દિલ્હીના ઉત્તમ નગરમાં હોળીના રંગને લઈને મુસ્લિમ ભીડ દ્વારા તરુણ કુમારની હત્યાથી લઈને વારાણસીમાં ગંગા નદીની વચ્ચે નાવ પર બેસીને ઇફ્તારના નામે ચિકન બિરયાની ખાવી અને તેના હાડકાં પવિત્ર જળમાં ફેંકવાની ઘટના સુધી, આ બંને કિસ્સાઓને અલગ-અલગ ન જોઈ શકાય. આ એક પેટર્ન છે. દર વખતે જ્યારે હિંદુઓની આસ્થા પર આઘાત થાય છે, ત્યારે એક ઇકોસિસ્ટમ સક્રિય થઈ જાય છે- ઇસ્લામો-લેફ્ટિસ્ટ ગેંગ, જે તરત જ ‘ગંગા-જમુની તહજીબ’, ‘સાઝી સંસ્કૃતિ’ અને ‘સેક્યુલરિઝમ’ જેવા શબ્દોનો આધાર લઈને વાસ્તવિક મુદ્દાને દબાવવામાં લાગી જાય છે. આ વખતે પણ એ જ થયું.
વારાણસીમાં ગંગાની વચ્ચે નાવ પર બેસીને કેટલાક મુસ્લિમ યુવાનોએ ઇફ્તારના નામે નોનવેજ બિરયાની ખાધી અને હાડકાંઓ ગંગામાં ફેંકી દીધા, તે પણ બિંદુમાધવ મંદિરની નજીક, જ્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. આ ઘટના સામે આવ્યાં પછી દેશભરમાં આક્રોશ ફેલાયો. પરંતુ જેવી કાર્યવાહી શરૂ થઈ કે ‘ધ વાયર’ જેવા પોર્ટલે તરત જ તેને ‘મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી’ ગણાવીને આખો નેરેટિવ પલટવાનો પ્રયાસ શરૂ કરી દીધો.

રખશંદા જલીલે ‘Who Owns the Ganga? A River of Many Faiths, Not One’ શીર્ષકથી લેખ ઘસીને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ગંગા માત્ર હિંદુઓની નથી, પરંતુ અનેક આસ્થાઓની નદી છે. તેણે પોતાના લેખની શરૂઆત ભાવનાત્મક કિસ્સાઓથી કરી—પોતાના પતિ દ્વારા ગંગાને ‘મઈયા’ કહેવાના અને ભોજપુરી ગીત ગાવાના ઉલ્લેખથી. પરંતુ અહીં એક મૂળભૂત સવાલ ઉભો થાય છે, જેને જલીલે જાણજોઈને અવગણ્યો કે ઇસ્લામમાં કોઈ નદીને ‘મા’ માનવાની કે તેની પૂજા કરવાની કોઈ અવધારણા જ નથી. આવા સંજોગોમાં આ ભાવનાત્મક ઉદાહરણ માત્ર નેરેટિવ ઘડવાનું એક માધ્યમ છે, વાસ્તવિકતા નથી.
‘ઇફ્તાર’નો ખોટો નેરેટિવ અને સત્ય
‘ધ વાયર’ના લેખમાં એ નેરેટિવ સેટ કરવામાં આવ્યો કે મુસ્લિમ યુવાનો વિરુદ્ધ કાર્યવાહી માત્ર એટલા માટે થઈ કારણ કે તેમણે ગંગામાં રોજા તોડ્યા. તેને ‘બહુસંખ્યક સમુદાયની ભાવનાઓ’નો મુદ્દો ગણાવીને એક પ્રકારે હિંદુઓને જ કઠેડામાં ઊભા કરવામાં આવ્યા. પરંતુ જલીલે ખૂબ ચાલાકીથી એ મુખ્ય તથ્યને છુપાવી દીધો કે આ યુવાનો ગંગામાં માત્ર ઇફ્તાર જ નહોતા કરી રહ્યા, પરંતુ નોનવેજ ખાઈ રહ્યા હતા અને ચાવેલા હાડકાંઓ પવિત્ર જળમાં ફેંકી રહ્યા હતા. આટલું જ નહીં, મુસ્લિમ મૌલવીઓએ પણ સ્પષ્ટ કહ્યું કે ઇફ્તાર એ એક મજહબી પ્રક્રિયા છે, જેમાં મગરિબની નમાજ સામેલ હોય છે—નહીં કે આ રીતે નાવમાં બેસીને પિકનિક મનાવવી. એટલે કે જે વસ્તુને ‘મજહબી અધિકાર’ ગણાવીને બચાવ કરવામાં આવી રહ્યો છે, તે પોતે ઇસ્લામી પરંપરા અનુસાર પણ ખોટી છે.
જ્યારે આ 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાના કૃત્ય પર પસ્તાવો વ્યક્ત કર્યો અને માફી માંગી. નાવ ચલાવનારાઓએ આરોપ લગાવ્યો કે તેમને ડરાવીને અને તેમની ઇચ્છા વિરુદ્ધ ગંગાની વચ્ચે લઈ જવામાં આવ્યા હતા. સવાલ એ છે કે જો આ બધું સામાન્ય અને સાચું હોત તો આ માફી કેમ?
આસ્થા વિરુદ્ધ ‘સેક્યુલર’નો પ્રોપગેન્ડા
જલીલ પોતાના લેખમાં વારંવાર એ સવાલ ઉઠાવે છે કે, ‘શું હવે આપણે નદીઓ અને પર્વતો પર પણ પહેલો અધિકાર નક્કી કરીશું?’ પરંતુ આ સવાલ જ ભ્રામક છે. અહીં કોઈ ‘અધિકાર’ની લડાઈ નથી. હિંદુઓએ ક્યારેય એ નથી કહ્યું કે મુસ્લિમો ગંગા પાસે આવી શકતા નથી. ગંગા સુધી પહોંચ હંમેશાં સાર્વજનિક રહી છે. પરંતુ પહોંચ અને અપમાન આ બંનેમાં ફરક હોય છે. જો કોઈ નદીને માત્ર પાણીનો સ્ત્રોત માને છે અને બીજો તેને ‘મા’ અને ‘દેવી’ માને છે તો શું બંનેનું વર્તન સમાન હોય શકે? હિંદુઓ માટે ગંગા માત્ર એક નદી નથી- તે મોક્ષદાયિની છે, દેવી છે, જીવંત આસ્થા છે. તે હિમવાનની પુત્રી છે, મા પાર્વતીની બહેન છે, ભગવાન શિવની જટાઓમાં વિરાજમાન છે અને રાજા ભગીરથની તપસ્યાનું ફળ છે. તે શાંતનુની પત્ની અને ભીષ્મ પિતામહની મા છે.
તેનાથી વિપરીત ઇસ્લામમાં પ્રકૃતિ પૂજાની કોઈ અવધારણા નથી અને ન તો કોઈ નદીને ‘દેવી’ માનવાની. આવા સંજોગોમાં ગંગા પ્રત્યે મુસ્લિમોનો ‘લગાવ’ અને હિંદુઓની ‘ભક્તિ’ ક્યારેય એક ત્રાજવે ન તોલાઈ શકે. આજે પણ નહીં અને કાલે પણ નહીં.
‘ગંગા સૌની છે’—શું ખરેખર?
‘ગંગા સૌની છે’—આ વાક્ય સાંભળવામાં ખૂબ સુંદર લાગે છે. પરંતુ આ કથન અર્ધસત્ય છે. ગંગા સૌને જીવન આપે છે, એ સાચું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેની પવિત્રતા સાથે રમત રમવાનો પણ સૌનો અધિકાર થઈ જાય.
જો આ જ તર્ક લાગુ કરીએ તો શું ‘ધ વાયર’ એ કહેશે કે કોઈ હિંદુ મસ્જિદની અંદર જઈને સૂવરનું માંસ ખાય અને તેને ત્યાં જ છોડી દે? શું તેને પણ ‘સહિયારી સંસ્કૃતિ’ કહેવામાં આવશે? આ જ તે સવાલ છે, જેનાથી આ આખો નેરેટિવ બચી જાય છે. હકીકત એ છે કે ઇસ્લામ પોતાના મજહબી સ્થળો અને પરંપરાઓને લઈને અત્યંત કડક છે. ત્યાં કોઈ પણ પ્રકારની ‘ભાગીદારી’ અપેક્ષા નથી. પરંતુ હિંદુ આસ્થાઓને ‘ઓપન સોર્સ’ બનાવી દેવામાં આવી છે, જ્યાં કોઈ પણ આવીને કંઈ પણ કરી શકે છે અને જો વિરોધ થાય તો તેને ‘કટ્ટરતા’ કહી દેવામાં આવે છે.
શાયરીઓના જોરે ગંગા પર અધિકાર સ્થાપિત કરવાનો પ્રયાસ
આ આખા નેરેટિવના બીજા પાસાને સમજવું જરૂરી છે, જ્યાં ‘ધ વાયર’ ઉર્દૂ શાયરી, સાંસ્કૃતિક તાલમેલ અને સિલેક્ટિવ ઇતિહાસના આધારે ગંગાને ‘સહિયારી વિરાસત’ સાબિત કરવામાં લાગી પડે છે.
રખશંદા જલીલ પોતાના લેખમાં સૂચન આપે છે કે આ વિવાદ વચ્ચે ગંગા પર લખાયેલી ઉર્દૂ શાયરીને યાદ કરવી જોઈએ. તે સરૂર બારાબંકવી, નિદા ફાઝલી અને સરદાર જાફરી જેવા શાયરોનો હવાલો આપે છે, જેમણે ગંગાની સુંદરતા, પ્રવાહ અને તેના કિનારાની સંસ્કૃતિનું વર્ણન કર્યું છે. પરંતુ અહીં એક મૂળભૂત વાતને ફરી અવગણવામાં આવી છે કે આમાંના કોઈ પણ શાયરે ગંગાને ‘મા’ કે ‘દેવી’ તરીકે નથી માની. તેમણે ગંગાને એક સુંદર નદી, એક સાંસ્કૃતિક પ્રતીક કે એક દાર્શનિક રૂપક તરીકે જોઈ છે, પરંતુ પૂજાને યોગ્ય દિવ્યતા તરીકે નહીં. આ જ તે ફરક છે, જેને જાણીજોઈને ધૂંધળો કરવામાં આવી રહ્યો છે. કોઈ વસ્તુની સુંદરતાનું વર્ણન કરવું અને તેને ઈશ્વરીય માનીને પૂજવી- આ બંને એક જ વસ્તુ નથી.
જલીલ પોતાના લેખમાં મોહમ્મદ ઇકબાલનો ઉલ્લેખ કરતાં તેમને ‘એવા શાયર જેને નફરત કરવાનું શીખવવામાં આવે છે’ ગણાવે છે. આ એક સૂક્ષ્મ પરંતુ મહત્વનો નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ છે, જેમાં એ દેખાડવાના પ્રયાસ કરવામાં આવે છે કે ઇકબાલ પ્રત્યેની આલોચના કોઈ ‘નફરત’નું પરિણામ છે, નહીં કે તેમના ઐતિહાસિક અને વૈચારિક યોગદાનનું. સત્ય એ છે કે ઇકબાલને માત્ર ‘સારે જહાં સે અચ્છા’ સુધી મર્યાદિત કરી દેવો એક જાણજોઈને કરેલું સરળીકરણ છે. 1904માં લખાયેલી આ રચનામાં તેણે એકતાની વાત કરી હતી, પરંતુ 1910માં લખાયેલા ‘તરાના-એ-મિલ્લી’માં તેનો અસલ વિચાર સામે આવે છે. જ્યાં તે કહે છે, “મુસ્લિમ હૈં હમ, વતન હૈ સારા જહાં હમારા.” આ સ્પષ્ટ રીતે મજહબી ઓળખને રાષ્ટ્રીય ઓળખથી ઉપર રાખવાની વિચારસરણીને દર્શાવે છે.

ઇતિહાસ કહે છે કે ઇકબાલ ટુ નેશન થિયરીના મુખ્ય સમર્થકોમાંનો એક હતો, જેણે આગળ જતાં ભારતના વિભાજન અને પાકિસ્તાનના નિર્માણનો આધાર તૈયાર કર્યો. આવા સંજોગોમાં તેનું પસંદગીપૂર્વક મહિમામંડન કરીને ગંગા પર ‘સહિયારા અધિકાર’નો તર્ક આપવો એ માત્ર એક વૈચારિક એજન્ડા જ છે.
‘સહિયારી સંસ્કૃતિ’ કે એકતરફી ઉદારતા?
આ આખા નેરેટિવનો સૌથી મોટો વિરોધાભાસ એ જ છે કે ‘સહિયારી સંસ્કૃતિ’ની વાત માત્ર એક જ દિશામાં થાય છે. જલીલ પૂછે છે કે શું હવે આપણે નદીઓ અને પર્વતો પર અધિકાર નક્કી કરીશું. પરંતુ આ સવાલ પોતાના જ સમુદાયને કેમ નથી પૂછવામાં આવતો? શું વક્ફ બોર્ડ દ્વારા હિંદુ મંદિરો અને ગામડાંઓ પર દાવા કરવાની ઘટનાઓ સામે નથી? શું તમિલનાડુમાં થિરુપરંકુંદ્રમ પહાડી પર માલિકીનો વિવાદ નથી ઉઠ્યો, જ્યાં ઐતિહાસિક રીતે એક હિંદુ મંદિર આવેલું છે? જ્યારે વાત બીજા સમુદાયોની આવે છે ત્યાં ‘એક્સક્લુસિવિટી’ એટલે કે વિશિષ્ટ અધિકાર પૂરી મજબૂતીથી જળવાઈ રહે છે.
