પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (26 ઑગસ્ટ) હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્રથમ ઇલેક્ટ્રિક વાહન ઈ-વિટારાને ફ્લેગ-ઑફ કરાવ્યું હતું.
આ વાહન 100થી વધુ દેશોમાં મોકલવામાં આવશે. મારુતિએ આ ઇલેક્ટ્રિક SUVનું પ્રૉડક્શન શરૂ કરી દીધું છે, જેને જાપાન અને યુરોપના દેશો સહિત અનેક ઠેકાણે એક્સપોર્ટ કરવામાં આવશે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad.
— ANI (@ANI) August 26, 2025
(Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG
મેડ ઇન ઇન્ડિયા BEVના એક્સપોર્ટના કારણે ભારત હવે ઇલેક્ટ્રિક વેહિકલ માટે સુઝુકીનું ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.
પીએમ મોદીએ કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું કે, “આજે મેક ઇન ઇન્ડિયામાં એક નવો અધ્યાય જોડાયો છે. હવે વિદેશમાં ચાલતી ઈલેક્ટ્રિક ગાડીઓ પર પણ મેડ ઇન ઇન્ડિયા લખેલું જોવા મળશે.”
મારુતિ ઈ-વિટારા થોડા મહિનાઓમાં ભારતમાં લૉન્ચ થશે. તેમાં 49KWh અને 61 kWh એમ બી બેટરી પેકના વિકલ્પો મળશે. કંપનીનો દાવો છે કે ફૂલ ચાર્જ બાદ કાર 500 કિલોમીટર ચાલી શકે છે. કિંમત 20થી 25 લાખ (એક્સ શોરૂમ) હોય શકે છે.

