Saturday, October 12, 2024
More
    હોમપેજરાજકારણ'ગુજરાતની પ્રજા દંભી, નાટકબાજ, ઢોંગી છે': વાઇરલ વિડીયોમાં આપ ગુજરાત અધ્યક્ષ જેને...

    ‘ગુજરાતની પ્રજા દંભી, નાટકબાજ, ઢોંગી છે’: વાઇરલ વિડીયોમાં આપ ગુજરાત અધ્યક્ષ જેને ગાળો બોલી રહ્યા છે તેમની પાસે હવે વોટ માંગી રહ્યા છે

    આમ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ગુજરાતીઓનું અપમાન કરવા હોય એવા વિડીયો પહેલા પણ અનેક વીડિયોને લઈને વિવાદમાં પડી ચુક્યા છે. હવે તેમના પક્ષે તેમને સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. તો જોવાનું એ રહેશે કે કતારગામના લોકો તેમને આવકારશે કે પછી જાકારો આપશે.

    - Advertisement -

    ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જો કોઈ સૌથી વિવાદિત ચહેરો હોય તો એ છે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા. સોશિયલ મીડિયા પર અવાર નવાર ઇટાલિયા વિડીયો વાઇરલ થતા જોવા મળે છે જેમાં તેઓ હિન્દૂ ધર્મને અને હિંદુઓને અસભ્ય ભાષામાં વખોડતા હોય, દેશના પ્રધાનમંત્રીને ગાળો બોલતા હોય, સંતો મહાત્માઓનું અપમાન કરતા હોય છે. હવે આવો જ એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં ઇટાલિયા ગુજરાતીઓનું અપમાન કરી રહેલા જોઈ શકાય છે.

    વાઇરલ થયેલ વીડિયોમાં ગોપાલ ઇટાલિયા પોતે દેખાઈ રહ્યા છે અને તેઓ ગુજરાતીઓને સંબોધીને કહી રહ્યા છે કે. “દંભી પ્રજા, નાટકબાજ, ઢોંગી, દેખાડા કરવાવાળી પ્રજા મને નથી લાગતું વિશ્વના કોઈ ખૂણામાં હશે. આમ તો હું ફર્યો નથી એટલે ખાતરી પૂર્વક નથી કહેતો. પરંતુ આત્મા વિશ્વાસપૂર્વક જરૂર કહું છું કે આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં રહીએ એટલે મને તો એવું લાગે છે કે ગુજરાતમાં જેટલી દંભી પ્રજા છે. દેખાડા સિવાય કોઈ વાત નહિ. જે છે જ નહિ એ દેખાડા સિવાય કોઈ વાત નહીં એવી પ્રજા ફક્તને ફક્ત મને એવું લાગે છે કે ગુજરાતમાં જ છે.”

    આમ ગોપાલ ઇટાલિયા ગુજરાતીઓનું અપમાન કરતા આ વીડિયોમાં ગુજરાતની પ્રજાને વારંવાર દંભી, ઢોંગી અને દેખાડા કરવાવાળી કહી રહ્યા છે.

    - Advertisement -

    ગુજરાત ભાજપે પણ આ વિડીયો પોસ્ટ કરીને ગોપાલ ઇટાલિયાને આડે હાથે લીધા હતા અને લખ્યું હતું કે, “ગોપાલ ઇટાલિયાની ગુજરાતીઓ પ્રત્યેની નબળી માનસિકતા. અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઇટાલિયા એક સમયે ગુજરાતની પ્રજાને દંભી અને ઢોંગી કહેતો હતો અને આજે ચૂંટણી ટાણે ગુજરાતની પ્રજાને કોણીએ ગોળ લગાવી રહ્યો છે.”

    આ પહેલા પણ ઇટાલિયા ઘણા વીડિયોને લઈને વિવાદમાં પડી ચુક્યા છે

    થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઇ રહ્યો હતો જેમાં ગોપાલ ઇટાલિયા ફરી એક વખત પીએમ મોદી વિશે ‘નીચ માણસ’ જેવા શબ્દો વાપર્યા છે તો તેમનાં માતા હીરાબાને નાટક કરનારાં ગણાવ્યાં હતાં.

    વાયરલ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા કહેતા સંભળાય છે કે, “આ નીચ નરેન્દ્ર મોદીની સભાનો ખર્ચ કેમ નથી માંગતા? આ નીચ પ્રકારનો માણસ, એનો ખર્ચ માંગો.” ત્યારબાદ હીરાબાને લઈને કહે છે કે, “હીરાબા આવીને નાટકો કરે પાછાં. આપણને બોલતાં પણ શરમ આવે આટલી મોટી ઉંમરના વ્યક્તિ વિશે, પણ એ લોકો નથી શરમાતા.”

    આ પહેલા પણ ગોપાલે પ્રધાનમંત્રી મોદી અને મહિલાઓ વિષે અસભ્ય ભાષા વાપરીને વિડીયો વાઇરલ કર્યા હતા. જે બાદ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા આ વિષયમાં જવાબ આપવા અંતે તેમને હાજર રહેવા સમન્સ મોક્લવાયું હતું.

    આ પહેલા એક વીડિયોમાં ઇટાલિયાએ સત્સંગ, કથા વગેરેમાં ભાગ લેનારાઓને હિજડા કહ્યા હતા. તેઓ આ વિડીયોમાં સત્યનારાયણ કથા અને ભાગવત કથા વગેરેને બિનઉત્પાદક, બિનવૈજ્ઞાનિક અને ફાલતૂ પ્રવૃતિઓ ગણાવતાં કહે છે કે, ધાર્મિક પરંપરાઓના નામે અનુસરવામાં આવતી આવી ફાલતૂ પ્રવૃતિઓમાં લોકોના પૈસા અને સમય વેડફાય છે અને તેમને ખબર જ નથી કે તેમાંથી શું મળવાનું છે. છતાં હજારો લોકોના સમય અને પૈસા પણ બગાડે છે.

    આમ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ગુજરાતીઓનું અપમાન કરવા હોય એવા વિડીયો પહેલા પણ અનેક વીડિયોને લઈને વિવાદમાં પડી ચુક્યા છે. હવે તેમના પક્ષે તેમને સુરતની કતારગામ બેઠક પરથી ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. તો જોવાનું એ રહેશે કે કતારગામના લોકો તેમને આવકારશે કે પછી જાકારો આપશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં