર રડ્યાં રોદણાં

    પાણી પીને કલાકો સુધી બોલ્યા પછી રોહિંટન નરીમનનું વાસ્તવિક દુઃખ બહાર આવ્યું. સંભવતઃ મંદિરો તોડીને બાંધવામાં આવેલી મસ્જિદો વિરુદ્ધ હવે કોર્ટમાં અરજીઓ કેમ દાખલ કરવામાં આવી રહી છે તે અંગે પણ તેઓ મરશિયા ગાવા લાગ્યા.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) 9 નવેમ્બર 2019ના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ (Ram Janma Bhoomi) વિવાદનો અંત લાવી દીધો હતો. લગભગ એક દાયકા સુધી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ દિવસે હિંદુઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. દેશના બુદ્ધિજીવીઓ અને કટ્ટરપંથી (Liberal) વર્ગે લાંબા સમય સુધી આ મામલે રોદણાં રડ્યા હતા. જોકે મંદિરનું નિર્માણ તો થયું જ અને લાખો ભક્તોએ તેની મુલાકાત લીધી. પરંતુ જેમ પૂર્વી પવન ફૂંકાય ત્યારે જૂની પીડા ફરી ઉભરી આવે છે, તેવી જ રીતે હવે પણ આ પીડા લિબરલ જમાતના મનમાં સમયાંતરે ઉભરતી રહે છે. આ મામલે રોહિંટન નરીમને પણ રોદણાં રડ્યા હતા.

    જે લોકો રામ મંદિરના નિર્ણય પર શોક વ્યક્ત કરી રહ્યા છે, તેમાં નવું નામ એ જ સમુદાયનું છે જેણે મંદિર બનાવવાનો નિર્ણય આપ્યો હતો. કોંગ્રેસ સરકારમાં દેશના સોલિસિટર જનરલ રહી ચૂકેલા અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં જજ બનેલા રોહિંટન નરીમને (Rohinton Nariman) એક લેક્ચર દરમિયાન રામ મંદિર પર આપવામાં આવેલા નિર્ણયની ટીકા કરી છે. તેમણે આ નિર્ણયને ‘ન્યાયની મજાક’ અને સેક્યુલારિઝમનું ઉલ્લંઘન કરતો નિર્ણય ગણાવ્યો. હિંદુઓને કાયદા વિરુદ્ધ રહેતા લોકો જણાવ્યા અને મસ્જિદો વિરુદ્ધ અરજી દાખલ કરવાના મામલાને રાક્ષસ સાથે સરખામણી કરી.

    રોહિંટન નરીમને આ ટિપ્પણીઓ જસ્ટિસ AM અહમદી મેમોરિયલ લેક્ચરમાં આપી હતી. અહમદી ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ લેકચરનો વિષય હતો ‘સેક્યુલરિઝમ એન્ડ ધ ઈન્ડિયન કોન્સ્ટિટ્યુશન’. જેમાં રોહિંટન નરીમન સહિત અનેક જજોને બોલાવવામાં આવ્યા હતા. નરીમને આ કાર્યક્રમનું પ્રથમ લેક્ચર આપ્યું હતું. બંધારણની જુદી જુદી જોગવાઈઓ, સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને AM અહમદી વિશે વાત કરતી વખતે તેમના લેકચરની દિશા રામ મંદિર કેસ અને ઉદારવાદી બડબડાટ તરફ વળી ગઈ હતી.

    - Advertisement -

    રોહિંટન નરીમને કહ્યું કે આ આખો મામલો 1984માં રામ મંદિર બનાવવાની વિશ્વ હિંદુ પરિષદની ‘તાનાશાહી’ અને ‘અત્યાચારી’ માંગ સાથે શરૂ થયો હતો. મતલબ કે પોતાના આરાધ્ય દેવતા માટે પૂજા સ્થળની માગણી કરવી એ નરીમન માટે સરમુખત્યારશાહીની વાત છે. આ દરમિયાન તેઓ એ પણ ભૂલી ગયા કે VHPએ કાયદેસર રીતે જ પોતાની માંગ ઉઠાવી હતી, આ અત્યાચાર કેવી રીતે થઈ શકે. અત્યાચાર તો એ હતો જયારે મંદિરનો વિનાશ થયો. મંદિર માટે તો સદીઓથી લડાઈ ચાલી રહી હતી.

    કદાચ આ બધું કહેવું તેમના માટે ખૂબ જ સરળ છે. કારણ કે તે એવ સમુદાયમાંથી આવે છે જેને ભારતમાં ક્યારેય અન્યાય થયો નથી. પણ હા, તેમણે એ યાદ રાખવું જોઈએ કે શા માટે તેમના પૂર્વજો પર્શિયામાંથી ભાગી ગયા હતા. અને જો તેમને યાદ ન હોય તો હું તેમને યાદ અપાવી દઉં. ઇસ્લામનો કાયદો જ્યાં અમાન્ય બની ગયો હતો, તેથી પારસીઓ ભારતમાં આવ્યા અને સેંકડો વર્ષોથી મુક્તપણે તેમના ધર્મનું પાલન કરી રહ્યા છે. આ લોકોને નરીમન જેને ‘જુલમી’ અને ‘તાનાશાહ’ ગણાવી રહ્યા છે એવા VHPના પૂર્વજોએ જ આશ્રય આપ્યો હતો.

