Tuesday, April 30, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર, પ્રજ્વલ્લિત આરતી….ભવ્ય-દિવ્ય ક્ષણોનો સાક્ષી બન્યો દેશ, પ્રભુ શ્રીરામના લલાટે...

    શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર, પ્રજ્વલ્લિત આરતી….ભવ્ય-દિવ્ય ક્ષણોનો સાક્ષી બન્યો દેશ, પ્રભુ શ્રીરામના લલાટે થયું ‘સૂર્યતિલક’; ભારતભરમાં ગુંજી ઉઠ્યું ‘જય શ્રીરામ’

    બપોરે 12 કલાકે આ દિવ્ય ક્ષણો જોવા મળી, જ્યારે ભગવાન સૂર્યનારાયણે પ્રભુ શ્રીરામના લલાટ પર અભિષેક કર્યો હતો. સમગ્ર દેશ આ ક્ષણોનો સાક્ષી બન્યો અને ભારતભરમાં 'જય શ્રીરામ'નો નાદ ગુંજી ઊઠ્યો હતો.

    - Advertisement -

    અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે પ્રથમવાર રામનવમી ઉજવવામાં આવી રહી છે. રામ મંદિર અયોધ્યા ખાતે લાખો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. આ સાથે જ બુધવારે (17 એપ્રિલ, 2024) 12 વાગ્યે પ્રભુ રામલલાને ‘સૂર્યતિલક’ પણ કરવામાં આવ્યું છે. તે ક્ષણ દિવ્ય અને અભિભૂત કરનારી હતી. મંદિરના દ્વાર રામનવમીના અવસર પર વિશેષ રીતે સવારે 3:30 કલાકે જ ખૂલી ગયા હતા. ભક્તો રાત્રે 11:30 સુધી દર્શન કરી શકે તે માટેની પણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

    બુધવારે (17 એપ્રિલ, 2024) અયોધ્યામાં રામ મંદિર ખાતે રામનવમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. બપોરના 12 કલાકે અભિજીત મુહૂર્તમાં જ પ્રભુ રામલલાને ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું. ત્રણ મિનિટ સુધી પ્રભુ શ્રીરામ પ્રકાશમાન અને દેદીપ્યમાન રહ્યા. આ સાથે રામ જન્મોત્સવ પણ શરૂ થઈ ગયો છે અને 51 કળશથી પ્રભુ શ્રીરામનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો. જગદગુરુ રાઘવાચાર્યે ભગવાન શ્રીરામનો અભિષેક કર્યો હતો. આ સાથે જ જગદગુરુએ જણાવ્યું છે કે, ભગવાન રામ લોકકલ્યાણ માટે અવતર્યા હતા. રામના આશીર્વાદ સૌ પર બન્યા રહે.

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ પ્રથમવાર રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યે ત્રણ મિનિટ સુધી રામલલાને સૂર્યનારાયણે દિવ્ય તિલક કર્યું હતું. આ દરમિયાન ભક્તો પણ ગદગદિત થઈ ઉઠયા હતા. રામલલાના મસ્તક પર સૂર્યતિલકના સમયે ગર્ભગૃહમાં માત્ર પૂજારીઓ અને સંતો જ જોવા મળ્યા હતા. આ સાથે જ રામાનંદી પરંપરા પ્રમાણે પ્રભુની આરતી પણ શરૂ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન શંખનાદ અને વૈદિક મંત્રોચ્ચાર પણ ચાલુ રહ્યા. સૂર્યતિલક માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી. જેમાં ગર્ભગૃહમાંથી રામલલાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતા.

    - Advertisement -

    સૂર્યતિલકની સાથે વડાપ્રધાન મોદીએ સભા સંબોધતા સમયે જ ‘જય શ્રીરામ’ કહીને ઉદઘોષ કર્યો હતો. આ સાથે તેમણે ‘જય સિયારામ’ પણ કહ્યું હતું. તેમણે સભાને કહ્યું કે, “બધા લોકો પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરો, ભલે જોવા ન મળે પણ તે કરો. પ્રભુ રામને સૂર્યતિલક થઈ રહ્યું છે. ત્યારે આપણે મોબાઈલ ફોન વડે પણ પ્રભુ શ્રીરામને પ્રણામ કરી રહ્યા છીએ. અમે પણ તે સૂર્યકિરણમાં આપણાં મોબાઈલની કિરણો મોકલી રહ્યા છીએ. ત્યારબાદ તેમણે ‘જય શ્રીરામ’નો ઉદ્ઘોષ કરાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં