ગુજરાતમાં સરકાર નહિ તો કમસે કમ મુખ્ય વિપક્ષ બનવાના સપના જોનાર આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે પોતાનું ગુજરાત પ્રદેશ સંગઠનનું માળખું બદલી દીધું છે. આજે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાનું નવું માળખું જાહેર કર્યું છે.
ગુજરાત આમ આદમી પાર્ટીનું નવું પ્રદેશ સંગઠનનું માળખું પણ સૌનું ધ્યાન ખેંચનાર છે. તેમાં એવા એવા બદલાવ છે કે લોકો એ ક્યાસ કાઢવા માંથી રહ્યા છે કે અહીં કોને પ્રમોશન મળ્યું છે અને કોને ડિમોશન.
સૌ પહેલા આપણે આજે જ જાહેર થયેલા ગુજરાત પ્રદેશ AAP સંગઠન પર નજર મારીએ.
ગુજરાતમાં AAP સંગઠનનું નવું માળખું
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતના સંગઠનમાં જડમૂળથી ફેરકારો કર્યા છે. ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ આપ્યા છે તથા 6 કાર્યકારી પ્રમુખોની પણ નિમણુંક કરી છે.
સૌ નવનિયુક્ત પદાધિકારીઓ ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/ypDxC0bEEZ
— AAP Gujarat (@AAPGujarat) January 4, 2023
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન AAP તરફથી મુખ્યમંત્રીનો ચહેરો બનેલ ઈસુદાન ગઢવીને પાર્ટીએ કેન્દ્રીય નેતાગીરીમાંથી પરત મોકલીને ગુજરાત સંગઠનના અધ્યક્ષ બનાવ્યા છે. સાથે જ અલ્પેશ કથીરિયા, ચૈતર વસાવા, ડૉ. રમેશ પટેલ, જગમલ વાળા, જેવેલ વસરા અને કૈલાશ ગઢવીને જુદા જુદા ઝોનમાંથી ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.
હિંદુદ્વેષીઓને છાવરનાર AAPએ આપ્યું ગોપાલ ઈટાલીયાને પ્રમોશન
પૂર્વ ગુજરાત AAP અધ્યક્ષ અને હંમેશા પોતાના વિવાદિત તથા મોટાભાગે હિંદુ-વિરોધી નિવેદનોને લઈને સમાચારોમાં રહેનાર ગોપાલ ઈટાલીયાને અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પ્રમોશન આપ્યું છે અને તેમને AAPના રાષ્ટ્રીય સહ-મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇટાલિયાને મહારાષ્ટ્ર રાજ્યના સહ-પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે.
આ પહેલી વાર નથી કે આમ આદમી પાર્ટીમાં કોઈ હિંદુવિરોધી વ્યક્તિને મોટું પદ મળ્યું હોય. આમ આદમી પાર્ટીના કેન્દ્રીયથી લઈને દરેક રાજ્યના પાયાના સંગઠન સુધી મોટા ભાગના લોકો હિંદુદ્વેષી જ જોવા મળે છે. જે જેટલું મોટું હિંદુદ્વેષી તેને તેટલું મોટું પદ મળતું હોય એવો ઘાટ ઘડાતો જોવા મળે છે AAPમાં.
હવે ગોપાલ ઈટાલીયાના હિંદુદ્વેષની તો વાત જ શું કરવી? એ તો અવાર નવાર વાઇરલ વિડીયોના સ્વરૂપ બહાર એવું હોય છે. તો ચાલો અપને જાણીએ તેમના મુખ્ય હિંદુવિરોધી નિવેદનો વિષે;
ગોપાલ ઈટાલીયાનો હિંદુદ્વેષ
- ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કરનાર ઈટાલીયા સામે સમગ્ર હિન્દૂ સમાજ થયો હતો લાલઘુમ: ઉમરાળામાં આપના ગુજરાત અધ્યક્ષ વિરુદ્ધ દાખલ કરાઈ હતી FIR
- ગૌરક્ષકોને કહ્યા હતા ‘ગૌરાક્ષસો‘, કથામાં તાળી પાડનારાઓને ‘હિજડા’, કર્મકાંડને ગણાવ્યાં હતાં ‘ધતિંગ’
- ‘કથાઓ અને મંદિરો શોષણના ઘર છે’.
- સામે આવ્યું ગુજરાત આમ આદમી પાર્ટી અધ્યક્ષ અને તેમના વધતા હિંદુદ્વેષનું કનેક્શન: ગોપાલ ઇટાલિયાના ભારતવિરોધી તાકાતો સાથેના સંબંધો વિષે થયો મોટો ખુલાસો
- ‘ગુજરાતની પ્રજા દંભી, નાટકબાજ, ઢોંગી છે’
- મતદાન પહેલા જ ગોપાલ ઇટાલિયાએ AAP માટે ઉભું કર્યું હતું ‘ધર્મ-સંકટ’: સ્વામિનારાયણ સંપ્રદાયને ‘Bullshit’ અને ભક્તોને કહ્યા ‘ખોટા’
આ સિવાય પણ ગોપાલ ઈટાલીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમના માતા સ્વ. હીરાબા અને અન્ય અનેક લોકો સામે ખુબ જ નિમ્નકક્ષાની ટિપ્પણીઓ કરેલી છે, જેનું લિસ્ટ જો તૈયાર કરવા જઈએ તો શક્ય છે કે સમય પૂરો ના પડે.
જેને બનવું હતું ગુજરાતના મુખ્યમંત્રી તે ઈસુદાન ગઢવી હવે ગુજરાતના AAP અધ્યક્ષ
ગુજરાતમાં રાજનીતિ બદલવાના સપના સાથે પોતાની પત્રકાર તરીકેની કારકિર્દી છોડીને AAP દ્વારા રાજકારણમાં પ્રવેશેલા ઈસુદાન ગઢવીને ગત ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ પોતાનો CM માટેનો ચહેરો બનાવ્યો હતો. આથી વ્યવહારિક રીતે જોવા જઈએ તો ચૂંટણીમાં જે પણ પ્રદર્શન રહ્યું હોય પાર્ટીનું તેના માટે તેઓ જ જવાબદાર ગણાય કેમકે તે ચૂંટણીમાં તેઓ જ પાર્ટીનો ચહેરો હતા.
આમ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને શરમજનક હાર અપાવનાર ઈસુદાન ગઢવીને કેજરીવાલની પાર્ટીએ કેન્દ્રીય રાજનીતિમાંથી પાટુ મારીને ઘરવાપસી કરાવતા હવે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.
ઈસુદાન ગઢવી સાથે પણ કાંઈ ઓછા જોડાયેલા નથી. તેમની સાથે જોડાયેલ સૌથી મોટો વિવાદ છે કે તેઓ દારૂ પીને ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ધમાલ કરવા ગયા હતા. નશામાંને નશામાં તેઓએ ત્યાં ભાજપના મહિલા કાર્યકર્તાઓ સાથે કંઈક ચેડાં કાર્ય હતા અને પરિણામે તેમને મેથીપાક ખાવો પડ્યો હતો. પોલીસ જયારે તેમને ઉપાડી ગઈ અને તેમનો નશા માટેનો ટેસ્ટ કરવામાં આવ્યો તો ત્યારે તેઓ દારૂ પીધેલા સાબિત થયા હતા.
તેમની સાથે જોડાયેલ એક વિવાદિત નહિ પરંતુ રસપ્રદ વાત છે ‘કચ્છના રણ‘ને લગતી. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈસુદાન ગઢવી એક ડાયરામાં ગયા હતા, જ્યાં ભાષણ કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમની ઈચ્છા છે કે કચ્છમાં એક મોટું રણ બનાવવામાં આવે. તે સમયે અને તે બાદ અવાર નવાર તેમનો એ વિડીયો અતિશય વાઇરલ થતો આવતો હોય છે.
આમ, હવે જયારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના તેમના કહેવાતા બે મુખ્ય નેતાઓમાંથી એકને પ્રમોશન અને એકને ડિમોશન આપ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે એ બંને નેતાઓ અને તેમના સમર્થકો આ જાહેરાતને કઈ રીતે પચાવે છે.