    તેમ છતાં નરીમને રામ મંદિરના મામલામાં હિંદુ પક્ષને હંમેશા કાયદાની વિરુદ્ધ રહેતો ગણાવ્યો હતો. જ્યારે વાસ્તવિકતા એ છે કે જો હિંદુ પક્ષ કાયદાની વિરુદ્ધ રહ્યો હોત તો બાબરી 6 ડિસેમ્બર 1992 સુધી ન ટકી રહી હોત અને  મંદિરનો અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ ન થયો હોત. હિંદુ પક્ષે બ્રિટિશ ન્યાયાધીશોથી લઈને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી આ મામલે કાનૂની લડાઈ લડી હતી. હિંદુ પક્ષે કાયદા મુજબ જ મંદિર માંગ્યું અને આ કાયદા મુજબ જ મંદિર બનાવ્યું. નરીમને હિંદુઓના આરાધ્યને ‘કાલ્પનિક’ સુધી ગણાવી દીધાં હતા.

    જો હિંદુઓ કાયદાની વિરુદ્ધ હોત તો આજે દેશમાં બહુમતી હોવા છતાં તેઓ કાશ્મીરમાંથી ભાગી ન રહ્યા હોત. જો હિંદુઓ કાયદાની વિરુદ્ધ હોત તો કાશી મથુરાનો કેસ કોર્ટમાં અટક્યો ન હોત. જવાદો, પેઢી દર પેઢી વકીલાતનો ધંધો અપનાવનારા નરીમન સાહેબને આ બધું કેવી રીતે ખબર હશે? જન્મથી અત્યાર સુધી તે એ ‘બબલ’માં જીવી રહ્યા છે જેનું નામ ‘લિબરલ જમાત’ છે. નરીમને ન માત્ર હિંદુઓને કાયદાની વિરુદ્ધમાં  ગણાવ્યા પરંતુ એ મામલે પણ નિરાશા વ્યક્ત કરી બાબરી તોડી પાડીને એ જ રામજન્મભૂમિની જગ્યા પર ફરીથી મસ્જિદ કેમ ન ઉભી કરાઈ?

    નરીમાને મસ્જિદનું નિર્માણ ન થવાને ‘ન્યાય કે સાથ ભદ્દા મજાક’ ગણાવ્યું અને કહ્યું કે જો ત્યાં જ મસ્જિદ બનાવવામાં આવી હોત તો એ બાબરી તોડી એનું વળતર હોત. કદાચ નરીમન સાહેબને ખબર નથી કે વાસ્તવિક વળતર રામ મંદિરનું નિર્માણ છે. તેમને એક ઢાંચો તોડી પાડવાનું વળતર યાદ છે પણ તેમને સેંકડો વર્ષોથી હિંદુઓ સાથે થઇ રહેલ અન્યાયના વળતરની ચિંતા નથી. નરીમનનું કહેવું છે કે નિર્ણયમાં ‘સેક્યુલરિઝમ’ને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એટલે કે, જો હિંદુઓ પોતાનો દાવો છોડીને ચૂપચાપ બેસી જાત તો એ નરીમન સાહેબના મતે ‘બિનસાંપ્રદાયિકતા’ની સાચવણી હોત.

    માફ કરશો નરીમન સાહેબ. તમે પારસી સમુદાયના પાદરી છો. તમારા પિતાએ તમને નાનપણથી જ તમારા ધર્મ વિશે શીખવવાનું શરૂ કર્યું હતું. જો કોઈ તમને તમારું ધાર્મિક સ્થળ છોડવાનું કહે તો તમને કેવું લાગશે? પછી તમે બિનસાંપ્રદાયિકતાના રોદણાં રડશો? કદાચ નહીં! તેથી, અમે પણ બિનસાંપ્રદાયિકતા ખાતર અમારો ધર્મ નહીં છોડીએ. લેકચર દરમિયાન રોહિંટન નરીમનના રોદણાંની તીવ્રતા વધતી જ ગઈ.

    તેમણે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, સાધ્વી ઋતંભરા સહિતના ભાજપ અને વીએચપી નેતાઓને નિર્દોષ જાહેર કરવા પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ ચુકાદો આપનાર ન્યાયાધીશને લાનત લગાવી. તેમણે કહ્યું કે એ જજને યુપીમાં પદ આપવામાં આવ્યું હતું, જેમને આ નેતાઓને નિર્દોષ જાહેર કર્યા હતા. અરે નરીમન સાહેબ! એક નીચલી અદાલતના ન્યાયાધીશની ક્યાંક નિમણૂક થાય ત્યારે આટલી સમસ્યા? તમારા પિતા સરકારી વકીલ હતા, તમે પણ જજ બન્યા, તેમ છતાં એક જજ સાથે આટલી તકલીફો કેમ?

    અને ભાગ્યે જ એવો કોઈ દિવસ હશે જ્યારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ તેમના નિવૃત્ત ન્યાયાધીશોને કોઈ સમિતિ અને મધ્યસ્થીમાં સામેલ ન કરે. આ કાયદાકીય રોજગાર ગેરંટી યોજના પર હજારો પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ શું તમે ક્યારેય તેના પર પ્રશ્નો ઉઠાવ્યા છે? શું તમે ક્યારેય કોંગ્રેસને એવો પ્રશ્ન પૂછ્યો છે કે જેના એક નેતા બહારુલ ઈસ્લામ પહેલા રાજ્યસભાના સભ્ય બન્યા અને પછી ગૌહાટી હાઇકોર્ટમાં જજ બન્યા, થોડા જ મહિનામાં તેઓ અહીં ચીફ જસ્ટિસ બન્યા અને જયારે તેઓ અહીંથી પણ નિવૃત્ત થયા, તેમને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવી દેવામાં આવ્યા.

    સૌ પ્રથમ તો નીચલી અદાલતના ન્યાયાધીશને ઉપલોકાયુક્ત બનાવવામાં કોઈ સમસ્યા નથી. છતાં જો તમને લાગતું હોય કે આ નૈતિકતાનો મુદ્દો છે તો તમે બીજાને પ્રશ્ન કેમ નથી કરતા. કદાચ આ જજ તમારા નિશાના પર એટલા માટે હતાં કારણ કે તેમણે લાલકૃષ્ણ અડવાણી સહિતના હિંદુઓ માટે અવાજ ઉઠાવતા નેતાઓને જેલ નહોતી કરી. તમારે સમજવું જોઈએ નરીમન સાહેબ! કે આ કટોકટીનો સમયગાળો નથી. માત્ર તમારા અહંકારને ઠેસ ન પહોંચે એટલે કોઈને જેલભેગા કરવામાં આવે એવો આ સમયગાળો નથી.

    પાણી પીને કલાકો સુધી બોલ્યા પછી રોહિંટન નરીમનનું વાસ્તવિક દુઃખ બહાર આવ્યું. સંભવતઃ મંદિરો તોડીને બાંધવામાં આવેલી મસ્જિદો વિરુદ્ધ હવે કોર્ટમાં અરજીઓ કેમ દાખલ કરવામાં આવી રહી છે તે અંગે પણ તેઓ મરશિયા ગાવા લાગ્યા. તેમણે આ અરજીઓને ‘હાઈડ્રા હેડ્સ’ તરીકે ઓળખાવી હતી. હાઇડ્રા એ ગ્રીક માન્યતામાં એક દરિયાઈ રાક્ષસ હતો જેના ઘણા માથા હતા. એટલે કે રોહિંટન નરીમને પોતાના અધિકારો માટે લડતા હિંદુઓને રાક્ષસ ગણાવી દીધા.

    નરીમનનું કહેવું છે કે હવે 1991ના કાયદાનો કડક અમલ થવો જોઈએ, જેના હેઠળ કોઈ પણ હિંદુ ઇતિહાસમાં તેમના ધાર્મિક સ્થાન પર કરવામાં આવેલી તોડફોડ સામે કોર્ટમાં જઈ શકે નહીં. તેમણે કહ્યું કે તો જ આપણે સહિષ્ણુ બની શકીશું. મોટા ભાઈ! તમારે સહનશીલ બનવું પડશે, સહિષ્ણુ બનો. બંધારણમાં અધિકાર છે. પરંતુ અમે અમારા મંદિરોની કિંમતે કથિત ‘સહિષ્ણુતા’ના ટેગને ખરીદીશું નહીં. તમારી સહનશીલતા માટે તમને મુબારક.

    રામ મંદિર વિરુદ્ધના નિર્ણયથી રોહિંટન નરીમન કેમ નારાજ છે તે તેમના પિતા અને દેશના ટોચના વકીલોમાંના એક ફલી એસ નરીમનના શબ્દો પરથી પણ સમજી શકાય છે. ફલી એસ નરીમનને એક સમસ્યા હતી કે એક હિંદુ સંતને યુપીના મુખ્યમંત્રી કેમ બનાવવામાં આવ્યા. રોહિંટન નરીમને પોતે પણ ઋગ્વેદને ટાંકીને સનાતન પરંપરામાં મહિલાઓના સન્માન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કદાચ એક વાર બીજા મજહબના પુસ્તક પર ટિપ્પણી કરવાની હતી ત્યારે બધી સહિષ્ણુતા સામે આવી જાત.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં