
લોકસભામાં 131મું બંધારણીય સુધારા બિલ જરૂરી બહુમતીના અભાવે પાસ થઈ શક્યું નહીં. બિલના સમર્થનમાં 298 સભ્યોએ મતદાન કર્યું, જ્યારે 230 સભ્યોએ વિરોધમાં મત આપ્યો હતો.
બંધારણીય સુધારા બિલ પાસ કરવા માટે બે-તૃતિયાંશ બહુમતી આવશ્યક હોય છે, પરંતુ આ બિલ તે મર્યાદા પાર કરી શક્યું નહોતું. પરિણામે બિલ લોકસભામાં જ પરાજિત થયું છે.
આ મતદાન દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર મતભેદો જોવા મળ્યા હતા. બિલને લઈને અગાઉથી જ વિપક્ષે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને સરકારે દરેક પ્રશ્નનો સચોટ જવાબ પણ આપ્યો હતો. લોકસભામાં આ બિલ પાસ ન થવાથી હવે તેની આગળની પ્રક્રિયા અટકી ગઈ છે.
આ બિલ હેઠળ જ ડિલિમિટેશન થવાનું હતું અને મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને લોકસભા, વિધાનસભાની બેઠકો પણ વધારવામાં આવનારી હતી. જોકે, આ બિલ લોકસભામાં પાસ થઈ શક્યું નહીં.

