અખબાર ગુજરાત સમાચારનું (Gujarat Samachar) X અકાઉન્ટ ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવ્યું છે.
માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ પર ગુજરાત સમાચારનું અકાઉન્ટ ‘વિથહેલ્ડ’ થયેલું જોવા મળે છે. અકાઉન્ટ ખોલતાં જ ‘લીગલ ડિમાન્ડ’ના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો સંદેશ લખેલો આવે છે.

આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં અખબાર તરફથી કોઈ પ્રતિક્રયા આવી નથી.
ઉલ્લેખનીય છે કે સોમવારે (5 મે) જ સંસદની કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાબતની સ્ટેન્ડિંગ કમિટીએ ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક નોટિસ પાઠવીને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ કરતાં અને હિંસા ભડકાવી શકે તેવી પ્રવૃત્તિઓ કરતાં સોશિયલ મીડિયા અકાઉન્ટ અને ઇન્ફ્લુએન્સરો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા પછી પાડોશી આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાન સાથે ચાલતા તણાવ વચ્ચે ભારતમાં અમુક સોશિયલ મીડિયા અકાઉન્ટ એવાં પણ હતાં, જેઓ સતત પાકિસ્તાનનો પ્રોપગેન્ડા ચલાવી રહ્યાં હતાં. સરકાર આવાં ખાતાં વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. જોકે ગુજરાત સમાચારના કિસ્સામાં કારણ શું છે તે હજુ જાણવા મળ્યું નથી.