Sunday, April 5, 2026
More
    હોમપેજદુનિયાઅમેરિકામાં ચાર્લી કર્કની હત્યા અને વામપંથી કટ્ટરતા

    અમેરિકામાં ચાર્લી કર્કની હત્યા અને વામપંથી કટ્ટરતા

    ડોનાલ્ડ ટ્રમ્પની પણ નજીકના માણસોમાં તેમની ગણતરી થતી. તેમની હત્યા પછી ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં તેમણે વામપંથી કટ્ટરતાને આ હત્યા માટે જવાબદાર ગણાવી. 

    - Advertisement -

    નેપાળ, ફ્રાન્સ, યુક્રેન, કતાર– અનેક દેશોમાં ચાલતી ઉથલપાથલો વચ્ચે બુધવારે (10 સપ્ટેમ્બર) અમેરિકામાં એક ઘટના બની ગઈ. અહીં રાઈટ વિંગ, કન્ઝર્વેટિવ એક્ટિવિસ્ટ ચાર્લી કર્કની એક ડિબેટ કાર્યક્રમમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. 

    કર્ક કન્ઝર્વેટિવ હતા. દક્ષિણપંથી વિચારધારામાં માનતા હતા. ડાબેરીઓનો, તેમની વિચારધારાનો વિરોધ કરતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની પણ નજીકના માણસોમાં તેમની ગણતરી થતી. તેમની હત્યા પછી ટ્રમ્પે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું તેમાં તેમણે વામપંથી કટ્ટરતાને આ હત્યા માટે જવાબદાર ગણાવી. 

    ટ્રમ્પે કર્કને શ્રદ્ધાંજલિ પાઠવતાં તેમને દેશભક્ત અને સત્ય માટે વીરગતિ પામનારા ગણાવીને કહ્યું કે હત્યા માટે ‘રેડિકલ લેફ્ટ’ જવાબદાર છે. તેમણે લેફ્ટિસ્ટો પર રાજકીય હિંસા માટે ઉશ્કેરણી કરવાનો, તેવો માહોલ બનાવવાનો આરોપ લગાવ્યો. 

    - Advertisement -

    કર્કની હત્યા બાદ વામપંથીઓ સોશિયલ મીડિયા પર ઉજાણી કરી રહ્યા છે. હરખ વ્યક્ત કરી રહ્યા છે. તેમનાં પત્નીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જઈને ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર અન્ય ઠેકાણે પણ જોશો તો આવી ઢગલેબંધ પોસ્ટ્સ, કૉમેન્ટ્સ મળી જશે. એક દક્ષિણપંથી મર્યો એ તેમના માટે પૂરતું છે. 

    કર્કે હમણાં-હમણાંથી ભારતવિરોધી ટિપ્પણીઓ પણ કરવા માંડી હતી. છતાં ભારતીયો, અહીંના દક્ષિણપંથીઓ મલાજો જાળવી રહ્યા છે. કારણ કે કોઈના વિચારોથી અસહમતિ હોય તેનાથી તેની સામે બંદૂક ન તાંકી દેવાય એટલી સામાન્ય સમજ તેમનામાં છે. 

    દક્ષિણપંથીઓમાં એવું છે કે દુનિયાભરના દક્ષિણપંથીઓ એકબીજાથી અનેક રીતે અલગ પડે છે. ધર્મનું ઉદાહરણ લઈએ તો અમેરિકન રાઈટ વિંગર અને ભારતીય રાઇટ વિંગરના વિચારો અનેક રીતે અલગ હોવાના. કારણ કે ખ્રિસ્તી અબ્રાહમિક પંથ છે. ભારતમાં સનાતન ધર્મ અલગ છે. એ જ રીતે અન્ય પણ અમુક બાબતોમાં દક્ષિણપંથ અલગ પડે છે. જ્યારે વામપંથીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, તેમની વિચારધારા એક સમાન છે. તેમના ટાર્ગેટ કોઈ પણ રીતે જે-તે પ્રદેશના દક્ષિણપંથીઓ કાયમ રહે છે.

    વામપંથીઓ આમ કાયમ ઉદારવાદ, સ્વતંત્રતાની વાતો કરતા રહે છે. સહિષ્ણુતા અને સંવાદની વાતો કરે છે. પણ જમીની વાસ્તવિકતા એ છે કે તેઓ જ્યારે વિરોધી વિચારધારા ધરાવતી કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ઠાલવે ત્યારે મર્યાદાઓ પાર કરી જાય છે. ભારતમાં નરેન્દ્ર મોદી, સંઘ તેનાં ઉદાહરણ છે. એક એવો માહોલ સર્જી નાખવામાં આવે છે, જેનાથી પેલી વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ ભયંકર દ્વેષ ફેલાય છે. ત્યારબાદ એક માથાફરેલ જઈને બંદૂક તાંકી દેવામાં ક્ષણભરનો પણ વિચાર કરતો નથી. ન્યૂ-યોર્કમાં સલમાન રશ્દી પર થયેલો હુમલો પણ આ જ વિચારધારાના દ્વેષનું પરિણામ હતો. ભૂતકાળમાં પણ ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં