મીડિયામાં આવતા ‘લવ જેહાદ’ના સમાચારો ઘણીવાર તમને અતિશયોક્તિભર્યા લાગતા હશે. તમને કદાચ એવું થતું હશે કે દક્ષિણપંથીઓએ આ શબ્દને કારણ વગર જ વધુ પડતો હાઇપ આપી દીધો છે. મનમાં એવો વિચાર પણ આવતો હશે કે કોઈ ભણેલી-ગણેલી અને સમજદાર યુવતીઓનું બ્રેઈનવોશ કેવી રીતે કરી શકે? આસપાસ એવી વાતો પણ થતી હશે કે આજકાલ છોકરીઓ જ હાથમાંથી નીકળી રહી છે, તો આપણે બીજાને કેવી રીતે દોષ આપી શકીએ? અને જો તમે વધુ પડતી ‘સેક્યુલર’ વિચારધારા ધરાવતા હશો તો મન એવું પણ કહેતું હશે કે આ બધું તો સામાજિક અપરાધ છે, તેને કોઈ ચોક્કસ ધર્મ સાથે શું લાગે-વળગે…
આવા વિચારો તમને પણ આવતા હોય અને હિંદુ ઓળખ તથા સેક્યુલર વિચારધારા વચ્ચેના દ્વંદ્વમાં જીવતા હો તો તમારે ‘ધ કેરાલા સ્ટોરી-2’ જોવાની તાતી જરૂર છે. આ ફિલ્મ તમને ‘કટ્ટર હિંદુ’ નહીં બનાવે, પરંતુ સેક્યુલર સમાજમાં તમારે કેટલી ‘હિંદુ’ ઓળખ સાથે જીવવું જોઈએ– તે ચોક્કસ શીખવી દેશે.
ફિલ્મમાં ત્રણ યુવતીઓ છે– સુરેખા, નેહા અને દિવ્યા. આ ત્રણેયની વાર્તા દર્શાવે છે કે કેવી રીતે હિંદુ ઓળખને કારણે હિંદુ યુવતીઓ સાથે ભાવનાત્મક અને સામાજિક સ્તરે છેતરપિંડી કરવામાં આવે છે. તેમને પ્રેમમાં માત્ર દગો નથી મળતો પરંતુ તેમની સાથે પ્રેમનું છળ જ એટલા માટે કરવામાં આવે છે જેથી તેમને પતનની ખીણમાં ધકેલી શકાય. આ ખીણમાં ગયા પછી યુવતી પાછી આવે છે કે નહીં તે તેના નસીબ પર નિર્ભર છે.
નેહાની કહાની: વિશ્વાસ, છળ અને વેશ્યાવૃત્તિ
નેહા એક પ્રતિભાશાળી એથ્લેટ છે. તે એક દલિત પરિવારમાંથી આવે છે. તેના પિતાનું સપનું છે કે તે રાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરે. ઘરની દીવાલો પર લાગેલી ટ્રોફીઓ તેની મહેનતની સાક્ષી પૂરે છે. આ દરમિયાન તેની જિંદગીમાં ફૈઝાન નામનો એક યુવક ‘રાજુ’ બનીને આવે છે. તે પોતે હિંદુ હોવાનું જણાવીને નેહાની નજીક પહોંચે છે– હાથમાં કલાવા, કપાળ પર તિલક, મંદિરોમાં દર્શન કરવા જવું… આ બધું કરીને તે નેહાનો વિશ્વાસ જીતી લે છે.
ફૈઝાન ક્યારેય તેને પરિવારની વિરુદ્ધ ભડકાવતો નથી, પરંતુ ધીમેધીમે તેને પરિવારથી ભાવનાત્મક રીતે દૂર કરતો જાય છે. તે તેને સમજાવે છે કે પરિવાર તેમનાં લગ્ન નહીં થવા દે. પણ જો તે લગ્ન કરી લે તો તે તેને એવા શ્રેષ્ઠ કોચ પાસે ટ્રેનિંગ અપાવશે જે અત્યાર સુધી તેના પપ્પા નથી અપાવી શક્યા. નેશનલ રમવાનું સપનું જોતી નેહા આને બહુ મોટી વાત સમજે છે અને ઘરના સભ્યોને જણાવ્યા વગર લગ્ન કરીને આગ્રા આવી જાય છે. થોડા દિવસો સુધી ફૈઝાન ‘રાજુ’ હોવાનું નાટક ચાલુ રાખે છે, પરંતુ બાદમાં હકીકત સામે આવે છે.
સત્ય સાંભળીને નેહા રડે છે, પરિવાર પાસે પાછા ફરવાનું વિચારે છે, પરંતુ તે સમયે પણ ફૈઝાન તેને પોતાની વાતોમાં ફસાવી લે છે અને નિકાહ-ધર્માંતરણ થાય છે. આ પછી નેહાને ‘પાક’ (પવિત્ર) કરવાના નામે 40 દિવસ સુધી એક મૌલાના તેને પીંખે છે અને ત્યારબાદ દરરોજ અલગ-અલગ લોકો તેની પર બળાત્કાર કરે છે.
બીજી તરફ, ફૈઝાન દલિત છોકરીને મુસ્લિમ બનાવવાનો ટાર્ગેટ પૂરો કરીને ઇસ્લામી કટ્ટરપંથીઓ પાસેથી 6 લાખ રૂપિયા લે છે. તેનું ધ્યાન એકવાર પણ એ નેહા પર નથી જતું, જેને તેણે ‘તને મારા પર ભરોસો નથી બેબી?’ એમ કહીને ફસાવી હતી. તે હવે પછી કોઈ બ્રાહ્મણ છોકરીને ફસાવીને કેવી રીતે 12 લાખ રૂપિયા મેળવવા તે વિચારવા લાગે છે. હદ ત્યારે થાય છે જ્યારે તે પોતાના ભાઈને કહે છે કે નેહા પર બળાત્કાર કરતી વખતે તેના ચહેરા ન મારે, કારણ કે ‘ગ્રાહકો’ ફરિયાદ કરે છે.
સુરેખાની વાર્તા અને લિબરલોનો તૂટતો ભ્રમ
સુરેખાની વાર્તા દક્ષિણ ભારતમાં ફેલાયેલા લવ જેહાદની સ્થિતિને દર્શાવે છે, જ્યાં શિક્ષિત અને આધુનિક પરિવારની યુવતીઓને લવ જેહાદીઓ નિશાન બનાવે છે. સુરેખા એવી જ યુવતીઓમાંથી એક છે. તેની માતા ધાર્મિક છે, પરંતુ પિતા પોતાને લિબરલ-સેક્યુલર માને છે. તેઓ દીકરીને ધર્મની પાયાની સમજ આપતા નથી. તેમનો વિશ્વાસ છે કે દરેક વ્યક્તિને પોતાની માન્યતા સાથે જીવવાની સ્વતંત્રતા છે.
આ જ સંસ્કારો સાથે ઉછરેલી સુરેખાનો પ્રેમ સંબંધ સલીમ નામના પત્રકાર સાથે શરૂ થાય છે. સલીમ અહીં પોતાની ઓળખ છુપાવતો નથી, પરંતુ સુરેખાની લિબરલ વિચારધારાનો ફાયદો ઉઠાવે છે. હકીકતમાં તેનો હેતુ ભારતને 2047 સુધીમાં ઇસ્લામી રાષ્ટ્ર બનાવવા માટે ‘ગઝવા-એ-હિંદ’ની તૈયારી કરવાનો હોય છે.
તે શરૂઆતમાં સુરેખા સામે પોતાને અતિલિબરલ અને પ્રગતિશીલ ગણાવે છે. તે ધર્મ-મજહબની વાતોને બિનમહત્વની ગણાવે છે. સુરેખા આ બધું જોઈને પ્રભાવિત થાય છે. તે શ્રદ્ધા વાકર જેવા કિસ્સાઓને માત્ર વોટ્સએપ ફોરવર્ડ (અફવા) ગણાવે છે. જ્યારે માતા-પિતા તેને રોકે છે ત્યારે તે તેમને સમજાવે છે કે દેશમાં 20 કરોડ મુસ્લિમો છે, બધા એકસરખા નથી હોતા.
