Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિરામ નવમી પર અયોધ્યામાં રચાશે 'દિવ્ય સંયોગ': સૌરકિરણો કરશે રામલલાને 'સૂર્ય તિલક',...

    રામ નવમી પર અયોધ્યામાં રચાશે ‘દિવ્ય સંયોગ’: સૌરકિરણો કરશે રામલલાને ‘સૂર્ય તિલક’, પ્રભુના જન્મોત્સવ પર અધ્યાત્મ અને વિજ્ઞાનનું થશે પવિત્ર સંગમ

    100 જેટલી LED સ્ક્રીન પર 'સૂર્ય કિરણ'નું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવશે. આ સાથે આખો દેશ પણ આ દિવ્ય ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વિજ્ઞાન અને અધ્યાત્મને એક તાંતણે જોડીને એક દિવ્ય આભા ઉત્પન કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    આ વર્ષે રામ જન્મોત્સવ એટલે કે, રામ નવમીનો તહેવાર અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ જન્મોત્સવનો ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. તેથી દુનિયાભરના રામભક્તો રામ નવમીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પણ રામ નવમીની વિશેષ તૈયારી કરી છે. રામ નવમી પર રામ જન્મોત્સવ નિમિત્તે રામલલાને ‘સૂર્ય તિલક’ કરવામાં આવશે. 17 એપ્રિલના રોજ બપોરે 12 વાગ્યે રામલલાનો સૂર્ય અભિષેક કરવામાં આવશે. તે માટે વિશેષ તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને ‘સૂર્ય તિલક’ની ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂકી છે.

    અયોધ્યામાં રામ નવની પર રામ જન્મોત્સવ નિમિત્તે રામલલાને ‘સૂર્ય તિલક’ કરવામાં આવશે. સૂર્યવંશી પ્રભુ શ્રીરામનો સૂર્ય અભિષેક કઈ રીતે થશે, તે પણ ખૂબ જ રસપ્રદ છે. આ પવિત્ર દિવસે અધ્યાત્મ અને વિજ્ઞાનને એક તાંતણે બાંધવામાં આવશે. IIT રુડકી સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સૂર્ય તિલક માટે વિશેષ ઓપ્ટોમેકેનિકલ સિસ્ટમ તૈયાર કરી છે. તેનાથી સૂર્યના કિરણો બપોરે 12 વાગ્યે મંદિરના સૌથી ઉપરના માળે (ત્રીજા માળે) સ્થાપિત અરીસા પર પડશે. આ કિરણો અરીસામાંથી 90 ડિગ્રી પરાવર્તિત થશે અને પિત્તળની પાઇપમાં પ્રવેશ કરશે. પાઇપના અંતમાં એક બીજો અરીસો રાખવામાં આવશે. આ અરીસામાંથી સૂર્યના કિરણો ફરી એક વખત પરાવર્તિત થશે અને પિત્તળની પાઇપ સાથે 90 ડિગ્રી પર વળાંક લેશે.

    બીજી વાર પરાવર્તિત થવાથી સૂર્યના કિરણો ઊભી દિશામાં નીચે તરફ જશે. કિરણોના માર્ગમાં એક પછી એક એમ ત્રણ લેન્સ મૂકવામાં આવશે. જે કિરણોની તીવ્રતામાં વધારો કરશે. બીજો એક અરીસો ઊભી પાઇપના છેડે મૂકવામાં આવશે. વધેલી તીવ્રતા સાથેના કિરણો આ અરીસા પર પડશે અને ફરીથી 90 ડિગ્રી વળાંક લેશે. 90 ડિગ્રી પર વળેલા આ કિરણો સીધા રામલલાના મસ્તક પર પડશે. આ રીતે રામલલાને સૂર્ય તિલક કરવામાં આવશે.

    - Advertisement -

    સૂર્ય કિરણો ચાર મિનિટ સુધી કરશે રામલલાનો અભિષેક

    સૂર્ય કિરણોનું આ તિલક 75 મીમીના ગોળાકાર રૂપમાં થશે. બપોરે 12 વાગ્યે સૂર્ય કિરણો રામલલાના મસ્તક પર પડશે. નિરંતર ચાર મિનિટ અને 75 સેકન્ડ સુધી કિરણો રામલલાના મુખ મંડળને પ્રકાશિત કરશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું છે કે, શ્રીરામલલાને સૂર્ય તિલક કરવાની તૈયારીઓ પૂરા ખંતથી કરવામાં આવી રહી છે. રામ નવમી પર વૈજ્ઞાનિકોના પ્રયાસો ફળીભૂત થવાના છે. લગભગ 100 જેટલી LED સ્ક્રીન પર તેનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવશે. આ સાથે આખો દેશ પણ આ દિવ્ય ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. વિજ્ઞાન અને અધ્યાત્મને એક તાંતણે જોડીને એક દિવ્ય આભા ઉત્પન કરવામાં આવી રહી છે.

    મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને આ મિકેનિઝમ ડિઝાઇન તૈયાર કરનાર વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે, આ ઘટના લેન્સ અને મિરરની ખાસ ડિઝાઇન દ્વારા થશે. ખાસ વાત એ છે કે, આ ચમત્કાર રામ નવમીના દિવસે જ થશે. એટલે કે રામ નવમીના દિવસે જ ભગવાન રામની મૂર્તિ પર સૂર્યના કિરણો પડશે. આ દિવસે ભગવાન શ્રીરામનો જન્મદિવસ છે.

    ઉલ્લેખનીય છે કે, રામલ્લાના મસ્તક પર સૂર્ય તિલક લગાવવા માટે રવિવાર અને સોમવારે (7-8 એપ્રિલ) સતત ટ્રાયલ કરવામાં આવી હતી. રવિવારે સૂર્યના કિરણો ભગવાન રામના હોઠ પર જ પડી રહ્યા હતા. વિજ્ઞાન અને એન્જિનિયરિંગના સંયુક્ત પ્રયાસે આખરે વળતાં દિવસે જ સફળતા મેળવી લીધી હતી. સોમવારે ટ્રાયલ દરમિયાન ભગવાનના કપાળ પર એકદમ મધ્યમમાં સૂર્યના કિરણો પહોંચ્યા હતા અને વૈજ્ઞાનિકોને સફળતા મળી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં