Thursday, March 20, 2025
More

    મથુરામાં શિવ મંદિર પર હુમલો, મૂર્તિઓ તોડીને ફેંકી દેવાઈ: ભગવાનના ફોટાને લગાડવામાં આવી આગ, આંબેડકરનો ફોટો મૂકવાનો કર્યો પ્રયત્ન

    ઉત્તર પ્રદેશના મથુરામાં (Mathura) એક સ્થાનિક મંદિરમાં (Attack on Temple) કેટલાક યુવકોએ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડી નાખી. મૂર્તિઓને તોડીને મંદિરની બહાર ફેંકી દેવામાં આવી હતી. આ યુવાનોએ મંદિરમાં સ્થાપિત ભગવાનના ફોટા પણ બાળ્યા હતા. આ પછી મંદિરમાં ડૉ. ભીમરાવ આંબેડકરનો ફોટો લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અનુસૂચિત જાતિના (Dalit/SC)યુવકો પર મંદિર પર હુમલો કરવાનો આરોપ છે. જ્યારે વારાણસીમાં કેટલાક વિદ્યાર્થીઓએ મનુસ્મૃતિ (Manusmriti) સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને મારપીટ પણ કરી હતી. બંને બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે (26 ડિસેમ્બર, 2024) રાત્રે મથુરાના નૌઝીલ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉદિયાગઢી ગામમાં બનેલા મંદિરમાં કેટલાક યુવકો આવ્યા હતા. તેમણે અહીં કલશ, ત્રિશૂળ અને નાગ તોડી નાખ્યા. તેઓએ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓને પણ તોડી નાખી હતી. આ સિવાય મંદિરમાં સ્થાપિત ભગવાનના તમામ ચિત્રોને આગ ચાંપવામાં આવી હતી. આ પછી તેણે મંદિરમાં ડૉ. ભીમરાવ આંબેડકરનો ફોટો લગાવવાનો પ્રયાસ કર્યો.

    દરમિયાન ગામના લોકોએ આ કૃત્ય જોયું અને અહીં પહોંચી ગયા. આ પછી આ તમામ યુવકો ભાગી ગયા હતા. આ અંગે ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો. મંદિરમાં મૂર્તિઓ તોડવાના આરોપી યુવકો અનુસૂચિત જાતિના હોવાનું કહેવાય છે. આ અંગે ગ્રામજનોએ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. લોકોને શાંત કરવા ઉપરાંત પોલીસે મંદિરનું સમારકામ પણ કરાવ્યું છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ઘટના બાદ એક વિડીયો પણ વાયરલ થયો છે.