પરંતુ સમય જતાં સુરેખાની આંખ ત્યારે ખુલે છે જ્યારે લિબરલ સલીમ અચાનક તેને ‘કાફિર’ કહેવા લાગે છે અને તેના પર મુસ્લિમ બનવાનું દબાણ કરે છે. સુરેખા લાંબા સમય સુધી પોતાને સમજાવતી રહે છે, પરંતુ અંતે તેને સમજાય છે કે તેણે સેક્યુલર નહીં, પણ હિંદુ જ રહેવું જોઈતું હતું. તેણે માતાની વાત, પિતાની સલાહ અને ધર્મની જાણકારી લેવી જોઈતી હતી.
ફિલ્મમાં સુરેખાનું મોઢું પકડીને તેને બીફ (ગાયનું માંસ) ખવડાવવાનું દ્રશ્ય કાલ્પનિક નથી. એવા અનેક કિસ્સાઓ છે જેમાં લવ જેહાદની પીડિતોએ ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કેવી રીતે ઇસ્લામ કબૂલ કરાવીને તેમના પર ગૌમાંસ ખાવાનું દબાણ કરવામાં આવ્યું અને ના પાડવા પર તેમના મોઢામાં જબરદસ્તી બીફ ઠૂંસવામાં આવતું હતું.
દિવ્યાની વાર્તા: સોશિયલ મીડિયા અને લવ જેહાદ
દિવ્યા માત્ર 16 વર્ષની છે. તે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માંગે છે. તેના માતા-પિતા તેને ટેકો આપે છે, તેને ધાર્મિક ગીતો પર નૃત્ય શીખવે છે અને દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે. આ દરમિયાન તેની મુલાકાત રશીદ સાથે થાય છે. ફૈઝાનની જેમ રશીદ તેની ઓળખ છુપાવતો નથી, કે સલીમની જેમ લિબરલ બનીને પણ નથી મળતો. તેના બદલે, રશીદ પોતાની અસલી ઓળખ સાથે જ દિવ્યાને પ્રેમજાળમાં ફસાવે છે.
રશીદ અહીં દિવ્યાના સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ઝનૂનનો ઉપયોગ તેને પરિવારથી દૂર કરવા માટે કરે છે. રીલ બનાવવાની લાલચ આપીને ધીરે ધીરે તે દિવ્યાને તેના પરિવાર અને પરંપરાઓ વિરુદ્ધ ભડકાવે છે. તે તેને કહે છે કે હિંદુ ધર્મમાં ‘આઝાદી’ નથી. જો તે તેની સાથે નિકાહ કરશે તો તે પોતે તેની ગ્લેમરસ રીલ બનાવશે.
પરિવાર દિવ્યાને ઘણું સમજાવે છે, પરંતુ કિશોરાવસ્થામાં ભટકેલી દિવ્યાને રશીદ સિવાય કંઈ સમજાતું નથી. તે તેના શાંત સ્વભાવના પિતાને એમ કહીને નીચું દેખાડવાનો પ્રયાસ કરે છે કે- “તમારો એક મહિનાનો જે પગાર છે, તેટલા પૈસા મને એક રીલમાંથી મળશે.”
ધીમેધીમે દિવ્યા ગ્લેમરની દુનિયામાં આગળ વધવા માટે મર્યાદાઓ ઓળંગવા લાગે છે. માતા-પિતા સાથે રહેવાને તે બંધન સમજે છે અને એક દિવસ એવો આવે છે જ્યારે રશીદ પોતાના મકસદમાં સફળ થઈ જાય છે. તે દિવ્યાને ઘરેથી ભગાડી જાય છે. સુરક્ષાના નામે તેનું ધર્માંતરણ કરાવી નિકાહ કરે છે અને ધીરે ધીરે તેનું જીવન બરબાદ કરી નાખે છે.
16 વર્ષની છોકરી રશીદ સાથે નિકાહ કર્યા પછી નૃત્ય તો દૂર પોતાની મરજીથી ફોન વાપરવા માટે પણ તરસવા લાગે છે. ત્યારે તેને સમજાય છે કે વાસ્તવિક બંધનો શું હોય છે. તે નક્કી કરે છે કે તે (દિવ્યા) તેના માતા-પિતાને બધું જ જણાવશે અને રશીદને એક્સપોઝ કરશે. તે તેમ કરે પણ છે, પરંતુ રશીદને આ બધી ખબર પડી જાય છે અને પછી તેની સાથે એ જ થાય છે જે મોટાભાગની લવ જેહાદની પીડિતાઓ સાથે થતું હોય છે. તેની નિર્મમતાથી હત્યા કરવામાં આવે છે અને ત્યારબાદ તેના મૃતદેહના ટુકડે-ટુકડા કરી નાખવામાં આવે છે.
