હોમપેજરાજકારણGST, મોદી અને માસ્ટરસ્ટ્રોક

GST, મોદી અને માસ્ટરસ્ટ્રોક

મોદી કોઈ કામ કરે એટલે સૌથી પહેલાં ઇકોસિસ્ટમ એ જુએ છે કે આમાં વાંક ક્યાં નીકળી શકે તેમ છે. અમુક કામ એવાં હોય તેમાં વાંક કાઢવો કઠિન બને છે. ત્યારે આ ટોળકી અવળી વાતો શરૂ કરી દે છે. ક્યારેક એ પણ જો ન થાય તો તેમાં ખોટી ક્રેડિટ લેવા દોડી આવે છે. આમાં પણ એવું જ થયું છે. 

- Advertisement -

(તંત્રીલેખ, શુક્રવાર, 5 સપ્ટેમ્બર, 2025) 

15 ઑગસ્ટે વડા પ્રધાન GSTમાં મોટાપાયે ફેરફારો લાવવાની ઘોષણા કરે, 3 સપ્ટેમ્બરે તેને સત્તાવાર મંજૂરી મળે અને 22 સપ્ટેમ્બરથી લાગુ થઈ જાય એ સુખદ આશ્ચર્ય જેવું છે. જટિલ અને ઇકોસિસ્ટમનો જબરદસ્ત પ્રભાવ હોય તેવી સરકારી વ્યવસ્થા ધરાવતા દેશમાં નેતાઓ વાયદો કરે તેનાં વર્ષો નીકળી જાય પછી પણ કામો નહતાં થતાં. ઈન્દિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’ના નારા પર કેટલીય ચૂંટણી લડી. હજુ તેમના પૌત્રો ક્યારેક તે યાદ કરાવતા રહે છે. અરવિંદ કેજરીવાલે યમુનાની સફાઈવાળા મુદ્દે દસ વર્ષ કાઢી નાખ્યાં ને આખરે પણ એ કામ તો ન જ થયું. પણ મોદીએ સાબિત કર્યું કે તેઓ આ બધાથી કેમ જુદા પડે છે. તેમનું શાસન કેમ અલગ છે. 

સ્વાભાવિક રીતે GSTમાં આ રિફૉર્મ્સ લાવવાની વિચારણા ઘણા સમય પહેલાં થઈ હશે. તૈયારીઓ બહુ પહેલેથી શરૂ થઈ ગઈ હશે. પછી વડા પ્રધાને લાલ કિલ્લા પરથી ઘોષણા કરી અને કામ ફટાફટ થતાં ગયાં. જેવી પીએમએ ઘોષણા કરી કે તરત બાકીનાં કામોને ગતિ આપવામાં આવી. GST કાઉન્સિલની બેઠકમાં પણ સરકાર તમામ રાજ્યોને સહમતિ સાધવા પર લઈ આવી અને 5% અને 18%ના સ્લેબ રાખીને બાકીના દૂર કર્યા. પહેલા નોરતેથી આ લાગુ પણ થઈ જશે. 

- Advertisement -

મોદી કોઈ કામ કરે એટલે સૌથી પહેલાં ઇકોસિસ્ટમ એ જુએ છે કે આમાં વાંક ક્યાં નીકળી શકે તેમ છે. અમુક કામ એવાં હોય તેમાં વાંક કાઢવો કઠિન બને છે. ત્યારે આ ટોળકી અવળી વાતો શરૂ કરી દે છે. ક્યારેક એ પણ જો ન થાય તો તેમાં ખોટી ક્રેડિટ લેવા દોડી આવે છે. આમાં પણ એવું જ થયું છે. 

કોંગ્રેસીઓએ પહેલાં કહ્યું કે, સરકારે આ કામ તો ઠીક કર્યું, પણ હવે મોડું થઈ ગયું છે. પછી રાજ્યસભા સીટ મેળવવા માટે મજૂરી કરતા અમુક કોંગ્રેસીઓ રાહુલ ગાંધીને જશ આપવા માટે દોડી આવ્યા અને કહ્યું કે રાહુલે ભૂતકાળમાં કહ્યું હતું એ વાત સરકારે માનવી પડી. હકીકત એ છે કે આ લોકો દસ વર્ષના શાસનમાં GST લાગુ કરી શક્યા ન હતા. એ કામ મોદીએ આવીને 2017માં કર્યું. રાહુલની બુદ્ધિ આ બધામાં દોડતી હોત તો 2004થી 2014 સુધી તેમનાં માતા સુપર પીએમ હતાં, ત્યારે જ કરાવી શક્યા હોત. 

ફૂટેલી કારતૂસ જેવા ગુજરાતના એક ચોપાનિયાના તંત્રીએ વળી એવી બાલિશ ટિપ્પણી કરી કે GSTના રેટ હમણાં હળવા થયા તો એનો અર્થ એ થાય કે અત્યાર સુધી સરકારે લૂંટ મચાવી હતી. આવી બાલિશ ટિપ્પણી પર હસવા સિવાય બીજું કશું ન થઈ શકે. આવાઓને શેઠ પગાર વધારી આપે તો એવું કહેવાનું ચાલુ કરી દે છે કે ગયા 12 મહિના શેઠ મારા ઉપરના પૈસા ખાઈ ગયો હતો!

હકીકત એ છે કે GSTના સ્લેબ દૂર કરીને, સરળીકરણ કરીને સરકારે એક કાંકરે ઘણાં પક્ષી માર્યાં છે. પહેલાં ઇન્કમ ટેક્સમાં અપેક્ષા કરતાં વધારે રાહત આપીને 12 લાખ સુધીની વાર્ષિક આવક ટેક્સ ફ્રી કરી દેવામાં આવી. હવે આ GST રિફૉર્મના કારણે મધ્યમવર્ગ પર સારી એવી સકારાત્મક અસર થશે, કારણ કે જીવનજરૂરિયાતની મોટાભાગની ચીજો પરનો ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે. 

થોડા સમયથી સરકાર વિશે એક પર્સેપ્શન એવો ઘડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું કે તેઓ મધ્યમવર્ગના વિરોધીઓ છે, ઉદ્યોગપતિઓના વહાલા છે. તેઓ દેશના સામાન્ય માણસ વિશે, તેના જીવન વિશે કશું વિચારતા નથી. એવું જોકે પહેલાં પણ ન હતું. છતાં મોદીએ પહેલાં ઇન્કમ ટેક્સમાં રાહત આપીને અને હવે આ GST રિફૉર્મ થકી આ નરેટિવ એક ઝાટકે તોડી નાખ્યો. હવે કોંગ્રેસીઓ ‘મોદીની સરકાર મધ્યમવર્ગ વિરોધી છે, તેમનો કોઈ વિચાર કરતી નથી’ એવું તૂત ચલાવે ત્યારે આ બે મુદ્દા તેમની સામે હશે અને જવાબ તેમની પાસે દર વખતની જેમ આ વખતે પણ નહીં હોય. 

આ માસ્ટરસ્ટ્રોકની કોંગ્રેસને, વિપક્ષને પણ ખબર છે. તેમનાં નિવેદનોમાં જે હતાશા દેખાય છે, જે ફ્રસ્ટ્રેશન દેખાય છે તેનું કારણ આ જ છે. હવે તેઓ ધમપછાડા ભલે કરતા રહે, પણ એક મુદ્દો કાયમ માટે તેમની પાસેથી આંચકી લેવામાં આવ્યો છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં