
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક આર્થિક એજન્ડાને લઈને 20 ફેબ્રુઆરી, 2026ના રોજ એક ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો છે. એક તરફ અમેરિકાની સર્વોચ્ચ અદાલતે ટ્રમ્પના ટેરિફ લગાવવાના અધિકાર પર રોક લગાવી છે તો બીજી તરફ ટ્રમ્પે ફરીથી નવા ટેરિફની જાહેરાત કરીને વૈશ્વિક બજારમાં હલચલ મચાવી દીધી છે.
અમેરિકન સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી સાથે ચુકાદો આપ્યો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 1977ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ જે વૈશ્વિક ટેરિફ લાદવામાં આવ્યા હતા તે ગેરબંધારણીય છે.
અદાલતે સ્પષ્ટ કર્યું કે બંધારણ મુજબ ટેરિફ લાદવાની સત્તા માત્ર કોંગ્રેસ (અમેરિકન સંસદ) પાસે છે. રાષ્ટ્રપતિ કટોકટીની સત્તાનો ઉપયોગ કરીને દેશભરમાં વ્યાપક આયાત જકાત લાદી શકે નહીં. આ ચુકાદાથી ટ્રમ્પના બીજા કાર્યકાળના સૌથી મહત્વના આર્થિક સ્તંભ ગણાતા ટેરિફ શાસનને મોટો ફટકો પડ્યો છે.
સુપ્રીમ કોર્ટના આંચકા બાદ તુરંત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ઓવલ ઓફિસમાંથી એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે વિશ્વના તમામ દેશોમાંથી આવતી આયાત પર 10% ફ્લેટ ટેરિફ જાહેર કર્યો છે.
US President Donald Trump posts, "It is my Great Honor to have just signed, from the Oval Office, a Global 10% Tariff on all Countries, which will be effective almost immediately. Thank you for your attention to this matter!" pic.twitter.com/NQqmUkdCas
— ANI (@ANI) February 21, 2026
આ નવા ટેરિફ ‘સેક્શન 122’ હેઠળ લાદવામાં આવ્યા છે, જે 150 દિવસ સુધી અમલમાં રહી શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો તેઓ અન્ય કાયદાકીય રસ્તાઓ પણ અપનાવશે. ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના જજોની ટીકા કરતા તેને ‘દેશ માટે શરમજનક’ ગણાવ્યું હતું.
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના ‘ઐતિહાસિક’ વેપાર કરારને લઈને ઘણી અનિશ્ચિતતા હતી, પરંતુ ટ્રમ્પે આ બાબતે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે ‘નથિંગ ચેન્જિસ’ (કંઈ બદલાવાનું નથી). તેમણે કહ્યું, “ભારત ટેરિફ ચૂકવશે, અમે નહીં ચૂકવીએ.” તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગ્રેટ મેન’ ગણાવ્યા અને કહ્યું કે ભારત સાથેનો સોદો હવે ન્યાયી છે.
STORY | Nothing changes, India will be paying tariffs; we will not be paying tariffs: Trump after SC ruling
— Press Trust of India (@PTI_News) February 21, 2026
US President Donald Trump said “nothing changes” in the trade deal with India in the wake of the Supreme Court verdict against his sweeping tariffs, as he responded to the… pic.twitter.com/xoCUqkEPV7
ભારત અને અમેરિકા વચ્ચે થયેલા સોદા મુજબ ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ જે અગાઉ 25% થી 50% સુધી હતા, તેને ઘટાડીને 18% કરવામાં આવ્યા છે.