માત્ર ત્રણ વાર્તાઓ નહીં, લવ જેહાદની અલગ-અલગ પેટર્ન
નેહા, સુરેખા અને દિવ્યાની પડદા પર દર્શાવવામાં આવેલી વાર્તાઓ કોઈ કાલ્પનિક ચિત્રણ નથી. જો તમે અખબાર વાંચો છો અથવા સમાચાર જુઓ છો, તો આ ફિલ્મ જોતી વખતે તમને અલકા, પ્રિયા, સોની અને પ્રિયંકા જેવા એવા અનેક નામ યાદ આવશે જેમને લવ જેહાદીઓ પોતાનો શિકાર બનાવી ચૂક્યા છે. તમને આખી ‘પેટર્ન’ એકસાથે સમજાશે જેના દ્વારા દરેક વર્ગની હિંદુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવવામાં આવે છે.
આ એક એવી પેટર્ન છે જ્યાં છોકરીને જૂઠું બોલીને પ્રેમજાળમાં ફસાવવામાં આવે છે, તેને લોભામણાં વચનો આપવામાં આવે છે, નકલી નિકાહ કરવામાં આવે છે, ઇસ્લામ કબૂલ કરાવવામાં આવે છે, દેહવ્યાપારમાં ધકેલવામાં આવે છે અને અંતે તેની એવી હાલત કરી દેવામાં આવે છે કે તે પોતાની આપવીતી કહેવા લાયક પણ ન બચે.
એક વાલી (પેરેન્ટ) તરીકે ફિલ્મના કેટલાક દૃશ્યો તમને કદાચ થોડાં વિચલિત કરી શકે છે, પરંતુ તેને જોઈને થતી બેચેની એ પીડા કરતા તો ઓછી જ હશે જે પોતાની દીકરીઓને ગુમાવી દેવા પર, તેમને હિજાબ-બુરખામાં જોવા પર અથવા તેમના કપાયેલા અંગો જોઈને કોઈ માતા-પિતાને થતી હશે.
આ ફિલ્મ જુઓ જેથી તમારી એટલી સમજ કેળવાય કે તમારે તમારી દીકરીઓને વિધર્મી તત્વોથી કેવી રીતે બચાવવી. ફિલ્મ જુઓ જેથી તમે નક્કી કરી શકો કે તમારે ‘સેક્યુલર’ હોવાના ભ્રમમાં જીવવું છે કે પછી એ સ્વીકારવું છે કે તમે હિંદુ છો.
ફિલ્મની ટીકા કે પ્રશંસા કરવી એ તમારો પોતાનો વિવેક
અંતમાં એ જાણકારી પણ રાખો કે પડદા પર મોટા-મોટા નિર્માતાઓ દ્વારા અનેક ફિલ્મો લાવવામાં આવે છે, પરંતુ તમારા સમાજની દીકરીઓ પર થતા અત્યાચારોને ખુલ્લેઆમ દર્શાવવાની હિંમત દિગ્દર્શક તરીકે કામાખ્યા નારાયણ સિંહે કરી છે અને તેના નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ છે.
તમે ઈચ્છો તો ફિલ્મના ટેકનિકલ પાસાં જોઈને તેની ટીકા કરી શકો છો, પરંતુ તેની ‘સ્ટોરી લાઈન’ (વાર્તા) પર ટીકા કરવાનું કામ એ લોકો પર છોડી દો જે આજે પણ એ સ્વીકારવા તૈયાર નથી કે ‘લવ જેહાદ’ જેવું હકીકતમાં કંઈક અસ્તિત્વ ધરાવે છે.
ફિલ્મમાં અનેક હૃદયદ્રાવક દૃશ્યો પછી અંતિમ દૃશ્યો તમને ત્યારે સંતોષકારક લાગી શકે છે જ્યારે બેકગ્રાઉન્ડમાં ‘હર-હર શંભુ’ ગીત અને બુલડોઝરનું દ્રશ્ય તથા પોલીસનો દંડો બને એક સાથે વાગે છે.


