Friday, May 17, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપેલેસ્ટાઇનની આઝાદીની બૂમો પાડી રહ્યા હતા પ્રદર્શનકારીઓ, યુવકે જોર-જોરથી લગાવ્યા 'જય શ્રીરામ'ના...

    પેલેસ્ટાઇનની આઝાદીની બૂમો પાડી રહ્યા હતા પ્રદર્શનકારીઓ, યુવકે જોર-જોરથી લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા: જાણો કોણ છે તે વાયરલ શયાન, ઇસ્લામ છોડીને અપનાવી ચૂક્યા છે સનાતન

    વિડીયોમાં જોઈ શકાય છે કે, તે વ્યક્તિએ પોતાના શરીર પર ઇઝરાયેલી ધ્વજ પણ લપેટ્યો છે. જ્યારે પેલેસ્ટાઇન સમર્થકોએ ભારત વિરોધી નારા લગાવ્યા, ત્યારે ભારત સાથે એકતા દર્શાવવા માટે આ યુવકે કોઈપણ જાતના ડર વગર જોર-જોરથી જય શ્રીરામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

    - Advertisement -

    એક તરફ અમેરિકન યુનિવર્સિટીઓમાં પેલેસ્ટાઇનની આઝાદી માટે ચાલી રહેલા પ્રદર્શનો સામે પ્રશાસન કડક છે તો બીજી તરફ અમેરિકામાં અન્ય લોકોમાં પણ તેનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ પ્રદર્શનકારીઓને આક્રમક બનતા જોઈને એક વ્યક્તિએ એકલા ઊભા રહીને પેલેસ્ટાઇન સમર્થકોનો વિરોધ કર્યો હતો. તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. તેમાં તે વ્યક્તિ જોર-જોરથી ‘જય શ્રીરામ’ના નારા લગાવી રહ્યો છે.

    વિડીયોમાં જોઈ શકાય છે કે, તે વ્યક્તિએ પોતાના શરીર પર ઇઝરાયેલી ધ્વજ પણ લપેટ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પેલેસ્ટાઇન સમર્થકો અમેરિકાની સડકો પર આવી ગયા તો ભારતવિરોધી નારા પણ સાંભળવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ભારત સાથે એકતા દર્શાવવા માટે આ યુવકે કોઈપણ જાતના ડર વગર જોર-જોરથી જય શ્રીરામના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

    અમેરિકામાં પેલેસ્ટાઇન સમર્થકો વચ્ચે નારા લગાવતા આ યુવાનનો વિડીયો હવે ભારતમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ભારતીયો આ વિડીયોને ઉત્સાહ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. સાથે તે યુવકની હિંમતની પ્રશંસા પણ થઈ રહી છે. લોકો તેમના વિશે પણ જાણવા માંગે છે કે, આખરે તે વ્યક્તિ કોણ છે અને તે ક્યાં રહે છે વગેરે.

    - Advertisement -

    નોંધનીય છે કે, વિડીયોમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવનાર આ વ્યક્તિનું નામ શયાન કૃષ્ણા છે અને શયાન એક પાકિસ્તાની છે જેમણે થોડા સમય પહેલાં જ ઇસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવ્યો હતો. તેમનું માનવું છે કે, શ્રીકૃષ્ણના કારણે જ તેમને માર્ગદર્શન મળ્યું હતું. આવી સ્થિતિમાં તેમણે હિંદુ ધર્મ સ્વીકાર્યો હતો. જોકે, ત્યારબાદ તેમણે પાકિસ્તાન છોડવું પડ્યું હતું. વર્ષ 2023માં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ સતત તેમના પર દબાણ બનાવ્યું હતું, જેના કારણે તેમણે પાકિસ્તાન છોડી દીધું હતું. હવે તેમના X બાયોમાં પણ ‘પ્રો અમેરિકન’ અને ‘પ્રો ઇન્ડિયન’ લખેલું જોવા મળે છે.

    આ સાથે તેઓ તે પણ માને છે કે, તેઓ મૂળ સનાતન ધર્મના જ સંતાન છે અને વર્ષોથી ભારતની પવિત્ર ભૂમિ તેમની માતૃભૂમિ રહી છે. પાકિસ્તાનમાં આ વ્યક્તિઓ ખૂબ વિરોધ કરવામાં આવે છે, તો બીજી તરફ ભારતમાં તેમને ખૂબ સન્માન અને આદરપૂર્વક જોવામાં આવે છે. તેઓ નિયમિત શ્રીકૃષ્ણ મંદિરે જાય છે અને પોતાને કૃષ્ણભક્ત પણ ગણાવે છે. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેઓ અનેકવાર ઇસ્કોન મંદિરમાં જોવા મળે છે અને કીર્તન પણ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં