
વિશ્વ વિખ્યાત ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ‘GOAT India Tour 2025’ના પ્રથમ તબક્કામાં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન અરાજકતા સર્જાઈ હતી. સાલ્ટ લેક સ્ટેડિયમ (યુવા ભારતી ક્રીરાંગન) ખાતે આયોજિત કાર્યક્રમમાં ભીડ અને સુરક્ષા વ્યવસ્થાના ગંભીર ભંગને કારણે અંધાધૂંધી સર્જાઈ હતી, જેના પગલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેર માફી માંગવી પડી હતી અને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવા પડ્યા હતા.
હજારો ચાહકોએ પોતાના પ્રિય ફૂટબોલરની એક ઝલક મેળવવા માટે મોંઘી ટિકિટો ખરીદી હતી. જોકે, મેસ્સી સ્ટેડિયમમાં માત્ર 10થી 20 મિનિટ માટે જ હાજર રહ્યા હતા. સુરક્ષાકર્મીઓ અને સ્થાનિક નેતાઓએ મેસ્સીને ચારેબાજુથી ઘેરી લીધો હતો. વ્યવસ્થાની કમીને કારણે ચાહકોને મેસ્સીની સ્પષ્ટ ઝલક પણ ન મળી, જેના કારણે ગુસ્સે ભરાયેલા ચાહકોએ બોટલો ફેંકી અને બેનર્સ તોડી પાડ્યા હતા.
Scenes of chaos and complete mismanagement at Kolkata’s Salt Lake Stadium.
— Pradeep Bhandari(प्रदीप भंडारी)?? (@pradip103) December 13, 2025
Angry fans were forced to throw bottles and chairs from the stands after being pushed to the brink by sheer mismanagement.
Football icon Lionel Messi left the stadium within just 15 minutes.
Thousands… pic.twitter.com/WdpMVPA2s9
સુરક્ષા ભંગના કારણે મેસ્સીને તેમની આયોજિત ‘લેપ ઑફ ઓનર’ (સન્માન રેલી) અટકાવવાની ફરજ પડી હતી અને તેમને ઝડપથી સ્થળ પરથી બહાર કાઢવામાં આવ્યા હતા. મેસ્સીના ટૂંકા રોકાણ અને નબળા વ્યવસ્થાપનથી ગુસ્સે ભરાયેલા ચાહકોએ સ્ટેડિયમમાં તોડફોડ કરી હતી. અહેવાલો અનુસાર, ચાહકોએ મેદાન પર બોટલો અને ખુરશીઓ ફેંકી હતી અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
આ ઘટનાને પગલે વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપે આ સમગ્ર ઘટનાને ‘સંપૂર્ણ શરમજનક’ ગણાવી હતી અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યની છબી ખરડવા બદલ ટીએમસી સરકારની આલોચના કરી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ટીએમસીના નેતાઓએ ભીડ વ્યવસ્થાપનને બદલે મેસ્સી સાથે ફોટો પડાવવાને પ્રાથમિકતા આપી હતી.
Total embarrassment on an international stage. A global legend like Messi will see a massive public turnout and yet zero planning & very little security ! CM Mamata Banerjee can’t even organise or manage an event!
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 13, 2025
TMC leaders surrounded him and fans were denied ! Messi had to… pic.twitter.com/HRi9SQhjoR
કાર્યક્રમમાં સર્જાયેલી ભારે અવ્યવસ્થા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે તેઓ ‘ખૂબ વ્યથિત અને આઘાતગ્રસ્ત’ થયા છે. તેમણે તાત્કાલિક મેસ્સી, તેમના ચાહકો અને રમતગમતના પ્રેમીઓની જાહેરમાં માફી માંગી હતી.
I am deeply disturbed and shocked by the mismanagement witnessed today at Salt Lake Stadium. I was on my way to the stadium to attend the event along with thousands of sports lovers and fans who had gathered to catch a glimpse of their favourite footballer, Lionel Messi.
— Mamata Banerjee (@MamataOfficial) December 13, 2025
I…
મુખ્યમંત્રીએ આ ઘટનાની વિગતવાર તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશ અશિમ કુમાર રેની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય ન્યાયિક તપાસ સમિતિની રચના કરવાની જાહેરાત કરી. આ સમિતિને ઘટનાની તપાસ કરવા, જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે પગલાં સૂચવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ આયોજકની પણ ધરપકડ કરવામાં આવી છે.