તેનાથી વિપરીત હિંદુઓને વારંવાર એ સમજાવવામાં આવે છે કે તેમની આસ્થા ‘સૌની’ છે અને તેને સૌ માટે ખોલી દેવી જોઈએ, ભલે તેના પરિણામસ્વરૂપે તેની પવિત્રતા જ નાશ પામે. આ આખા વિવાદને સમજવાનો સૌથી સરળ રસ્તો એક જ સવાલ છે કે જો આ જ ઘટના ઉલટી થઈ હોત તો પ્રતિક્રિયા શું હોત? જો કોઈ હિંદુ રમઝાનના મહિનામાં કોઈ મસ્જિદના પરિસરમાં જઈને સૂવરનું માંસ ખાય અને તેના અવશેષો ત્યાં જ છોડી દે,તો શું તેને પણ ‘સહિયારી સંસ્કૃતિ’ કહેવામાં આવત? શું ‘ધ વાયર’ જેવા પોર્ટલ ત્યારે પણ આ જ તર્ક આપત? આ સવાલનો જવાબ સ્પષ્ટ છે. પરંતુ આ જ તે બેવડું વલણ છે, જેને ‘સેક્યુલરિઝમ’ના નામે સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ગંગા: સનાતન સભ્યતાની ધુરી
ગંગાનો સંબંધ માત્ર ભૌગોલિક નથી, પરંતુ ગહન રીતે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક છે. ગંગા ઘાટીએ હજારો વર્ષોથી વૈદિક, પૌરાણિક અને શાસ્ત્રીય હિંદુ સભ્યતાને પોષણ આપ્યું છે. વારાણસી, હરિદ્વાર, પ્રયાગરાજ, ગંગોત્રી- આ બધા સ્થળો માત્ર શહેર કે પર્યટન સ્થળો નથી, પરંતુ તીર્થ છે, જેનો ઉલ્લેખ હિંદુ ધર્મગ્રંથોમાં મળે છે. રામાયણમાં મહર્ષિ વાલ્મીકિએ ગંગાના અવતરણનું જે વર્ણન કર્યું છે, તે તેની દિવ્યતાને દર્શાવે છે કે કેવી રીતે તે સ્વર્ગમાંથી ઉતરીને ભગવાન શિવની જટાઓમાં સમાઈ અને પછી પૃથ્વી પર અવતરિત થઈ. આ માત્ર એક કથા નથી, પરંતુ તે આસ્થા છે, જેણે પેઢીઓથી હિંદુઓને ગંગા સાથે જોડી રાખ્યા છે. કુંભ મેળો, અસ્થિ વિસર્જન, સ્નાન- આ બધી પરંપરાઓ ગંગાને એક ‘જીવંત દેવી’ તરીકે સ્થાપિત કરે છે. આ સંબંધ માત્ર સાંસ્કૃતિક નથી, પરંતુ આધ્યાત્મિક અને ધાર્મિક છે.
ગંગા કોઈની ‘કાનૂની સંપત્તિ’ નથી, પરંતુ એ પણ એટલું જ સત્ય છે કે તેનો આધ્યાત્મિક અને સભ્યતાગત સંબંધ સનાતન હિંદુ પરંપરા સાથે છે. તેને અવગણીને ‘સેક્યુલર’ બનાવવાનો પ્રયાસ વાસ્તવમાં તેની મૂળ ઓળખને મિટાવવાનો પ્રયાસ છે. ઉર્દૂ શાયરી, ભાવનાત્મક કિસ્સાઓ અને સિલેક્ટિવ ઇતિહાસ—આ બધાનો ઉપયોગ કરીને એવો નેરેટિવ ઘડવામાં આવી રહ્યો છે જેમાં ગંગાની દિવ્યતાને ઓછી કરી દેવામાં આવે અને તેના અપમાનને સામાન્ય બનાવી દેવામાં આવે. પરંતુ આ સ્વીકાર્ય નહીં થઈ શકે. ગંગા માત્ર એક નદી નથી. તે આસ્થા છે, ઇતિહાસ છે અને એવી સાંસ્કૃતિક ધારા છે જેણે આ દેશની આત્માને આકાર આપ્યો છે. તેને ‘સહિયારી’ કહેવાના નામે તેની પવિત્રતા સાથે રમત કરવી ન તો ન્યાયસંગત છે અને ન તો સ્વીકાર્ય.


