અમદાવાદ: કાંકરિયાના ગાર્ડનમાં વૉકિંગ માટે આવેલી હિંદુ મહિલા સાથે છેડતી મામલે નબી અહમદ પઠાણની ધરપકડ, લોકોએ પકડી પાડતાં જણાવ્યું હતું હિંદુ નામ

અમદાવાદના મણિનગર પોલીસ મથકે એક હિંદુ મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. આરોપી એક મુસ્લિમ શખ્સ છે, જેણે પહેલાં પોતાનું નામ હિંદુ જણાવ્યું હતું. હાલ પોલીસે ફરિયાદ લઈને, ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

ઘટનાની વધુ વિગતો અનુસાર, મણિનગરની એક હિંદુ મહિલા કાંકરિયાના વન ટ્રી હિલ ગાર્ડન ખાતે વૉકિંગ કરવા માટે પહોંચી હતી. ફરિયાદ છે કે અહીં એક શખ્સે તેમની છેડતી કરી હતી.

મહિલાએ પછીથી મદદ માટે બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીને પકડી લીધો હતો.

ફરિયાદ અનુસાર, શખ્સે પહેલાં પોતાનું નામ ‘રાજુ’ હોવાનું જણાવ્યું હતું. પરંતુ પછીથી તે નબી અહમદ પઠાણ હોવાનું સામે આવ્યું.

ત્યારબાદ હાજર લોકોએ તેનો મોબાઇલ લઈને તપાસતાં જાણવા મળ્યું હતું કે તે અન્ય 10-15 હિંદુ મહિલાઓને મેસેજો કરી ચૂક્યો છે.

પછીથી મહિલા અને તેમના પતિએ મણિનગર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેના આધારે FIR દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.